AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સદીના મહાન ફુટબોલર Peleનુ નિધન, કેન્સર સામે લડતા જિંદગીનો જંગ હાર્યા

મહાન ફુટબોલર પેલે 82 વર્ષની વયે અવસાન પામ્યા છે. બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેને આંતરડાનું કેન્સર હતું. છેલ્લા કેટલાક દિવસોથી તે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

સદીના મહાન ફુટબોલર Peleનુ નિધન, કેન્સર સામે લડતા જિંદગીનો જંગ હાર્યા
Pele કેન્સર સામે હાર્યા
| Updated on: Dec 30, 2022 | 1:42 AM
Share

સદીના મહાન ફુટબોલર પેલેએ અંતિમ શ્વાસ લીધા. તેઓએ 82 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમના પરિવારજનો પણ પણ તેમના અંતિમ સમયે તેમની પાસે હતા. પેલે કોલોન કેન્સરથી બિમાર હતા. તેઓના શરીરના અંગો એક બાદ એક કામ કરતા બંધ થવા લાગ્યા હતા. પેલેને છેલ્લા કેટલાક દિવસથી સ્પેશિયલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. પેલેના અવસાનથી ફુટબોલ જગત શોકમગ્ન બન્યુ છે. વિશ્વભરમાં શોકની લાગણી છવાઈ છે. દુનિયા દિગ્ગજોએ પેલેના અવસાન પર દુઃખ વ્યક્ત  કર્યુ છે.

બ્રાઝિલ માટે ફોરવર્ડ રમતા પેલેને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ 199માં તેમને એથ્લેટ ઓફ થ સેન્ચુરી કહ્યા હતા. પેલએ 1363 મેચમાં 1279 ગોલ કરવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો. પેલે ફુટબોલ વિશ્વકપ જીતનાર એક માત્ર ખેલાડી હતા. તેઓ 1958, 1962 અને 1970 એમ ત્રણ વિશ્વ વિજેતા હતા. પેલે બ્રાઝિલ માટે સંયુક્ત રુપથી સૌથી વધારે ગોલ કરનાર ફુટબોલર હતા. તેઓએ 92 મેચમાં 77 ગોલ કર્યા હતા.

કિશોર ઉંમરમાં જ આંતરરાષ્ટ્રીય પદાર્પણ

માત્ર 16 વર્ષની ઉંમરે જ પેલે આંતરરાષ્ટ્રીય મેચનો હિસ્સો બન્યા હતા. આમ તેઓ કિશોરાવસ્થામાં જ આંતરરાષ્ટ્રીય ફુટબોલ મેચમાં તેઓ ડેબ્યૂ કરી ચુક્યા હતા. તેઓએ 15 વર્ષની વયથી જ સાંતોસ તરફથી ફુટબોલ રમવાની શરુઆત કરી હતી. જેના એક વર્ષ બાદ જ તેઓ બ્રાઝિલની નેશનલ ફુટબોલ ટીમનો હિસ્સો બની ચુક્યા હતા. પેલેએ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ આર્જેન્ટિના સામે કર્યુ હતુ.

પેલેએ 7 જુલાઈ 1957માં ડેબ્યૂ કર્યુ હતુ. જે મેચ બ્રાઝિલે 2-1 થી જીતી લીધી હતી. જે મેચમાં પેલેએ બ્રાઝિલના સૌથી યુવા ફુટબોલર તરીકે ગોલ કરી ઇતિહાસ રચી દીધો હતો. તે સમયે તેમની ઉંમર માત્ર 16 વર્ષ અને 9 મહિના જ હતી. જેના આગળના વર્ષે તેઓ વિશ્વકપ ટીમનો હિસ્સો બન્યા અને ટીમ વિશ્વ ચેમ્પિયન બની હતી. જે વખતે પણ સૌથી યુવા ફુટબોલર તરીકે વિશ્વકપ રમ્યા હતા.

રેકોર્ડની વણઝાર કરી દીધી

બ્રાઝિલના આ મહાન ફુટબોલરે વિક્રમોની વણઝાર શરુઆતથી લગાવી રાખી હતી. ફ્રાંસ સામે સેમિફાઈનલ મેચમાં પેલેએ હેટ્રિક લગાવી હતી. વિશ્વકપના ઈતિહાસમાં સૌથી યુવા ફુટબોલર તરીકે તેઓએ હેટ્રિક નોંધાવી હતી. 1958ના વિશ્વકપમાં તેઓ ફાઈનલ મેચ રમનાર સૌથી યુવા ખેલાડી હતા. ફાઈનલ મેચમાં રમતી વખતે તેમની ઉંમર માત્ર 17 વર્ષ અને 249 વર્ષ હતી. ફાઈનલ મેચમાં પેલેએ 2 ગોલ નોંધાવ્યા હતા. આ મેચ બ્રાઝિલે સ્વિડનને હરાવી જીતી લીધી હતી. પેલે આ વિશ્વકપ ફાઈનલ સાથે જ વિશ્વભરમાં છવાઈ ગયા હતા. પુરી દુનિયામાં તે લોકપ્રિયતા હાંસલ કરવા લાગ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">