ભારતની ભાવિના પટેલ (Bhavina Patel) મહિલા ટેબલ ટેનિસ (Table Tennis) ની કલાસ ફોર ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચુકી છે. તેણે રાઉન્ડ ઓફ 16 ના મેચ નંબર 20 માં બ્રાઝિલની ઓલિવિરાને હરાવી હતી. ભાવિના પટેલે આ મેચ ત્રીજી ગેમમાં જ જીતી લીધી હતી. ભાવિનાએ પ્રથમ ગેમ 12-10, બીજી ગેમ 13-11 અને ત્રીજી ગેમ 11-6 થી જીતી હતી. આ જીત સાથે ભાવિના પટેલ દેશ માટે મેડલ જીતવાની એક ડગલું નજીક આવી ગઈ છે. સારી વાત એ છે કે ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics 2020) માં ભાવિનાનું ફોર્મ શાનદાર દેખાઈ રહ્યું છે અને તે એક પછી એક તેની મેચ જીતી રહી હોય એમ લાગે છે.
અગાઉ, તેણીએ ગ્રેટ બ્રિટનની મેગાન શેકલેટોનને 3-1 થી હરાવી હતી. ભાવિનાએ તેની મેચ ગ્રેટ બ્રિટનના ખેલાડી સામે 11-7, 9-11, 17-15, 13-11 થી જીતી લીધી હતી. જે જીત સાથે જ તેણે આગલા રાઉન્ડ એટલે કે રાઉન્ડ ઓફ 16 માટે ટીકીટ કપાવી લીધી હતી. આ મેચમાં ભાવિનાની સારી શરૂઆતને બીજા રાઉન્ડમાં ગ્રેટ બ્રિટનની પેડલર દ્વારા આકરી ટકકર આપી હતી. પરંતુ ફરીથી ભાવિનાએ આગામી બે ગેમ્સને સારી રીતે નિયંત્રિત કરી અને તેની જીતની પાકી કરી લીધી હતી.
ભારતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં નવો ઇતિહાસ લખ્યો છે. આ પ્રથમ વખત છે કે જ્યારે ભારતના કોઇ પેડલર ટોક્યો પેરાલિમ્પિક્સની ટેબલ ટેનિસમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હોય. બ્રાઝિલની પેડલર જોયસ ડી ઓલિવિરા (Joyce de Oliveira) ને હરાવતી વખતે ભાવિના પટેલે આ કમાલ કર્યો છે. પોતાની જીત પર ખુશી વ્યક્ત કરતા ભાવિનાએ કહ્યું કે, તેણે તેના બ્રાઝીલીયન પ્રતિસ્પર્ધીને મોટે ભાગે બોડી પર રમાડ્યા હતા. જે તેમની નબળાઈ હતી અને તેનું જ પરિણામ વિજય સ્વરૂપે મળ્યું છે.
#Exclusive @BhavinaPatel6 creates history as she storms into quarterfinal with a smart and focused approach
Check out what she has to say about her QF match scheduled for 3:50 PM (IST) today#Cheer4India #Praise4Para #BhavinaPatel@PMOIndia @ianuragthakur @NisithPramanik pic.twitter.com/VaazWxa2wC
— SAI Media (@Media_SAI) August 27, 2021
ક્વાર્ટર ફાઇનલમાં, ભાવિના એ હવે વિશ્વની નંબર 2 પેડલર નો સામનો કરવાનો છે. પરંતુ ભાવિના તેનાથી સહેજ પણ નર્વસ નથી. તેણીએ કહ્યું કે તે પોતાનું શ્રેષ્ઠ આપશે અને જીતવાનો પ્રયત્ન કરશે. એવી આશા છે કે ભાવિના તેના વિચારસરણીના 100 ટકા ખરી ઉતરશે અને દેશ માટે મેડલ મેળવવાનો પ્રયત્ન કરશે.