Republic Day: વાસિમ જાફરે ખાસ અંદાજમાં ટ્વીટ કરીને જીતી લીધુંં સૌનું દિલ

|

Jan 26, 2021 | 12:12 PM

ભારત દેશ આજે પોતાનો 72 માં ગણતંત્ર દિવસ (Republic Day) ને ઉજવી રહ્યો છે. આ પર્વ પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) , માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર, પૂર્વ ક્રિકેટર વાસિમ જાફર અને વિરેન્દ્ર સહેવાગ આ તમામે પણ ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ દેશવાસીઓને પાઠવી છે.

Republic Day: વાસિમ જાફરે ખાસ અંદાજમાં ટ્વીટ કરીને જીતી લીધુંં સૌનું દિલ
Wasim Jaffer

Follow us on

ભારત દેશ આજે પોતાનો 72 માં ગણતંત્ર દિવસ (Republic Day) ને ઉજવી રહ્યો છે. આ પર્વ પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) , માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર, પૂર્વ ક્રિકેટર વાસિમ જાફર અને વિરેન્દ્ર સહેવાગ આ તમામે પણ ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ દેશવાસીઓને પાઠવી છે. વાસિમ જાફરે (Wasim Jaffer) એક ફોટો દ્વારા ફેન્સને પર્વ પર ખાસ શુભેચ્છા આપી છે. તેમણે ટ્વીટ કરીને સૌનુ દિલ જીતી લીધુ છે. જાફરે એક ફોટો શેર કર્યો છે, જેમાં એક બાળક સામે દુનિયાનો નકશો છે. જે નકશામાં બાળક ફ્રાંસ અને બ્રાઝિલ બતાવી રહ્યો છે, પરંતુ તેને પુછવામાં આવે છે ભારત ક્યાં છે તો જવાબમાં તે પોતાના દિલ પર હાથ મુકી દે છે.

તમામ ભારતવાસીયોને માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. 1950માં આજના દિવસે ભારતનુ સંવિધાન લાગુ કરવામાં આવ્યુ હતુંં. ત્યારથી આજના દિવસને ભારતના ગણતંત્ર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. 15 ઓગષ્ટ 1947 એ ભારત અંગ્રેજોથી આઝાદ થયો હતો, તેના ત્રણ વર્ષ બાદ દેશનુ સંવિધાન લાગુ કરવામાં આવ્યુ હતુંં. એક સ્વતંત્ર ગણરાજ્ય બનવા માટે ભારતીય સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર 1949માં સંવિધાન અપનાવવામાં આવ્યુ હતુંં. જોકે તેને 26 જાન્યુઆરી 1950 માં લાગુ કરવામાં આવ્યુ હતુંં.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
Next Article