મોહાલીમાં સાઉથ આફ્રિકા સામે રૂષભ પંતે ફરી એક મોટી તક ગુમાવી, મળશે તેનું પરિણામ?

|

Sep 19, 2019 | 3:08 AM

સાઉથ આફ્રિકા સામે મોહાલીમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં યુવા વિકેટકીપર બેટસમેન રૂષભ પંત નંબર 4 પર બેટિંગ કરવા માટે ઉતર્યા હતા અને માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. વિકેટકીપર બેટસમેન રૂષભ પંત માટે આ મેચ ખુબ મહત્વપૂર્ણ હતી, કારણ કે છેલ્લી ઘણી મેચોમાં તે તકનો સારો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ સાબિત થયા છે અને […]

મોહાલીમાં સાઉથ આફ્રિકા સામે રૂષભ પંતે ફરી એક મોટી તક ગુમાવી, મળશે તેનું પરિણામ?

Follow us on

સાઉથ આફ્રિકા સામે મોહાલીમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં યુવા વિકેટકીપર બેટસમેન રૂષભ પંત નંબર 4 પર બેટિંગ કરવા માટે ઉતર્યા હતા અને માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. વિકેટકીપર બેટસમેન રૂષભ પંત માટે આ મેચ ખુબ મહત્વપૂર્ણ હતી, કારણ કે છેલ્લી ઘણી મેચોમાં તે તકનો સારો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ સાબિત થયા છે અને તેમની પર સારૂ પ્રદર્શન કરવા માટે દબાણ વધી રહ્યુ છે.

રૂષભ પંતને લઈને ટીમ મેનેજમેન્ટે પહેલા જ સાફ કરી દીધુ હતું કે આ બેટસમેન તેમની ભૂલો સતત ફરીથી કરશે તો તેનું પરિણામ તેમને ભોગવવું પડશે. મોહાલીમાં એક વખત ફરી રૂષભ પંત ખરાબ શોટ રમીને આઉટ થયા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે રૂષભ પંત જો વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ દરમિયાન કરેલી ભૂલોને ફરીથી કરશે તો તેમને તેનું પરિણામ ભોગવવુ પડશે. વેસ્ટઈન્ડીઝ પ્રવાસ પર 3 મેચની ટી-20 સીરીઝમાં રૂષભ પંત 69 રન બનાવી શક્યા હતા, ત્યારે 3 મેચની વન-ડે સીરીઝમાં માત્ર 20 રન બનાવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે રૂષભ પંતની સૌથી મોટી નિષ્ફળતા તેમના શોટની પસંદગી માનવામાં આવી રહી છે. પંત ક્રીઝ પર આવતાની સાથે મોટા શોટ રમવાનું વિચારે છે અને તેમના ખરાબ શોટને કારણે રૂષભ પંત મોટી ઈનિંગ નથી રમી શકતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રૂષભ પંત ઘણી વાર ખરાબ શોટ રમીને આઉટ થઈ જાય છે. મહેન્દ્રસિંહ ધોનીના ઉત્તરાધિકારી કહેવામાં આવતા પંત ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા વિશ્વ કપમાં પણ વધારે પ્રભાવશાળી રહ્યા ન હતા. ત્યારે આગામી વર્ષે ટી-20 વિશ્વ કપમાં હાલમાં 1 વર્ષથી વધારે સમય બાકી છે પણ કેપ્ટન વિરાટ કોહલી પહેલા જ તેમની વિસ્તૃત યોજના બનાવી ચૂક્યા છે અને તેમને જણાવ્યું છે કે તેમને ટીમમાં સામેલ યુવાઓ પાસેથી શું અપેક્ષાઓ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article