Breaking News : શ્રેયસ ઐય્યર હોસ્પિટલના ICUમાં દાખલ, આ છે કારણ

Shreyas Iyer in ICU : શ્રેયસ ઐય્યરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને ICUમાં રાખવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ તેને 5 થી 7 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે. જાણો શું છે આની પાછળનું કારણ

Breaking News : શ્રેયસ ઐય્યર હોસ્પિટલના ICUમાં દાખલ, આ છે કારણ
| Updated on: Oct 27, 2025 | 12:14 PM

ભારતીય વનડે ટીમનો વાઈસ કેપ્ટન શ્રેયસ ઐય્યરને સિડનીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમને ICUમાં રાખવામાં આવ્યો છે. મળતી જાણકારી મુજબ શ્રેયસ ઐય્યરને ઈન્ટરનલ બ્લિડિંગની ફરિયાદ હતી. રિપોર્ટ મુજબ ઐય્યરને આઈસીયુમાં રાખવામાં આવ્યો છે. તેમને હજુ 5 થી 7 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવી શકે છે.

પાંસળીમાં ઈજા બાદ હોસ્પિટલમાં દાખલ

શ્રેયસ ઐય્યરને સિડનીમાં રમાયેલી વનડે સીરિઝના ત્રીજી અને છેલ્લી મેચ દરમિયાન પાંસળીઓમાં ઈજા થઈ હતી. તેને આ ઈજા ઓસ્ટ્રેલિયાની ઈનિગ્સની 34મી ઓવરમાં હર્ષિત રાણાના બોલ પર એલેક્સ કૈરીનો કેચ લેવાના ચકકરમાં લાગી હતી. બૈકવર્ડ પોઈન્ટ પર રહેલા શ્રેય્યસ ઐય્યરને દોડતા કેચ લીધો હતો. પરંતુ ખુદ ઈજાગ્રસ્ત થયો હતો.

 

તેની એટલી મોટી ઈજા થઈ હતી કે, મેદાન પર જ તેના પેટ અને છાતીમાં દુખાવાથી ચીસો પાડતો હતો. ત્યારબાદ તેને મેડિકલની ટીમ મેદાન બહાર લઈ ગઈ હતી પરંતુ હવે તેની ઈજા એટલી ગંભીર થઈ ગઈ છે કે, તેને સિડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.શ્રેયસ ઐય્યર ઓસ્ટ્રિલિયા વિરુદ્ધ ટી20 સીરિઝમાં ભારતીય ટીમનો ભાગ નથી. તેમ છતાં ટીમ મેનેજમેન્ટે તેમને ફક્ત તેમની સારવાર માટે ઓસ્ટ્રેલિયામાં રોકી રાખ્યો છે. રિપોર્ટ અનુસાર, ઐયર, જે હાલમાં ICUમાં દાખલ છે, તે લગભગ એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહેશે.

શ્રેયસ ઐય્યરને આઈસીયુમાં રાખવાનો નિર્ણય બ્લિડિંગના કારણે થનારા ઈન્ફેકશનના ડરથી લેવામાં આવ્યો છે. હવે તે હોસ્પિટલમાં કેટલા દિવસ બહાર આવશે. તે તેની રિકવરી પર પણ નિર્ભર કરે છે. ત્યારબાદ જ્યારે શ્રેયસ ઐય્યર ફીટ થશે ત્યારે ટીમ ઈન્ડિયામાં પરત ફરશે.

શ્રેયસના પિતા સંતોષ અય્યર એક બિઝનેસમેન છે અને તેની માતા રોહિણી અય્યર ગૃહિણી છે પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

 

Published On - 11:55 am, Mon, 27 October 25