રોહિત શર્મા 264 રન નોટ આઉટ, 6 વર્ષ અગાઉ આજના દિવસે વન ડેમાં સૌથી મોટી ઈનીંગ રમી હતી, જાણો 10 મોટી વાત

|

Nov 13, 2020 | 5:38 PM

ક્રિકેટ ઈતિહાસમાં 13 નવેમ્બરનો દિવસ રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયા અને ભારતીય ક્રિકેટ ચાહકો અને સૌથી વધારે શ્રીલંકન ટીમ ક્યારેય ભુલી નહી શકે. આ દિવસે છ વર્ષ અગાઉ એટલે કે 2014ના વર્ષમાં રોહિત શર્માએ વન ડે ક્રિકેટના ઈતીહાસમાં સૌથી મોટી ઇનીંગ રમી હતી, જેનુ સાક્ષી કલકત્તાનું ઇડન ગાર્ડન બન્યુ હતુ. રોહિત શર્માએ અણનમ મોટી ઈનીંગ […]

રોહિત શર્મા 264 રન નોટ આઉટ, 6 વર્ષ અગાઉ આજના દિવસે વન ડેમાં સૌથી મોટી ઈનીંગ રમી હતી, જાણો 10 મોટી વાત

Follow us on

ક્રિકેટ ઈતિહાસમાં 13 નવેમ્બરનો દિવસ રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયા અને ભારતીય ક્રિકેટ ચાહકો અને સૌથી વધારે શ્રીલંકન ટીમ ક્યારેય ભુલી નહી શકે. આ દિવસે છ વર્ષ અગાઉ એટલે કે 2014ના વર્ષમાં રોહિત શર્માએ વન ડે ક્રિકેટના ઈતીહાસમાં સૌથી મોટી ઇનીંગ રમી હતી, જેનુ સાક્ષી કલકત્તાનું ઇડન ગાર્ડન બન્યુ હતુ. રોહિત શર્માએ અણનમ મોટી ઈનીંગ 264 રનની રમી હતી. આવો એક નજર કરીએ રોહિતના આ રેકોર્ડની 10 મોટી વાતો પર

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1- વન ડે ક્રિકેટની આઠમી બેવડી સદીઃ રોહિત શર્માના બેટથી નિકળેલી ત્રીજી અને વન ડે ક્રિકેટની આઠમી ડબલ સદી હતી. રોહિત શર્મા ઉપરાંત ગુપ્ટિલ, સહેવાગ, ગેઈલ, સચિન અને ફખ્ર જમાંના નામે એક એક બેવડી સદી નોંધાયેલા છે. 

2- રોહિત અને નવેમ્બરઃ રોહિતના બેટથી નવેમ્બર મહિનામાં જ નિકળેલ બીજી બેવડી સદી હતી. આ પહેલા વર્ષ 2013માં ઓસ્ટ્રેલીયા સામે બેંગ્લોરમાં 209 રન કર્યા હતા.

3- રોહિત અને નંબર 13ઃ રોહિત શર્માની ત્રણેય બેવડી સદીના કનેકશનનો નંબર 13થી સંયોગમાં રહ્યો છે. સૌથી પહેલી બેવડી સદી ઓસ્ટ્રેલીયા સામે વર્ષ 2013માં ફટકારી હતી. બીજી 13 નવેમ્બર 2014માં, જ્યારે ત્રીજી 2017માં 13 ડિસેમ્બરે સદી ફટકારી હતી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

4- હારજીતનું અંતર પણ 13ઃ રોહિત શર્માએ જે મેચમાં 264 રન કર્યા હતા, તે મેચમાં શ્રીલંકાની ટીમ 251 રન પર અટકી ગઈ હતી. એટલે કે રોહિતના સ્કોર અને શ્રીલંકન ટીમના સ્કોર વચ્ચે પણ અંતર 13 રનનું રહ્યુ હતુ.

5- સૌથી વધુ 152.6નો સ્ટ્રાઇક રેટઃ વન ડે ક્રિકેટમાં અત્યાર સુધીમાં નોંધાયેલી આઠ બેવડી સદીઓમાં સૌથી વધારે સ્ટ્રાઇક રેટ પણ રોહિત શર્માના બેટથી નિકળેલ 264 રનની અણનમ ઈનીંગનો રહ્યો છે. 

6- સોથી વધુ 33 ચોગ્ગાઃ રોહિત શર્માએ 264 રનની અણનમ ઈનીંગમાં 33 ચોગ્ગા લગાવ્યા હતા. આ કોઈ પણ વન ડે બેવડી સદીમાં સૌથી વધુ ચોગ્ગાનો આંક છે. આ પહેલા આ રેકોર્ડ સહેવાગના નામે હતો, તેણે 25 ચોગ્ગા લગાવ્યા હતા.

7- 173 બોલનો સામનો કર્યોઃ રોહિત શર્માએ 264 રનની ઈનીંગમાં 173 બોલ રમ્યો હતો. મતલબ 300 બોલની ક્રિકેટ મેચની એક ઈનીંગમાં સૌથી વધુ બોલ રમનારા બેટ્સમેનમાં સંયુક્ત રુપે પાંચમાં નંબરે રહ્યો છે. આ મામલામાં રેકોર્ડ ગ્લેન ટર્નર 201 બોલ રમ્યો હતો. ભારતીયો વચ્ચે રોહિત ગાવાસ્કર પછી આ મામલામાં બીજા સ્થાને છે. 

આ પણ વાંચો: દિવસભરના ઉતારચઢાવના અંતે શેરબજાર થોડી વૃદ્ધિ સાથે બંધ થયા, સેન્સેક્સ અને નિફટીમાં 0.2 ટકાનો વધારો

 

8- ચોગ્ગા અને છગ્ગાથી સૌથી વધુ રનઃ રોહિત શર્માએ 264 રનમાં 186 રન ચોગ્ગા અને છગ્ગાથી લગાવ્યા હતા. જે કોઇ પણ બેવડી સદીમાં વન ડે ક્રિકેટમાં સૌથી વધુ છે. રોહિત શર્માએ 33 ચોગ્ગા ઉપરાંત 9 છગ્ગા લગાવ્યા હતા. 

9- રોહિતએ ટીમના 65.34 ટકા રન બનાવ્યાઃ રોહિત શર્માએ 264 રનની મદદથી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકન ટીમ સામે 404 રન બનાવ્યા હતા. એટલે કે કુલ સ્કોરના 65.34 ટકા રન એકલા રોહિત શર્માએ જ બનાવ્યા હતા.જો કે એક વન ડેમાં રિચર્ડસ અને કપિલ દેવ પછી ત્રીજા હાઈએસ્ટ પર્સેન્ટેજ છે.

10- 198 રનનો મોટુ અંતરઃ રોહિતએ જે મેચમાં અણનમ 264 રન બનાવ્યા હતા તેમાં કોહલીએ 66 રન સાથે બીજો સફળ બેટસમેન રહ્યો છે. આ પ્રકારે ટીમના હાઇએસ્ટ અને સેકન્ડ હાઈએસ્ટ વચ્ચે 198 રનનું અંતર રહ્યુ હતુ. જે વધારે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article