સચિન તેંડુલકર કોરોના સંક્રમિત થવા પર કેવિન પિટરસનને ડહાપણ સૂઝ્યુ, યુવરાજે આપ્યો વળતો જવાબ

|

Mar 28, 2021 | 8:05 AM

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) શનિવારે કોરોના સંક્રમિત (Corona Positive) હોવાનુ સામે આવ્યુ હતુ. માસ્ટર બ્લાસ્ટર હાલમાં પોતાના ઘરમાં જ ક્વોરન્ટાઇન થઇ ચુક્યા છે. તેંડુલકરે પોતે કોરોના પોઝિટીવ હોવાની ટ્વીટ કરીને જાણકારી આપી હતી. આ દરમ્યાન ઇંગ્લેંડ (England) ના પૂર્વ કેપ્ટન કેવિન પિટરસને (Kevin Pietersen ) ટોણો મારવા રુપ ટ્વીટ કર્યુ હતુ.

સચિન તેંડુલકર કોરોના સંક્રમિત થવા પર કેવિન પિટરસનને ડહાપણ સૂઝ્યુ, યુવરાજે આપ્યો વળતો જવાબ
Sachin Tendulkar-Kevin Pietersen

Follow us on

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) શનિવારે કોરોના સંક્રમિત (Corona Positive) હોવાનુ સામે આવ્યુ હતુ. માસ્ટર બ્લાસ્ટર હાલમાં પોતાના ઘરમાં જ ક્વોરન્ટાઇન થઇ ચુક્યા છે. તેંડુલકરે પોતે કોરોના પોઝિટીવ હોવાની ટ્વીટ કરીને જાણકારી આપી હતી. આ દરમ્યાન ઇંગ્લેંડ (England) ના પૂર્વ કેપ્ટન કેવિન પિટરસને (Kevin Pietersen ) ટોણો મારવા રુપ ટ્વીટ કર્યુ હતુ. તેણે લખ્યુ હતુ કે, કૃપા કરીને મને કોઇ બતાવશો કે, આખરે લોકો એ કેમ દુનિયાને જણાવવાની જરુર પડે છે કે તે પોતે કોરોના પોઝિટીવ છે ? અહી તેનો ઇશારો કદાચ સચિન તેંડુલકર તરફ હતો.

https://twitter.com/KP24/status/1375732152361492480?s=20

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

જેને લઇને તેની પર લોકોએ ઢગલાબંધ પ્રતિક્રિયાઓ આપી છે. જેમાં એક યુવરાજ સિંહ (Yuvraj Singh) પણ સામેલ છે. તેમણે પિટરસનને પહેલા સવાલ કરતા લખ્યુ હતુ કે, આ સવાલ આપને આજે જ કેમ સુઝ્યો ? યુવરાજ સિંહ એ સાથે જ બીજુ ટ્વીટ રિપ્લાય કરીને લખ્યુ હતુ કે, હાહાહા.. ફક્ત તમારો ટાંગ ખેંચી રહ્યો હતો. કેવિન પિટરસને જો કે યુવરાજને વળતો જવાબ હજુ સુધી પાઠવ્યો નથી.

સચિન તેંડુલકરે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેંડલ દ્રારા લખ્યુ હતુ કે, હળવા લક્ષણો બાદ આજે કોરોના સંક્રમિત જણાયો છું. મેં પોતાને હોમ ક્વોરન્ટાઇન કરી દીધો છે. હું આ મહામારીના સંબંધિત તમામ જરુરી પ્રોટોકોલનુ પાલન કરુ છુ. હું તમામ હેલ્થ કેયર પ્રોફેશનલ્સ ને ધન્યવાદ કરુ છું, જે મને પૂરા દેશમાં થી સપોર્ટ કરી રહ્યા છે. બધા જ પોત પોતાનુ ધ્યાન રાખે. દેશમાં ફરી એકવાર કોરોના વાયરસે પગ પ્રસરાવવા શરુ કર્યા છે.

તાજેતરમાં જ રાયપુરમાં વર્લ્ડ રોડ સેફ્ટી સિરીઝ રમાઇ હતી. જેમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ સચિન તેંડુલકર પાસે હતી. ઇન્ડીયા લિજેન્ડ (India Legend) ટીમએ વર્લ્ડ રોડ સેફ્ટી સિરીઝની ફાઇનલમાં શ્રીલંકા લીજેન્ડને હરાવીને ટાઇટલ પોતાને નામે કર્યુ હતુ. ઇન્ડીયા લિજેન્ડ ટીમમાં સચિન સાથે રમત રમનાર ઓલરાઉન્ડર યૂસુફ પઠાણ પણ કોરોના પોઝિટીવ જણાઇ આવ્યા છે. સિરીઝમાં વિરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ, બ્રાયન લારા, કેવિન પિટરસન, સનથ જયસૂર્યા, તિલકરત્ને દિલશાન અને જોન્ટી રોડ્ઝ સહિત મહાન ખેલાડીઓએ ભાગ લીધો હતો. સચિને જે સિરીઝમાં 7 મેચ રમીને 223 રન બનાવ્યા હતા.

Next Article