PAKvsNZ: બોલરના પગની બે આંગળીઓ તૂટી ગઈ છતાંય ઈન્જેકશન લઈ બોલીંગ કરીને પાકિસ્તાનને હરાવી દીધુ

|

Dec 30, 2020 | 10:58 PM

ન્યૂઝીલેન્ડે (New Zealand) પાકિસ્તાનને (Pakistan) બોક્સિંગ ડે ટેસ્ટમાં (Boxing Day Test) 101 રનથી હરાવીને બે મેચની સીરીઝમાં 101 રનથી આગળ થઈ ચુક્યુ છે.

PAKvsNZ: બોલરના પગની બે આંગળીઓ તૂટી ગઈ છતાંય ઈન્જેકશન લઈ બોલીંગ કરીને પાકિસ્તાનને હરાવી દીધુ

Follow us on

ન્યૂઝીલેન્ડે (New Zealand) પાકિસ્તાનને (Pakistan) બોક્સિંગ ડે ટેસ્ટમાં (Boxing Day Test) 101 રનથી હરાવીને બે મેચની સીરીઝમાં 101 રનથી આગળ થઈ ચુક્યુ છે. આ મેચ દરમ્યાન ઝડપી બોલર નીલ વેગનર (Neil Wagner)ના પગની બે આંગળીઓ તૂટી જવા છતાં પણ બોલીંગ કરી હતી અને ટીમને જીત અપાવી હતી. ટીમના કેપ્ટન કેન વિલિયમસને (Kane Williamson) વેગનરના સાહસને સરાહ્યુ હતુ. મેચ પુરી થવા બાદ તેમણે કહ્યુ કે, તેમણે આવી રમત પહેલા ક્યારેય જોઈ નથી.

 

આ મેચમાં વેગનરે ચાર વિકેટ લીધી હતી. પ્રથમ અને બીજી પારીમાં તેને બે-બે વિકેટ મળી હતી. વેગનરને બેટીંગ દરમ્યાન ઈજા પહોંચી હતી. તેને આ ઈજા શાહિન શાહ આફ્રિદી (Shaheen Shah Afridi)ના યોર્કરથી થઈ હતી. ત્રીજા દિવસની રમત ખતમ થવા બાદ વેગનરે કહ્યુ કે જ્યાં સુધી તેને સ્ટ્રેચર પર લઈ ના જવાય ત્યાં સુધી તે પોતાની પૂરી જાન લગાવી દેશે. 30 ડિસેમ્બરે મેચ જીત્યા પછી વિલિયમસને તેની પ્રશંસા કરી અને કહ્યું કે તેણે પોતાની વાતનું સન્માન રાખ્યુ હતુ. તેમણે કહ્યું કે, લોકો મોટાભાગે મોટા હૃદયની વાતો કરે છે. પરંતુ બે આંગળીઓ તૂટેલી હોય અને ભારે પીડા પછી પણ રમવાનું ચાલુ રાખવું તે મોટી વાત છે. તે વારે વારે મેદાનની બહાર જતો હતો અને પીડાને લઇ ઈન્જેક્શન લઈ રહ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

 

રમતમાં સાહસ દેખાડવાની તેની આ મોટી વાત હતી. એમ કહેવું ખોટું નથી કે, કોઈ બીજાને આવી જીગર દર્શાવતો જોયો નથી. મેચના અંતિમ દિવસે વેગનરે ખૂબ મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે સદી લગાવી ચુકેલા પાકિસ્તાની બેટ્સમેન ફવાદ આલમને આઉટ કર્યો હતો.  આ પછી કિવિ ટીમની જીતની અપેક્ષાઓ વધી ગઈ હતી. આલમે કેપ્ટન મોહમ્મદ રિઝવાન સાથે 165 રન જોડ્યા હતા. આ બંને ક્રીઝ પર રહેતા ટેસ્ટ ન્યૂઝીલેન્ડના હાથમાંથી સરકતી જતી લાગી રહી હતી. પરંતુ વેગનરે આલમ અને કાયલ જેમ્સન એ રિઝવાનને આઉટ કરીને મેચને ન્યૂઝીલેન્ડના પક્ષમાં મુકી દીધી હતી.

 

વેગનરે તેની ઈજા બાદ કહ્યું કે તે બહાર બેસીને ટીમની રમત જોવા માંગતો નથી. આનાથી તેને અજીબ લાગે છે. ઈજા થતી રહે છે, જોકે હજુ પણ ચાલી અને દોડી શકે છે. તેનાથી પીડા ખૂબ થાય છે, પરંતુ તે સહન કરી શકાય છે. દેશ માટે સરળતાથી રમવાનો મોકો નથી મળતો હોતો. આવી સ્થિતિમાં જેટલુ થઈ શકે એ બધુ જ કરશે.

Next Article