પઠાણ અને પંડ્યા બંધુ બાદ ભારતીય ટીમમાં આ બંને ભાઈ દેખાડશે પોતાની રમત વીરતા

|

Jul 22, 2019 | 9:10 AM

ભારતીય ટીમમાં સામેલ થવાવાળા નવા ચેહરા રાહુલ ચાહરના પરિવારમાં ખુશીનો માહોલ છે. ટીમમાં પસંદગીકર્તાઓએ લેગ સ્પિનર રાહુલ ચાહરને વેસ્ટ ઈન્ડિઝની સામે યોજાનારી 3 મેચની ટી-20 સીરીઝ માટે ભારતની સિનીયર ક્રિકેટ ટીમમાં સામેલ કર્યા છે. રાહુલના પિતરાઈ ભાઈ દિપક ચાહર પણ ભારતીય ટીમમાં સામેલ છે. રાહુલના પિતા દેશ રાજે કહ્યું કે બંને દીકરાઓનું રાષ્ટ્રીય ટીમમાં પસંદ […]

પઠાણ અને પંડ્યા બંધુ બાદ ભારતીય ટીમમાં આ બંને ભાઈ દેખાડશે પોતાની રમત વીરતા

Follow us on

ભારતીય ટીમમાં સામેલ થવાવાળા નવા ચેહરા રાહુલ ચાહરના પરિવારમાં ખુશીનો માહોલ છે. ટીમમાં પસંદગીકર્તાઓએ લેગ સ્પિનર રાહુલ ચાહરને વેસ્ટ ઈન્ડિઝની સામે યોજાનારી 3 મેચની ટી-20 સીરીઝ માટે ભારતની સિનીયર ક્રિકેટ ટીમમાં સામેલ કર્યા છે.

રાહુલના પિતરાઈ ભાઈ દિપક ચાહર પણ ભારતીય ટીમમાં સામેલ છે. રાહુલના પિતા દેશ રાજે કહ્યું કે બંને દીકરાઓનું રાષ્ટ્રીય ટીમમાં પસંદ થવુ તેમના માટે ખુબ ખાસ છે. તેમના પરિવારમાં હાલમાં ખુબ ખુશીનો માહોલ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ધોનીએ કરી આ ભાઈની મદદ

દેશ રાજે કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોનીએ 2017માં રાઈજિંગ પૂણે સુપરજાયન્ટસ તરફથી રમવા દરમિયાન રાહુલની ખુબ મદદ કરી છે. રાહુલે મને કહ્યું કે ધોની સરે પૂણેની સાથે તેમના સમય દરમિયાન તેમની ખુબ મદદ કરી છે. તે હંમેશા મારા દીકરાની મદદ માટે તૈયાર રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાહુલ હવે દીપકની સાથે રાષ્ટ્રીય ટીમમાં જોડાશે. દીપક IPLમાં ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે. તેમને કહ્યું કે દરેક બાળક જે બોલ અને બેટ ઉઠાવે છે તે ભારત માટે રમવા ઈચ્છે છે પણ મારા બે દીકરાઓ રાષ્ટ્રીય ટીમમાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાહુલ અને દીપક પિતરાઈ ભાઈ છે. રાહુલ અને દીપકના પિતા બંને સગા ભાઈ છે અને બંનેની માતા પણ સગી બહેનો છે. રાહુલે મોટાભાઈ દીપકને જોઈને જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ હતું. IPLની ફાઈનલમાં દીપક ચેન્નાઈ ટીમ માટે રમ્યા હતા. 27 વર્ષીય દીપક ચાહર ફાસ્ટ બોલર છે.

[yop_poll id=”1″]

રાહુલ અને દીપક ચાહરની જોડી ભારતીય ક્રિકેટ ટીમમાં એક સાથે રમનારા ભાઈઓની ચોથી જોડી બની શકે છે. તે પહેલા મોહિન્દર અમરનાથ અને સુરિન્દર અમરનાથ, ઈરફાન અને યૂસુફ પઠાણ અને હાર્દિક અને કુણાલ પંડ્યા ભારતીય ટીમમાં રમી ચૂક્યા છે. આ 3 જોડીઓ સગા ભાઈઓની હતી, જ્યારે રાહુલ અને દીપક પિતરાઈભાઈઓ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article