સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલીયન બેટ્સમેનોને લઈ કહ્યુ, એમ લાગે છે કે જાણે ટીમમાં સ્થાન બનાવવા રમી રહ્યા છે

|

Jan 01, 2021 | 10:16 AM

મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે (Sachin Tendulkar) પોતાના સમય દરમ્યાન ઓસ્ટ્રેલીયાની શ્રેષ્ઠ ટીમો સામે રમ્યા છે.

સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલીયન બેટ્સમેનોને લઈ કહ્યુ, એમ લાગે છે કે જાણે ટીમમાં સ્થાન બનાવવા રમી રહ્યા છે
Sachin Tendulkar (File Image)

Follow us on

મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે (Sachin Tendulkar) પોતાના સમય દરમ્યાન ઓસ્ટ્રેલીયાની શ્રેષ્ઠ ટીમો સામે રમ્યા છે. આવામાં તેમનુ કહેવુ છે કે, જ્યારે ઓસ્ટ્રેલીયાના હાલના બેટીંગ ક્રમને જોઈએ તો તેઓ અસ્થિર લાગી રહ્યા છે. એવુ લાગે છે કે કેટલાક ખેલાડીઓ તો ટીમમાં સ્થાન મેળવવા માટે રમી રહ્યા છે. એડિલેડ (Adelaide)માં શરમજનક હાર બાદ મેલબોર્ન (Melbourne)માં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે જોરદાર જીત મેળવી હતી. જીત બાદ PTI સાથે તેંદુલકરે વાત કરી હતી.

 

તેંડુલકરે કહ્યુ હતુ કે, જ્યારે તે ઓસ્ટ્રેલીયાના હાલના ખેલાડીઓની બેટીંગ ક્રમને જોઈને ભૂતકાળના બેટીંગ ક્રમને યાદ કરુ તો તે સ્થિર હતી. તે સમયે ખેલાડીઓ એક અલગ પ્રકારના સાહસ સાથે બેટીંગ કરતા હતા. પરંતુ હાલની ટીમમાં ખાસ સ્થિરતા જોવા મળી રહી નથી. તે ખેલાડી અલગ પ્રકારના સાહસ સાથે બેટીંગ કરતા હતા. હાલની ટીમમાં સ્થિરતા નજર નથી આવતી પ્રથમ બે ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયાની ત્રણ પુર્ણ પારીઓમાં ભારતીય બોલરોએ ટીમને ક્રમશઃ 191,195 અને 200 રન પર ઓલઆઉટ કરી હતી. એલન બોર્ડર, માર્ક ટેલર અને વો બંધુઓના સમયમાં આવુ જોવા મળતુ નથી. ત્યાં સુધી કે રીકી પોન્ટીંગ, મેથ્યુ હેડન, ડેમિયન માર્ટિન, એડમ ગીલક્રિસ્ટ અને માઈકલ ક્લાર્કના સમયે ઓસ્ટ્રેલીયાની ટીમ સાથે આવુ નહોતુ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

તેંડુલકરે કહ્યુ હતુ કે, હાલના સમયમાં ઓસ્ટ્રેલીયાની ટીમમાં એવા ખેલાડી છે જે સારા ફોર્મમાં નથી. તે ટીમમાં પોતાના સ્થાનને લઈને સુનિશ્વત નથી. પહેલાની ટીમોમાં બેટ્સમેનો પોતાના સ્થાન પર રમતા હતા અને કારણ કે બેટીંગ ક્રમને લઈને ખૂબ સ્થિરતા જોવા મળતી હતી. સીરીઝનું આકર્ષણ રવિચંદ્રન અશ્વિન અને સ્ટીવ સ્મિથના વચ્ચે પણ જંગ રહી છે. તેંડુલકરે આ અંગે બતાવ્યુ હતુ કે, આખરે કેમ સિનીયર ઓફ સ્પિનર આ બેટ્સમેન પર દબદબો કરવા માટે સફળ રહ્યો હતો.

 

પ્રથમ ટેસ્ટમાં સ્મિથ આર્મ બોલ પર આઉટ થયો. તેને આપ સીધો બોલ કહી શકો છો જેને અશ્વિન અલગ રીતે ફેંકે છે. ઓફ સ્પીનરનો સીધો બોલ ઝડપથી નીકળે છે. બીજી ટેસ્ટમાં બોલ ઝડપથી ના નીકળ્યો, પરંતુ આંગળીયો બોલની ઉપર હતી. જેના કારણે ઉછાળ અને ટર્ન મળ્યો હતો. સ્મિથે નિયમીત ઓફ બ્રેક સમજીને ફ્લિક રમ્યો, જે કોઈપણ બેટ્સમેન કરતો અને તેના માટે ફિલ્ડર ત્યાં મોજૂદ હતો. દિગ્ગજ ખેલાડી સચિને રહાણેની કેપ્ટનશીપ અને શતકને લઈને પણ કહ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, મને લાગે છે કે આ આપણી ટીમનું શાનદાર પ્રદર્શન હતુ. જે રીતે આપણી ટીમ રમવામાં સક્ષમ રહી અને જે રીતે રહાણેએ ટીમની આગેવાની કરી હતી. સાથે જ આપ સિનીયર ક્રિકેટ અને તેના યોગદાનને જુઓ તો ખૂબ સારુ રહ્યુ હતુ.

 

તેંડુલકરે કહ્યુ કે અજીંક્ય રહાણેની 112 રનની ઈનીંગમાં સતર્કતા અને આક્રમકતાનું શાનદાર મિશ્રણ હતુ. તેમને લાગે છે રહાણેએ શાનદાર રમત રમી હતી.તે શાંતચિત્ત હતો. તેનુ વલણ આક્રમક હતુ, પરંતુ ધૈર્ય સાથે આક્રમકતાનું બિલકુલ યોગ્ય મિશ્રણ હતુ. તેંડુલકરેને જીતમાં ઝડપી બોલીંગ આક્રમણના આગેવાન જસપ્રિત બુમરાહના યોગદાનને પણ સરાહના કરી હતી. તેંડુલકરે ડેબ્યુ કરતા 45 અને 35 રનની ઈનીંગ રમવાવાળા ગીલ અને પાંચ વિકેટ ઝડપવાવાળા સિરાઝની પણ તારીફ કરી હતી.

Published On - 10:30 pm, Thu, 31 December 20

Next Article