
સામાન્ય રીતે કંપનીઓ નોકરીની ખાલી જગ્યાઓ જાહેર કરવા માટે LinkedIn નો ઉપયોગ કરે છે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની તાજેતરની એક જોબ પોસ્ટે એક અલગ જ કારણસર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. 31 ઓગસ્ટે PCB એ પાકિસ્તાનની પુરુષ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે ફિલ્ડિંગ કોચની ખાલી જગ્યા જાહેર કરી હતી. આ પદ રેડ અને વ્હાઇટ બોલ બંને ફોર્મેટ માટે છે. બોર્ડે અનુભવી કોચ પાસેથી અરજીઓ મંગાવી છે. જે રાષ્ટ્રીય ટીમ સાથે કામ કરીને ખેલાડીઓના ફિલ્ડિંગના ધોરણમાં સુધારો કરી શકે. PCB એ આ પદની જવાબદારીને પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓની ફિલ્ડિંગ કુશળતા વિકસાવવા અને તેમાં સુધારો કરવા સાથે જોડાયેલી ગણાવી છે.
જોબ લિસ્ટિંગમાં Required Education, Competency and Experience હેઠળ ઉમેદવારો માટે અનેક લાયકાતો નક્કી કરવામાં આવી છે. ઉમેદવાર પાસે ઓછામાં ઓછી Level II Cricket Coaching Accreditation હોવી જોઈએ. આ ઉપરાંત એલિટ ક્રિકેટરો, રાષ્ટ્રીય ટીમો, ફ્રેન્ચાઇઝી ટીમો અથવા આંતરરાષ્ટ્રીય ટીમો સાથે સમાન ભૂમિકામાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ પણ જરૂરી છે.
બોર્ડ એવા ઉમેદવારની શોધમાં છે, જેને ફિલ્ડિંગ ટેકનિક, ગેમ એનાલિસિસ અને ખેલાડી વિકાસની સારી સમજ હોય. આધુનિક કોચિંગ સિસ્ટમનું મૂલ્યાંકન કરવા તેમજ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ધોરણ સુધી પહોંચાડવાનો અનુભવ પણ ઉમેદવાર માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મજબૂત પ્લાનિંગ અને મેનેજમેન્ટ સ્કિલ્સ, અલગ-અલગ પૃષ્ઠભૂમિના લોકો સાથે કામ કરવાની ક્ષમતા, એનાલિટિકલ અને પ્રોબ્લેમ-સોલ્વિંગ સ્કિલ્સ તથા કમ્પ્યુટરનું જ્ઞાન પણ જરૂરી છે. કોચિંગ સોફ્ટવેરનું જ્ઞાન વધારાની લાયકાત તરીકે દર્શાવવામાં આવ્યું છે.
PCB અનુસાર, રસ ધરાવતા ઉમેદવારો 9 સપ્ટેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી બોર્ડની વેબસાઇટ મારફતે અરજી કરી શકે છે. LinkedIn પર નોકરીની જાહેરાત સામાન્ય બાબત છે. પરંતુ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના આટલા મહત્વના કોચિંગ પદ માટે ક્રિકેટ બોર્ડે જાહેરમાં જાહેરાત કરતાં સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચાયું હતું. પોસ્ટ સામે આવતા જ અનેક લોકોએ ભરતી પ્રક્રિયાને લઈને મજાકિયા અને વ્યંગાત્મક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
Just clocked that PCB put up a LinkedIn post to hire a fielding coach last night pic.twitter.com/S7coGHQzFr
— Rohit Sankar (@imRohit_SN) September 1, 2026