WWE Superstar Spectacle 2023માં John Cena સહિત આ Superstars મચાવશે ધમાલ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

WWE India : જ્હોન સીના ઉપરાંત, વર્લ્ડ હેવીવેઈટ ચેમ્પિયન સેથ રોલિન્સ, આઈસી ચેમ્પિયન ગુંથર, મહિલા વર્લ્ડ ચેમ્પિયન રિયા રિપ્લે, લુડવિગ કીઝર, જીઓવાન્ની વિન્સી, બેકી લિંચ, નતાલ્યા શાંકી, બ્રૌન બ્રીચર, ઓડિસી મેક જ્હોન્સ , કેવિન ઓવેન્સ, સેમી ઝેન જેવા મેટ રિડલ સ્ટાર્સ ભારતમાં ધમાલ મચાવતા જોવા મળશે.

WWE Superstar Spectacle 2023માં John Cena સહિત આ Superstars મચાવશે ધમાલ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
wwe superstar spectacle 2023
Image Credit source: WWE
| Edited By: | Updated on: Sep 07, 2023 | 9:01 AM

Hyderabad : 8 સપ્ટેમ્બરનો દિવસ ભારતીય રેસલિંગ ફેન્સ માટે ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે, કારણ કે આખરે 6 વર્ષ પછી WWE ભારતમાં તેની પ્રથમ ઈવેન્ટ યોજવા જઈ રહ્યું છે. હૈદરાબાદના ગચીબોવલી ઇન્ડોર સ્ટેડિયમમાં સુપરસ્ટાર સ્પેક્ટેકલનું આયોજન થવા જઈ રહ્યું છે અને તેમાં ઘણા મોટા સ્ટાર્સ એક્શનમાં જોવા મળશે.

આ પણ વાંચો : Asia Cup 2023: પાકિસ્તાન સામે બાંગ્લાદેશના ખેલાડીઓ પાણીમાં બેઠા, 193 રનમાં ઓલઆઉટ, રઉફની 4 વિકેટ

 

WWE Superstar Spectacle માટે આ મેચનું થયુ એલાન

 

1) જ્હોન સીના અને વર્લ્ડ હેવીવેઈટ ચેમ્પિયન સેઠ રોલિન્સ vs ધ ઈમ્પીરીયમ (લુડવિગ કીઝર અને જીઓવાન્ની વિન્સી) – ટેગ ટીમ મેચ

2) રિયા રિપ્લે vs નતાલ્યા – વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેચ

3) સિંધુ શેર (વીર મહાન અને સાંગા) vs કેવિન ઓવેન્સ અને સેમી ઝેન – ટેગ ટીમ મેચ

જો કે અત્યાર સુધી માત્ર ત્રણ મેચની જાહેરાત કરવામાં આવી છે એવી અપેક્ષા રાખી શકાય છે કે હજુ પણ વધુ જબરદસ્ત મેચોની જાહેરાત કરવામાં આવશે. જો કે એ જોવું રસપ્રદ રહેશે કે ડ્રુ મેકઇન્ટાયર, ગુંથર ઉપરાંત ભારતીય સ્ટાર્સ જિન્દર મહેલ અને શેન્કીની મેચ કયા સ્ટાર્સ સામે થાય છે.

આ પણ વાંચો : PAK vs BAN Match Result: બાંગ્લાદેશ સામે પાકિસ્તાને હાંફતા હાંફતા મેળવી જીત, 40મી ઓવરમાં મેળવ્યો વિજય

 

WWE Superstar Spectacleમાં કયા કયા રેસલર્સની મચાવશે ધમાલ ?

જ્હોન સીના ઉપરાંત, વર્લ્ડ હેવીવેઈટ ચેમ્પિયન સેથ રોલિન્સ, આઈસી ચેમ્પિયન ગુંથર, મહિલા વર્લ્ડ ચેમ્પિયન રિયા રિપ્લે, લુડવિગ કીઝર, જીઓવાન્ની વિન્સી, બેકી લિંચ, નતાલ્યા શાંકી, બ્રૌન બ્રીચર, ઓડિસી મેક જ્હોન્સ , કેવિન ઓવેન્સ, સેમી ઝેન જેવા મેટ રિડલ સ્ટાર્સ ભારતમાં ધમાલ મચાવતા જોવા મળશે.આ સિવાય ભારતીય સુપરસ્ટાર જેઓ હાલમાં WWEમાં કામ કરી રહ્યા છે તેઓ પણ સુપરસ્ટાર સ્પેક્ટેકલમાં દેખાવાના છે. વીર મહાન, જિન્દર મહેલ, સૌરવ ગુર્જર, એકા સાંગા અને શૈંકી જેવા ભારતીય સ્ટાર્સ બધાની નજર રહેશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:01 am, Thu, 7 September 23