શોએબ અખ્તરનો ગઝવા-એ-હિંદ પર વીડિયો વાયરલ, કાશ્મીર પર કબ્જો અને ભારત પર હુમલાની વાત કહી

|

Dec 25, 2020 | 9:54 PM

પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar)એ ભારતને લઈને એક નિવેદન કર્યુ છે.

શોએબ અખ્તરનો ગઝવા-એ-હિંદ પર વીડિયો વાયરલ, કાશ્મીર પર કબ્જો અને ભારત પર હુમલાની વાત કહી
Shoaib Akhtar (File Image)

Follow us on

પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar)એ ભારતને લઈને એક નિવેદન કર્યુ છે. તેને સાંભળીને લાગે છે કે, તે જાણે ગઝવા-એ-હિંદ (Ghazwa-e-Hind)નું સપનુ જોઈ રહ્યો છે. ગઝ઼વા-એ-હિંદનો મતલબ પવિત્ર યુદ્ધનો સમજવામાં આવે છે. શોએબે પોતાના નિવેદનમાં કહ્યુ કે, અમે પહેલા કાશ્મીર (Kashmir)ને કબ્જામાં લઈશુ. પછી હિંદુસ્તાન (Hindustan) પર હુમલો કરીશુ. પૂર્વ પાકિસ્તાન (Pakistan) પેસરે તમામ વાતો એક ટીવીના ઈન્ટરવ્યુમાં કહી છે. જેનો વીડિયો હવે વાયરલ થવા લાગ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

જોકે શોએબ કોઈ પહેલો ક્રિકેટર નથી, જે ભારત અને કાશ્મીરને લઈને ઝેર ઓકતા જોવા મળ્યા હોય. આ પહેલા પણ કેટલાક પાકિસ્તાની ક્રિકેટના ખેલાડીઓએ આવી ટીપ્પણીઓ કરી છે. જેમાં શાહિદ આફ્રિદી(Shahid Afridi) અને જાવેદ મિયાંદાદ (Javed Miandad) જેવા દિગ્ગજ ક્રિકેટરો પણ આમાં સામેલ છે.

 

ગઝ઼વા-એ-હિંદ પર વાત કરતા ટીવીને આપેલા ઈન્ટરવ્યુનો શોએબનો આ વીડિયો જૂનો હોવાનુ બતાવાઈ રહ્યુ છે. આ ઈન્ટરવ્યુમાં પાકિસ્તાની ક્રિકેટરને કહેતો સાંભળવામાં આવી રહ્યો છે. તે કહે છે કે, આ અમારા પવિત્ર પુસ્તકમાં લખ્યુ છે કે ગઝ઼વા-એ-હિંદ આવશે. અટોકની નદી બે વાર લોહીથી લાલ થશે. અફઘાનિસ્તાનથી સેના અટોક સુધી પહોંચશે. શમલ મશરિફથી નીકળ્યા બાદ ઉઝબેકિસ્તાનથી અલગ અલગ દળો પણ પહોંચશે. આ બધુ એક ઐતિહાસિક ક્ષેત્ર ખોરાસનને બતાવે છે, જે લાહોર સુધી ફેલાયેલુ હતુ.

 

આટલુ જ નહીં જ્યારે શોની એન્કર તેને કહે છે કે લોકોએ તે વાંચવુ જોઈએ તો અખ્તરે કહે છે, હાં. પછી ત્યાંથી શમલ મશરિફ નીકળશે, ત્યારે તમે તે કાશ્મીર ફતેહ કરશો. ત્યારબાદ આગળ ચાલશો. શોએબ અખ્તરને વિવાદો સાથે પહેલાથી જ દોસ્તી રહી છે. તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને બીજા ક્રિકેટરોને લઈને પણ તે વિવાદોમાં રહ્યો છે. જોકે હવે સોશિયલ મીડિયા પર ગઝ઼વા-એ-હિંદ પર વાત કરતો તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સાથે જ તેના વિચારોની પણ બરાબરની આલોચના થવા લાગી છે.

Next Article