WWE : ભારતમાં ક્રિકેટની જેમ WWE રેસલિંગને પસંદ કરનાર લોકોનો પણ મોટો વર્ગ છે. ધ ગ્રેટ ખલીને કારણે ભારતમાં WWEના ફેન્સ પણ વધ્યા હતા. WWE જોઈને આજે પણ નાના બાળકો ઘરમાં કે સ્કૂલમાં મિત્રો કે ભાઈ-બહેનો પર રેસલર્સના શાનદાર મૂવ અજમાવતા રહે છે. WWE ફેન્સ માટે હાલમાં ખુશીના સમાચાર સામે આવ્યા છે. WWEના દિગ્ગજ રેસલર સુપરસ્ટાર જોન સીનાએ WWEમાં વાપસી કરી છે.
જોન સીના લાંબા સમય બાદ WWEની રેસલિંગ રિંગમાં જોવા મળ્યો છે. 5 મહિના બાદ WWEમાં વાપસી કરનાર જોન સીના ફેન્સ સામે પોતાની વાત કહી રહ્યો હતો ત્યારે જ ત્યા જીમ્મી ઉસોની એન્ટ્રી થાય છે. તે સુપરસ્ટાર જોન સીનાની રોમ રેન્સ સાથે સરખામણી કરીને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે. થોડા સમય બાદ તે જોન સીના પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે. પણ સુપરસ્ટાર જોન સીના તે સમયે જે મૂવ અજમાવે છે તેને જોઈને ફેન્સને ભરપૂર મનોરંજન મળે છે.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયા માટે ‘રેડ એલર્ટ’, કેચ છોડવાના મામલે ભારતીય ટીમ બીજા નંબર પર
આ પણ વાંચો : Breaking News : Asia Cup 2023: ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, ટીમ ઈન્ડિયા સુપર-4માં ક્વોલિફાય થયું
જોન સીનાએ ફેન્સને જણાવ્યું કે તે પેયબેક 2023 ટુર્નામેન્ટનો હોસ્ટ હશે. પરતું તેણે એ વાતનો ખુલાસો ના કર્યો કે તે કોઈ ઈવેન્ટનો ભાગ બનશે કે નહીં. આગામી 2 મહિનામાં જોન સીના ઘણી રેસલિંગ મેચમાં જોવા મળશે. જોન સીના ભારતમાં થનારી WWE ઈવેન્ટનો પણ ભાગ બને તેવી સંભાવના છે.
આ પણ વાંચો : Asia Cup 2023: વિરાટ કોહલીએ નેપાળી ગીત પર કર્યો ડાન્સ, જુઓ Video
જોન સીનાનો જન્મ 23 એપ્રિલ, 1977ના રોજ વેસ્ટ ન્યૂબેરી, મૈસાચુસેટ્સમાં થયો હતો. ડેન, મેટ, શોન અને સ્ટીવ તેના ભાઈઓ છે. તે પાંચ ભાઈમાં બીજા નંબરે છે. તેણે કુશિંગ એકેદમીથી સ્નાતક કર્યું છે. તેણે સ્પિંગફ્લીડથી વર્ષ 1998માં શરીર વિજ્ઞાનમાં ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે. તે લગભગ 16 વાર WWE ચેમ્પિયન બન્યો છે. જોન સીનાના ભારતમાં કરોડો ફેન્સ છે.