AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રો કબડ્ડી લીગ આજથી શરુ, પહેલી મેચમાં અદાણીની ગુુજરાત જાયન્ટ્સ સાથે ટકરાશે તેલુગુ ટાઈટન્સ, જાણો ક્યાં જોઈ શકશો મેચ

પ્રો કબડ્ડી લીગ (PKL) ની 10મી સીઝન આજથી એટલે કે 2 ડિસેમ્બર 2023થી શરૂ થવા જઈ રહી છે. અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ દ્વારા એરેનાથી શરૂ કરીને દેશભરના 12 શહેરોમાં આ સિઝનનું આયોજન કરવામાં આવશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ વિ તેલુગુ ટાઇટન્સ વચ્ચે થશે, જે રાત્રે 8 વાગ્યાથી રમાશે.

પ્રો કબડ્ડી લીગ આજથી શરુ, પહેલી મેચમાં અદાણીની ગુુજરાત જાયન્ટ્સ સાથે ટકરાશે તેલુગુ ટાઈટન્સ, જાણો ક્યાં જોઈ શકશો મેચ
Pro Kabaddi Gujarat Giants vs Telugu Titans
| Updated on: Dec 02, 2023 | 2:48 PM
Share

ભારતની સૌથી પ્રિય રમત, કબડ્ડી, પ્રો કબડ્ડી લીગની 10મી સીઝન આજે એટલે કે 2જી ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટની શરૂઆત પહેલા દિવસની પહેલી મેચ અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સે આજે તેલુગુ ટાઈટન્સ સાથે ભીડવા જઈ રહી છે ફેઝલ અત્રાચલી ગુજરાત જાયન્ટ્સ ટીમના કેપ્ટન છે જ્યારે તેલુગુ ટાઈટન્સની ટીમના કેપ્ટન પવન સહેરાવત છે.

પ્રો કબડ્ડી લીગ (PKL) ની 10મી સીઝન આજથી એટલે કે 2 ડિસેમ્બર 2023થી શરૂ થવા જઈ રહી છે. અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ દ્વારા એરેનાથી શરૂ કરીને દેશભરના 12 શહેરોમાં આ સિઝનનું આયોજન કરવામાં આવશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ વિ તેલુગુ ટાઇટન્સ વચ્ચે થશે, જે રાત્રે 8 વાગ્યાથી રમાશે.

બંને ટીમો જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવા પર નજર રાખશે. તેમના હોમ ગ્રાઉન્ડ EKA એરેના, અમદાવાદથી શરૂ કરીને, ગુજરાત જાયન્ટ્સ PKL 2023 ની શરૂઆતની મેચ માટે એક મજબૂત ટીમ સાબિત થઈ શકે છે.

ગુજરાત જાયન્ટ્સ અદાણીની ટીમ

ગુજરાત જાયન્ટ્સ અગાઉ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ તરીકે ઓળખાય છે. મેન્સ કબડ્ડી ટીમ અમદાવાદ સ્થિત છે. ટીમના વર્તમાન માલિક અદાણી વિલ્મર લિમિટેડ છે. ટીમનું હોમ વેન્યુ ધ એરેના બાય ટ્રાન્સસ્ટેડિયા છે. ટીમનો કપ્તાન અનુભવી રેઇડર ચંદ્રન રણજીત છે. તેને ડિફેન્ડર રિંકુ નરવાલ મદદ કરી રહ્યો છે.

ગુજરાત જાયન્ટ્સ Vs તેલુગુ ટાઇટન્સ પ્લેયર :

ગુજરાત જાયન્ટ્સના ખેલાડીઓ : ફેઝલ અત્રાચલી, રોહિત ગુલિયા, મોહમ્મદ ઈસ્માઈલ નબીબખ્શ, અકરમ શેખ, સોમબીર, બાલાજી ડી., વિકાસ જાગલન, સૌરવ ગુલિયા, દીપક રાજેન્દ્ર સિંહ, મોરે જે. બી., રવિ કુમાર, જગદીપ, નિતેશ, જિતેન્દ્ર યાદવ, મનુજ, સોનુ, પ્રતિક દહિયા, રોહન સિંહ, રાકેશ, નીતિન

તેલુગુ ટાઇટન્સ ખેલાડીઓ : પવન કુમાર સેહરાવત, શંકર ભીમરાજ ગડાઈ, ઓમકાર આર. મોરે, ગૌરવ દહિયા, અજિત પાંડુરંગ પવાર, મોહિત, રોબિન ચૌધરી, હમીદ મિરઝાઈ નાદર, મિલાદ જબ્બારી, પરવેશ ભૈંસવાલ, રજનીશ, નીતિન, વિનય, સંજીવી એસ, અંકિત, પ્રફુલ્લ સુદામ જાવરે, ઓમકાર નારાયણ પાટીલ

પ્રો કબડ્ડી લીગ 2023-24ની મેચો ક્યાં જોવી?

પ્રો કબડ્ડી લીગ 2023-24 સીઝનની લાઈવ એક્શન ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ સાથે, તમે સ્ટાર નેટવર્ક પર વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં મેચનો આનંદ પણ લઈ શકો છો. પ્રો કબડ્ડી લીગ 2023-24 મેચો પણ ડિઝની પ્લસ હોટસ્ટાર પર મફતમાં સ્ટ્રીમ કરી શકાય છે. ટુર્નામેન્ટની તમામ મેચો રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">