
પેરિસ ઓલિમ્પિકમાં જેવલિન થ્રો ઈવેન્ટમાં પાકિસ્તાનના એથ્લેટ અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. અરશદ પાકિસ્તાન માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલો વ્યક્તિગત ખેલાડી બન્યો છે. અરશદ નદીમ માટે આ જીત ખુબ ખાસ છે કારણ કે, તેમણે ટોક્યો ઓલિમ્પિકનો ગોલ્ડમેડલ વિજેતા ભારતી ખેલાડી નીરજ ચોપરાને હરાવ્યો છે. નીરજ ચોપરાને સિલ્વર મેડલ મળ્યો છે. અરશદ નદીમની આ જીત બાદ મોટા સમાચાર સામે આવ્યા છે, કે, તેનો સ્ટેડિયમમાં જ ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનની મીડિયા રિપોર્ટસની વાત માનીએ તો અરશદ નદીમ 2 થી 3 કલાક સુધી સ્ટેડિયમમાં રહ્યો હતો.
પાકિસ્તાની મીડિયા મુજબ જેવલિન થ્રોની ઈવેન્ટ પૂર્ણ થયા બાદ મેડલ જીતનાર ત્રણેય ખેલાડીઓને સ્ટેડિયમમાં રોકવામાં આવ્યા હતા.ત્યારબાદ તેનો ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઓલિમ્પિક નિયમમાં સામેલ છે. મેડલ જીતનાર ખેલાડીઓનો ઈવેન્ટ બાદ ડોપ ટેસ્ટ કરવામાં આવે છે. એટલે કે, અરશદ નદીમની સાથે સાથે ભારતના નીરજ ચોપરા અને ગ્રેનાડાના એન્ડરસન પીટર્સનો પણ ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
Arshad Nadeem is still in the stadium. The doping test is being done. The athletes are still in the stadium.
— natasha (@NatashaRaheel) August 8, 2024
અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકની જેવલિન થ્રો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે, અરશદની શરુઆત ખુબ ખરાબ રહી હતી, તેનો પહેલો થ્રો ફાઉલ રહ્યો હતો. પરંતુ ત્યારબાદ અરશદ નદીમે સૌને ચોંકાવી દીધા હતા. 92.97 મીટર જેવલિન થ્રો કરી ઈતિહાસ રચી દીધો હતો. ભારતના નીરજ ચોપરાએ પણ બીજા જ પ્રયાસમાં 89.45 મીટર દુર જેવલિન થ્રો કર્યો હતો. તેમણે અરશદ નદીમને પડકાર આપવાનો પ્રયત્ન કર્યો હતો. અંતે નીરજનો પ્રયત્ન નાકામ રહ્યો અને પાકિસ્તાનના અરશદે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો.
ગોલ્ડ મેડલ જીત્યા બાદ અરશદે કહ્યું મને મારા પ્રદર્શનની પુરી આશા હતી. અરશદે કહ્યું કે, થોડા સમયથી તે ઘુંટણની સમસ્યાથી પરેશાન હતો પરંતુ ત્યારબાદ ફિટનેસ પર ખુબ કામ કર્યું હતુ. અરશદે કહ્યું બાળપણમાં ક્રિકેટ સારું રમતો હતો. તે ફાસ્ટ બોલિગ કરતો હતો પરંતુ તેન કોચે તેને જેવલિન થ્રોમાં જવાની સલાહ આપી હતી. આજે પરિણામ એ આવ્યું કે, આ ખેલાડીએ પાકિસ્તાનને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતાડ્યો છે.
Published On - 9:01 am, Fri, 9 August 24