ફૂટબોલના ખેલાડીઓ મેદાનમાં પાણી પીવાને બદલે થૂંકતા જોવા મળતા હોય છે, જાણો શું છે કારણ
આજે અમે તમને ફુટબોલર સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો વિશે જણાવીશું, તમે ફુટબોલની મેચ જુઓ છો ત્યારે જોયું હશે કે, ફૂટબોલના ખેલાડીઓ મેદાનમાં પાણી પીવાને બદલે થૂંકી દે છે, આની પાછળ કારણ શું છે જાણીએ.

સ્પોર્ટસમાં કોઈ પણ રમત હોય તેમાં ત્યારે તમે જોયું હશે કે, ખેલાડીઓ વારંવાર પાણી પીવે છે, ત્યારે કેટલીક વખત તમે એવું પણ જોયું હશે કે, ખેલાડીઓ પાણી પીવાને બદલે થુંકતા હોય છે. તો આજે આપણે વાત કરીશું કે, જ્યારે ફુટબોલના મેદાનમાં ખેલાડીઓ રમતા હોય છે, ત્યારે તેઓ પાણી પીતા નથી, પરંતુ પાણીના કોગળા કરી દે છે. આવું કેમ કરે છે. તેમજ આની પાછળ કારણ શું છે, શું તેનાથી કોઈ લાભ થાય છે, કે પછી મેદાનમાં પાણી પીવા પર પ્રતિબંધ છે. તો ચાલો આજે આપણે જાણીએ ફૂટબોલના ખેલાડીઓ મેદાન પર પાણી કેમ થૂંકે છે?
ક્રિકેટ કે અન્ય રમત હોય મેદાન પર તમે ખેલાડીઓને વારંવાર થૂકતા જોયા હશે. કેટલીક એવી રમત છે જેમાં મેદાન પર થુંકવાનો પ્રતિબંધ હોય છે પરંતુ ફુટબોલના મેદાનમાં કાંઈ અલગ જ જોવા મળે છે, અહિ ખેલાડીઓ વારંવાર થુકતા હોય છે, પરંતુ આવું કેમ કરે છે, તેની પાછળ કારણ શું છે તેના વિશે જાણીએ.
ખેલાડીઓને આવું કરવાની પરવાનગી નથી
ડોક્ટરોનું માનવું છે કે, ફુટબોલ જેવી રમત રમતી વખતે મોંઢામાં મોટી લાળ બની જાય છે. જેને ખેલાડી થૂંકી દેવું સારું સમજે છે. આ એક પ્રકારનું મ્યુકસ છે. જેને MUC5B પણ કહેવામાં આવે છે. જે તમારી લાળને ગાઢ બનાવી દે છે. હંમેશા ફુટબોલર, ક્રિકેટર અને રગ્બી જેવા ખેલાડીઓ મેદાન પર થુંકતા જોવા મળતા હોય છે. જ્યારે ટેનિસ અને બાસ્કેટબોલમાં ખેલાડીઓને આવું કરવાની પરવાનગી હોતી નથી.
કાર્બ રિંસિંગ એટલે શું
મેદાન પર બ્રેક દરમિયાન ખેલાડીઓ ડ્રિંક પી થુંકી દે છે. જેને કાર્બ રિંસિંગ પણ કહેવામાં આવે છે, આ દરમિયાન ખેલાડી પાણી પીવાને બદલે કોગળા કરી બહાર ફેંકી દે છે. જ્યારે ખેલાડી મેદાનમાં હોય છે ત્યારે પાણી પીતા નથી પરંતુ તેમાં ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે જેમાં અલગ અલગ સોડિયમ કેલ્શિયમ અને કાર્બોહાઈડટ્સ હોય છે. આ કાર્બોહાઈડવાળું પાણી ખેલાડીઓના મોંઢામાં જાય છે, તે સમયે તેના મગજમાં એક સિંગ્નલ જાય છે કે, એનર્જી આવી રહી છે.
આ રીતે એક સંદેશ જાય છે કે, એનર્જી વધારવામાં આવે. એટલા માટે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ખેલાડીઓ લિક્વિડ મોંઢામાં 5 થી 10 સેંકન્ડ રાખી બહાર કાઢી નાંખે છે.પરંતુ કેટલાક અભ્યાસો દર્શાવે છે કે કાર્બોહાઇડ્રેટ રિન્સિંગથી એથ્લેટિક પ્રદર્શન સારું જોવા મળે છે.