સચિન તેંદુલકરના પુત્ર અર્જૂને સિનીયર ટીમમાં કર્યુ ડેબ્યુ, ઝડપી વિકેટ, જુઓ વિડીયો
Arjun Tendulkar

સચિન તેંદુલકરના પુત્ર અર્જૂને સિનીયર ટીમમાં કર્યુ ડેબ્યુ, ઝડપી વિકેટ, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Jan 16, 2021 | 8:28 AM

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર (Sachin Tendulkar) ના પુત્ર અર્જુન તેંદુલકરે (Arjun Tendulkar) મુંબઇ (Mumbai) તરફથી સીનીયર ટીમમાં ડેબ્યુ કરી લીધુ છે.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર (Sachin Tendulkar) ના પુત્ર અર્જુન તેંદુલકરે (Arjun Tendulkar) મુંબઇ (Mumbai) તરફથી સીનીયર ટીમમાં ડેબ્યુ કરી લીધુ છે. અર્જૂને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) T20 ટુર્નામેન્ટમાં એલીટ ઇ લીગ ગૃપમાં હરિયાણા (Haryana) સામેની મેચમાં ડેબ્યુ કર્યુ હતુ. તેણે સિનીયર ટીમમાં ડેબ્યુ કરવા સાથે હરિયાણાના ઓપનર બેટ્સમેન ચૈતન્ય બિશ્નોઇ (Chaitanya Bishnoi) ને આઉટ કરીને પ્રથમ વિકેટ ઝડપી હતી. આ વિડીયો પણ હવે સોશિયલ મિડીયા પર ખૂબ શેર કરાઇ રહ્યો છે.

અર્જૂન તેંદુલકર જ્યારે બેટીંગ માટે ક્રિઝ પર પહોંચ્યો હતો, તો તે એક પણ બોલ તેને રમવાનો મોકો મળ્યો નહોતો. તે એક પણ બોલ રમ્યા વિના જ નોટઆઉટ પરત ફર્યો હતો. અર્જૂને 21 વર્ષની ઉંમરમાં સિનીયર ટીમના માટે ડેબ્યુ કર્યુ છે. અર્જૂન હવે ઇન્ડીયન પ્રિમીયર લીગના ઓક્શન માટે ક્વોલીફાઇ કરી લેશે. કારણ કે તેણે મુંબઇની ટીમ માટે ડેબ્યુ કરી લીધુ છે. મુંબઇ એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

https://twitter.com/vlp1994/status/1350000557272961027?s=20

અર્જૂન અન્ય ઝડપી બોલર કૃતિક હનાગાવાડીની સાથે મુંબઇની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જેની પસંદગી સલિલ અંકોલા વાળી પસંદગી સમિતીએ બીસીસીઆઇ દ્વારા કુલ 22 ખેલાડીઓને પસંદ કરવાની અનુમતી બાદ કરવામા આવી હતી. અર્જૂન મુંબઇ માટે વિભિન્ન ઉંમરના ગૃપ ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે. સાથે જ તે એ જ ટીમનો હિસ્સો હતો જે આમંત્રણ ટુર્નામેન્ટ રમે છે. અર્જૂન ભારતની રાષ્ટ્રીય ટીમની નેટ પ્રેકટીશમાં પણ બોલીંગ કરતો જોવા મળી ચુક્યો છે. તેણે 2018માં શ્રીલંકાનો પ્રવાસ કરનારી અંડર-19 ટીમમાં પણ ભારતનુ પ્રતિનિધીત્વ કર્યુ હતુંં.

આ પણ વાંચો: INDvsAUS: રોહિત શર્માનો બોલીંગ કરતો વિડીયો થયો વાયરલ, લોકોએ કરી મજેદાર કોમેન્ટ

Published on: Jan 16, 2021 08:27 AM