AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma અને મુંબઈ ઈન્ડિયન્સ 11 વર્ષ સુધી સાથે રહ્યા, બેટ્સમેને આ રીતે વર્ણવી પોતાની સફર

રોહિત શર્મા 2011 થી મુંબઈ ઈન્ડિયન્સ સાથે છે અને તેની કેપ્ટનશિપ હેઠળ ટીમને પાંચ IPL ટાઇટલ અપાવ્યું છે.

Rohit Sharma અને મુંબઈ ઈન્ડિયન્સ 11 વર્ષ સુધી સાથે રહ્યા, બેટ્સમેને આ રીતે વર્ણવી પોતાની સફર
Rohit Sharma posts emotional video of 11 years journey with Mumbai Indians
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 3:00 PM
Share

Rohit Sharma : રોહિત શર્મા (Rohit Sharma)ને તાજેતરમાં જ ભારતની ODI અને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જોકે, આ ખેલાડીએ કેપ્ટન તરીકે પોતાને સાબિત કરી બતાવ્યું છે. રોહિત આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians)નો કેપ્ટન છે અને તેણે પોતાના નેતૃત્વમાં ટીમને પાંચ વખત આઈપીએલ ટાઈટલ અપાવ્યું છે.

તે 2011થી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સાથે સંકળાયેલો છે. જો કે રોહિતે તેની IPL કરિયરની શરૂઆત Deccan Chargers થી કરી હતી અને પછી તે મુંબઈની ટીમમાં આવ્યો હતો. રોહિત આજે 11 વર્ષ આ ટીમ સાથે પુરા થયા છે અને આ બેટ્સમેને આ પ્રસંગે ટીમ સાથેની પોતાની યાદો તાજી કરી છે.

રોહિતે મુંબઈ ઈન્ડિયન્સ સાથે વિતાવેલી પળોને યાદ કરી

રોહિતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મુંબઈ સાથે વિતાવેલી પળોને યાદ કરી અને એક વીડિયો અપલોડ કર્યો. આ મામલે મુંબઈની ટીમ પણ પાછળ નથી. આ ફ્રેન્ચાઇઝીએ રોહિતનો એક ફોટો પણ પોસ્ટ કર્યો છે જેમાં રોહિત IPL ટ્રોફી પકડી રહ્યો છે. ફ્રેન્ચાઇઝીએ રોહિતનો આ ફોટો એ ટ્વીટ સાથે એટેચ કર્યો છે જ્યારે ટીમે રોહિતને તેમની સાથે જોડ્યો હતો. આ ટ્વીટ 8 જાન્યુઆરી 2011નું છે જેમાં ફ્રેન્ચાઈઝીએ લખ્યું હતું કે, “મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને 20 લાખમાં ખરીદ્યો છે”.

2013માં કેપ્ટન બન્યો

રોહિતને 2013માં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને કેપ્ટન તરીકેના પોતાના પ્રથમ વર્ષમાં જ રોહિતે મુંબઈને પ્રથમ આઈપીએલ ટાઈટલ અપાવ્યું હતું. તેને મહાન બેટ્સમેન અને બે વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગની જગ્યાએ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે વર્ષે મુંબઈએ મહેન્દ્ર સિંહ ધોનીના સુકાની ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. આ પછી તેણે તે સમયે યોજાનારી ચેમ્પિયન્સ લીગ T20 પણ જીતી હતી. રોહિતે અહીંથી શરૂ કરેલી સફર આજ સુધી ચાલુ છે અને આ જમણા હાથના બેટ્સમેનની કપ્તાનીમાં મુંબઈએ 2015, 2017, 2019, 2020માં પણ ટાઈટલ જીત્યા હતા.

આવી રીતે બન્યો કેપ્ટન

રવિચંદ્રન અશ્વિન સાથે વાત કરતાં રોહિતે 2020માં IPLની કેપ્ટનશીપ મેળવવાનો કિસ્સો શેર કર્યો. તેણે કહ્યું હતું કે, “તે (રિકી પોન્ટિંગ) રન બનાવી રહ્યો ન હતો તેથી તેણે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો. તેણે મને બોલાવ્યો અને મને કેપ્ટનશિપ સોંપી. તે 2013માં અમારા કેપ્ટન કમ કોચ હતા. તે હંમેશા મને મદદ કરવા તૈયાર રહે છે.”

મુંબઈએ આ વર્ષે પણ રોહિતને રિટેન કર્યો છે અને આશા છે કે 2022માં ટીમ રોહિતની કપ્તાનીમાં વધુ એક IPL ટાઇટલ જીતશે.

આ પણ વાંચો : Uttar Pradesh Election 2022: યુપી ચૂંટણીમાં શક્તિ બતાવવા માટે તૈયાર છે નાના રાજકીય પક્ષો, જે સત્તા ફેરવી શકે છે

g clip-path="url(#clip0_868_265)">