Peng Shuai: ટેનિસ સ્ટાર પેંગ શુઆઇ ગૂમ થવાને લઇને WTA નો રોષ ભડક્યો, ચીનને આપેલ ટૂર્નામેન્ટ્સ પાછી ખેંચી લેવાની આપી ચીમકી
ટેનિસ સ્ટાર પેંગ શુઆઈ (Peng Shuai) એ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઇબોમાં એક લાંબી પોસ્ટ લખીને ચીનના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન પર આરોપ લગાવ્યો હતો. ત્યારથી તેના કોઈ સમાચાર નથી.
Peng Shuai
Follow us on
વિશ્વના ટોચના પુરૂષ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે (Novak Djokovic) મહિલા ટેનિસ એસોસિએશન (WTA)ની ગુમ ખેલાડી પેંગ શુઆઇ (Peng Shuai) ને ન મળે તો ચીનમાંથી ટૂર્નામેન્ટની યજમાની પાછી ખેંચી લેવાની ધમકીને ‘100 ટકા’ સમર્થન આપ્યું છે. ટેનિસ જગત છેલ્લા કેટલાક દિવસોથી ચીનના ગુમ થયેલા ખેલાડી પેંગના ઠેકાણા અને તબિયત અંગે માહિતીની માંગ કરી રહ્યું છે.
ચીનના ભૂતપૂર્વ ટોચના અધિકારી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યા બાદ પેંગ ગાયબ છે. ટેનિસ ખેલાડી પેંગ શુઈએ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઇબોમાં એક લાંબી પોસ્ટ લખી હતી. જેમાં તેણે ચીનના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન પર આરોપ લગાવ્યા હતા અને ત્યારથી તેના કોઈ જ સમાચાર નથી. પેંગ વિશ્વની ભૂતપૂર્વ નંબર વન ડબલ્સ ટેનિસ ખેલાડી છે.
ડબ્લ્યુટીએએ શુક્રવારે કહ્યું કે જો પેંગ સુરક્ષિત હોવાનું સાબિત ન થાય તો ચીન ટૂર્નામેન્ટની તેની યજમાની પાછી ખેંચી શકે છે. ડબલ્યુટીએના પ્રમુખ સ્ટીવ સિમોને મીડિયા રિપોર્ટમા કહ્યું, ‘અમે આ મામલે સમાધાન કરી શકતા નથી. તે કાં તો સાચું હોય કે ખોટું. મારો મતલબ, એક વ્યક્તિ ગુમ છે.
WTA એ સ્પષ્ટ સંદેશ આપ્યો
તેમણે કહ્યું, ‘ચીન ખૂબ મોટો દેશ છે. ખાસ કરીને WTA માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. ત્યાં તેમની ઘણી ટુર્નામેન્ટ છે. મારો કહેવાનો મતલબ એ છે કે આપણે જે કંઈ પગલાં લઈ શકીએ તે આપણા માટે મહત્વપૂર્ણ છે.
તેમણે કહ્યું, મેં હમણાં જ સાંભળ્યું છે કે WTA જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાઈ ન જાય ત્યાં સુધી ચીનની તમામ ટુર્નામેન્ટમાંથી ખસી જવા માટે તૈયાર છે. હું તેનું 100 ટકા સમર્થન કરું છું.
સરકારી કર્મીએ શેર કરી તસ્વીર
ચીનની સરકારી ટીવી ચેનલના એક કર્મચારીએ ગુમ થયેલ ટેનિસ સ્ટાર પેંગ શુઈની તસવીરો ઓનલાઈન પોસ્ટ કરી છે. ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતા ઝાંગ ગાઓલી પર જાતીય હુમલાના આરોપો બાદ ટેનિસ સ્ટાર પેંગ ગુમ થઈ ગઈ છે. કર્મચારી શેન શિવેઈએ તેમનો ફોટો પોસ્ટ કરીને આ જ ચિંતાને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
આ તસવીરો શુક્રવારે ટ્વિટર પર દેખાઈ હતી, જેને ચીનમાં મોટાભાગના ઈન્ટરનેટ યુઝર્સ જોઈ શકતા નથી. શિવીએ લખ્યું છે કે આ ફોટા ‘વી ચેટ મેસેજ સર્વિસ’ માં પેંગના એકાઉન્ટ પર હતા જેના પર ‘હેપ્પી વીકેન્ડ’ પણ લખેલું હતું. ટોચના ટેનિસ ખેલાડીઓ અને રમતના વ્યાવસાયિક પ્રવાસે ચીન પાસે પેંગ સલામત હોવાના પુરાવા માંગ્યા છે.