Shane Warne: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું (Shane Warne) 52 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે નિધન થયુ છે. શેન વોર્નને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને વર્ષો થઈ ગયા છતા તે ઘણીવાર ચર્ચામાં રહેતા હતા. જાન્યુઆરીમાં શેન વોર્ન પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. ડોક્યુમેન્ટરીમાં તેમના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો બતાવવામાં આવી હતી.
ડોક્યુમેન્ટરીમાં શેન વોર્ને પત્ની સિમોન કાલાહાનથી (Simone Callahan) છૂટાછેડા વિશે પણ વાત કરી હતી. ઓસ્ટ્રેલિયન લેજન્ડે સ્વીકાર્યું હતુ કે આ બાબતમાં તેની ભૂલ હતી. શેન વોર્નની પત્નીને જ્યારે તેમના અફેરની ખબર પડી ત્યારે મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો હતો, ત્યારબાદ તે હોટલના રૂમમાં એકલો રડી રહ્યો હતો. આ ઘટના વર્ષ 2005 માં થઈ હતી. તે સમયે શેન વોર્ન એશિઝ શ્રેણી રમવા માટે ઈંગ્લેન્ડ પહોંચ્યો હતો.
અહેવાલોનુ માનીએ તો શેન વોર્નનું એક વિદ્યાર્થીની લૌરા સેયર્સ અને બીજી કેરી કોલીમોર નામની મહિલા સાથે અફેર હતુ. ડોક્યુમેન્ટરીમાં જણાવવામાં આવ્યું હતુ કે, જ્યારે તેની પત્નીને આ વાતની જાણ થઈ ત્યારે મામલો છુટાછેડા સુધી પહોંચ્યો હતો.
જો કે બાદમાં વિદ્યાર્થીની લૌરા સેયર્સે ક્રિકેટર શેન વોર્ન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. લૌરાએ કહ્યું હતું કે શેન વોર્ન પરિણીત હતો, છતાં તેણે મને ફસાવી. આટલું જ નહીં શેન પર કેરી કોલિમોર સાથેના સંબધનો આરોપ પણ લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે, ત્યારે કેરી કેલિમોર પણ ત્રણ બાળકોની માતા હતી.
શેન વોર્ને ડોક્યુમેન્ટરીમાં જણાવ્યુ હતુ કે, તે તેનો સૌથી મુશ્કેલ સમય હતો. તેણે કહ્યુ હતુ કે, હું હોટલના રૂમમાં એકલો રડી રહ્યો હતો, કારણ કે તે મારી ભૂલ હતી. વધુમાં શેન વોર્ને કહ્યું હતુ કે, તેના પરિવાર સાથે તેણે જે કર્યું છે તેના કારણે તેણે આખી જિંદગી આ દુઃખ સાથે જીવવું પડશે. તમને જણાવી દઈએ કે, શેન વોર્ન પર તેના મિત્ર અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન માઈકલ ક્લાર્કની પત્ની સાથેના સંબધોને લઈને પણ આરોપ લાગ્યો હતો.
આ પણ વાંચો : Shane Warne Passes Away: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની વયે નિધન