
સ્ટાર ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાના પોતાના લગ્ન મૂલતવી રાખવાના કારણે ચર્ચામાં છે. તેના લગ્ન મ્યુઝિક કંપોઝર પલાશ મુચ્છલ સાથે થવાના હતા પરંતુ 23 નવેમ્બરના રોજ લગ્નના દિવસે જ સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત બગડી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે 3 દિવસ બાદ સ્મૃતિ મંધાના અને તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે કારણ કે, તેના પિતા હવે સ્વસ્થ છે. તેમજ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
જાણકારી મુજબ શ્રીનિવાસ મંધાનાને મંગળવાર મોડી રાત્રે સાંગલી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ હોસ્પિટલ સાંગલીમાં સ્મૃતિ મંધાનાના ઘરની ખુબ નજીક છે. અહિ છેલ્લા 3 દિવસથી સ્મૃતિ મંદાનાના પિતા દાખલ હતા.
સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસની તબિયત ખરાબ થયા બાદ પલાશની તબિયત પણ ખરાબ થઈ હતી. તેને વાયરલ ઈન્ફેક્શન અને એસિડિટીના કારણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હવે પલાશ મુંબઈની હોસ્પિટલમાં દાખલ છે અહી તેની સારવાર ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, આ ઘટના બાદ સ્મૃતિ મંધાનાએ પોતાના લગ્ન પહેલાના ફંક્શનની પોસ્ટ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી હતી. તેમજ તેની ફ્રેન્ડ તેમજ ભારતીય ક્રિકેટર જેમિમાએ પણ આ ઈવેન્ટના તમામ ફોટો ડિલીટ કર્યા હતા. હાલ પલાશ અને સ્મૃતિના લગ્ન સ્થગિત થયા છે. હવે જોવાનું રહેશે કે, લગ્નની નવી તારીખ ક્યારે આવે.
સ્મૃતિ મંધાનાએ લગ્ન પહેલાની સોશિયલ મીડિયા પોસ્ટ દુર કર્યા બાદ ખુબ ચર્ચાઓ થઈ રહી છે. આ સિવાય કેટલાક સ્ક્રિન શોર્ટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, પલાશ મૈરી ડી કોસ્ટા નામની મહિલા સાથે મેસેજમાં વાત કરતો હતો.સ્મૃતિ મંધાનાના પિતાને હૃદયરોગનો હુમલો આવ્યા પછી ઘણા પ્રશ્નો ઉભા થયા, અને થોડા સમય પછી, પલાશની તબિયત પણ બગડવા લાગી. જેને લઈ ચર્ચાઓ વધુ થઈ છે.
Published On - 9:50 am, Wed, 26 November 25