Olympics 2024 Live: મનુ ભાકર, નિખત ઝરીન, પીવી સિંધુ પર નજર, આજે ભારત જીતી શકે છે 2 મેડલ

|

Jul 28, 2024 | 9:28 AM

Paris Olympics Live Updates: 27 જુલાઈ પેરિસ ઓલિમ્પિક માટે ખાલી દિવસ હતો. ભારતનું મેડલ ખાતું ખોલાવી શકાયું નથી. પરંતુ, 28 જુલાઇએ ભારત એક નહીં પરંતુ બે મેડલ જીતી શકે તેવી આશા છે. ખાસ વાત એ છે કે આ બંને મેડલ ગોલ્ડ પણ હોઈ શકે છે.

Olympics 2024 Live:  મનુ ભાકર, નિખત ઝરીન, પીવી સિંધુ પર નજર, આજે ભારત જીતી શકે છે 2 મેડલ
Paris Olympics Live Updates

Follow us on

Paris Olympics Live Updates: પેરિસ ઓલિમ્પિક્સ 2024 સત્તાવાર રીતે શુક્રવારે એટલે કે 26 જુલાઈથી શરૂઆત થઈ ગઈ છે. પેરિસ ઓલિમ્પિક્સ ગેમ્સનો ઐતિહાસિક ઉદઘાટન સમારોહ શુક્રવારે રાત્રે પેરિસની સીન નદી પર યોજાયો હતો. આ ઓપનિંગ સેરેમનીમાં 206 દેશોના 6500થી વધુ ખેલાડીઓએ 94 બોટમાં સવાર થઈને ભાગ લીધો હતો. હવે સૌની નજર મેડલ જીતવા પર છે. શનિવારથી મેડલ જીતવા માટે સ્પર્ધાઓ શરૂ થઈ રહી છે. 32 રમતોમાં 329 સુવર્ણ ચંદ્રકો પર ખેલાડીઓ દાવ લગાવશે. જેના માટે કુલ 206 એસોસિયેશન અને દેશના 10,500 એથ્લેટ ભાગ લઈ રહ્યા છે. જો કે, ભારત 32માંથી 16 રમતોમાં હિસ્સો લેશે, જેના માટે 117 ખેલાડીઓની ટીમને મેદાનમાં ઉતારવામાં આવી છે.

Published On - 8:24 am, Sat, 27 July 24

Next Article