AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LinkedIn પર મળશે પાકિસ્તાન ટીમને નવો ફિલ્ડિંગ કોચ? ક્રિકેટ બોર્ડની અનોખી ભરતી જોઈ સોશિયલ મીડિયા પર યુઝર્સે ઉડાવી મજાક

Level II માન્યતા અને પાંચ વર્ષના એલિટ કોચિંગ અનુભવ જેવી શરતો ધરાવતી આ નોકરીની જાહેરાતે પાકિસ્તાન ક્રિકેટમાં થતી કથિત મનસ્વી નિમણૂકોને લઈને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

LinkedIn પર મળશે પાકિસ્તાન ટીમને નવો ફિલ્ડિંગ કોચ? ક્રિકેટ બોર્ડની અનોખી ભરતી જોઈ સોશિયલ મીડિયા પર યુઝર્સે ઉડાવી મજાક
PCB LinkedIn PostImage Credit source: PTI
| Updated on: Sep 03, 2026 | 8:34 AM
Share

સામાન્ય રીતે કંપનીઓ નોકરીની ખાલી જગ્યાઓ જાહેર કરવા માટે LinkedIn નો ઉપયોગ કરે છે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની તાજેતરની એક જોબ પોસ્ટે એક અલગ જ કારણસર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. 31 ઓગસ્ટે PCB એ પાકિસ્તાનની પુરુષ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે ફિલ્ડિંગ કોચની ખાલી જગ્યા જાહેર કરી હતી. આ પદ રેડ અને વ્હાઇટ બોલ બંને ફોર્મેટ માટે છે. બોર્ડે અનુભવી કોચ પાસેથી અરજીઓ મંગાવી છે. જે રાષ્ટ્રીય ટીમ સાથે કામ કરીને ખેલાડીઓના ફિલ્ડિંગના ધોરણમાં સુધારો કરી શકે. PCB એ આ પદની જવાબદારીને પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓની ફિલ્ડિંગ કુશળતા વિકસાવવા અને તેમાં સુધારો કરવા સાથે જોડાયેલી ગણાવી છે.

ઉમેદવાર માટે શું છે લાયકાત?

જોબ લિસ્ટિંગમાં Required Education, Competency and Experience હેઠળ ઉમેદવારો માટે અનેક લાયકાતો નક્કી કરવામાં આવી છે. ઉમેદવાર પાસે ઓછામાં ઓછી Level II Cricket Coaching Accreditation હોવી જોઈએ. આ ઉપરાંત એલિટ ક્રિકેટરો, રાષ્ટ્રીય ટીમો, ફ્રેન્ચાઇઝી ટીમો અથવા આંતરરાષ્ટ્રીય ટીમો સાથે સમાન ભૂમિકામાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ પણ જરૂરી છે.

ઉમેદવારને કમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી

બોર્ડ એવા ઉમેદવારની શોધમાં છે, જેને ફિલ્ડિંગ ટેકનિક, ગેમ એનાલિસિસ અને ખેલાડી વિકાસની સારી સમજ હોય. આધુનિક કોચિંગ સિસ્ટમનું મૂલ્યાંકન કરવા તેમજ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ધોરણ સુધી પહોંચાડવાનો અનુભવ પણ ઉમેદવાર માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મજબૂત પ્લાનિંગ અને મેનેજમેન્ટ સ્કિલ્સ, અલગ-અલગ પૃષ્ઠભૂમિના લોકો સાથે કામ કરવાની ક્ષમતા, એનાલિટિકલ અને પ્રોબ્લેમ-સોલ્વિંગ સ્કિલ્સ તથા કમ્પ્યુટરનું જ્ઞાન પણ જરૂરી છે. કોચિંગ સોફ્ટવેરનું જ્ઞાન વધારાની લાયકાત તરીકે દર્શાવવામાં આવ્યું છે.

PCB અનુસાર, રસ ધરાવતા ઉમેદવારો 9 સપ્ટેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી બોર્ડની વેબસાઇટ મારફતે અરજી કરી શકે છે. LinkedIn પર નોકરીની જાહેરાત સામાન્ય બાબત છે. પરંતુ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના આટલા મહત્વના કોચિંગ પદ માટે ક્રિકેટ બોર્ડે જાહેરમાં જાહેરાત કરતાં સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચાયું હતું. પોસ્ટ સામે આવતા જ અનેક લોકોએ ભરતી પ્રક્રિયાને લઈને મજાકિયા અને વ્યંગાત્મક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ પણ વાંચો, Breaking News: શુભમન ગિલ-શ્રેયસ અય્યરને BCCIનું તેડું, ઈંગ્લેન્ડ-આયર્લેન્ડમાં હારનો થશે હિસાબ

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
g clip-path="url(#clip0_868_265)">