Tokyo Olympics: ઇજાને લઇને હિમા દાસ ઓલિમ્પિકમાં ભાગ લેવાથી ચુકી, મજબૂતાઇથી પરત ફરવાનો વિશ્વાસ

|

Jul 06, 2021 | 9:58 PM

હિમા દાસ (Hima Das) થી ટોક્યો ઓલિમ્પિકમાં ખૂબ આશાઓ રાખવામાં આવી રહી હતી. તે ભારતને માટે મેડલ અપાવવાની ક્ષમતા ધરાવે છે. જોકે તે બહાર રહેતા નિરાશ રહેવુ પડ્યુ છે.

Tokyo Olympics: ઇજાને લઇને હિમા દાસ ઓલિમ્પિકમાં ભાગ લેવાથી ચુકી, મજબૂતાઇથી પરત ફરવાનો વિશ્વાસ
Hima Das

Follow us on

ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympic) ના ક્વોલિફીકેશનની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ છે. ભારતીય દોડવીર હિમા દાસ (Hima Das) તેના માટે પ્રથમ ઓલિમ્પિકને તે ચુકી ગઇ છે. હિમા દાસનું ઓલિમ્પિક ચુકી જવાનુ કારણ તેની ઇજા છે. ભારતીય એથલેટીક્સ મહાસંઘ દ્વારા ઓલિમ્પિક માટે 26 ખેલાડીઓની યાદી એક દિવસ વહેલા જ જારી કરી દેવામાં આવી હતી. એશિયાઇ રમતો (Asian Games) માં હિમા દાસ ધૂમ મચાવી ચુકી છે. તેના વડે ટોક્યો ઓલિમ્પિકમાં આશાઓ સેવવામાં આવી રહી હતી. પરંતુ હવે તે બહાર થઇ ગઇ છે.

હિમા દાસે ટ્વીટ કરીને બતાવ્યુ કે, હું ઇજાને લઇને મારા પ્રથમ ઓલિમ્પિક રમતોમાં ભાગ નથી લઇ રહી. મને આ ઇજા ત્યારે થઇ હતી, જ્યારે 100 મીટર અને 200 મીટર ક્વોલીફિકેશન હાંસલ કરવા માટે નજીક હતી. હું મારા પ્રશિક્ષકો, સપોર્ટ સ્ટાફ અને ટીમના સાથીઓનો આભાર માનુ છું, કે તેઓએ મારો સાથ આપ્યો. જોકે હું દમદાર રીતે પરત ફરીશ. હું રાષ્ટ્રમંડલ રમતો 2022, એશિયાઇ રમતો 2022 અને વિશ્વ ચેમ્પિયનશિપ 2022 પર નજર રાખી રહી છું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

100 મીટરની દોડ દરમ્યાન હિમા દાસની માંસપેશિયોમાં ખેંચાણની ફરીયાદ થઇ હતી. હિમા માટે ટોક્યો ઓલિમ્પિકની ટીકીટ મળવાના આખરી તબક્કામાં જ આ સમસ્યા સામે આવી હતી. જેને લઇને હવે તે ઓલિમ્પિકમાં હિસ્સો લઇ નથી શકી. તો વળી 100*4 મહિલા ટીમ ઓલિમ્પિક ક્વોલિફાઇંગ માર્ક 43.03 સેકેન્ડમાં હાંસલ કરી શકી નહોતી. ટીમ એ 44.15 સેકન્ડનો સમય લીધો હતો.

દુતી ચંદને મોકો

100 અને 200 મીટરમાં હિમા દાસ ક્વોલીફાઇ નહી કર્યા બાદ, ભારતની અન્ય દોડવીર દુતી ચંદને ઓલિમ્પિક માટે સ્થાન મળ્યું છે. જોકે દુતી પણ ક્વોલિફીકેશન માર્ક દ્વારા ક્વોટા હાંસલ કરી શકી નહોતી. જોકે વિશ્વ રેન્કિંગના આધાર પર તે બંને ઇવેન્ટમાં ક્વોટા હાંસલ કરવામાં સફળ રહી હતી. ઓલિમ્પિકમાં દુતી પર સૌની નજર રહેશે.

લાંબા સમયથી ઇજાઓને લઇ પરેશાન

ઇજાઓની બાબતમાં હિમા દાસ લાંબા સમયથી પરેશાન છે. તે શરીરના નિચલા હિસ્સામાં ઇજાની સમસ્યાથી પરેશાન છે. તેણે આઇજીપી ચારમાં 200 મીટરમાં પોતાનો સર્વશ્રેષ્ઠ 22.88 સેકન્ડ સમય લીધો હતો. જે ક્વોલિફિકેશન માટે જરુરી 22.80 થી એકદમ નજીકનો સમય હતો.

 

આ પણ વાંચોઃ  Cricket: સ્મૃતી મંધાનાને પ્રશંસકે પૂછ્યુ લાઇફ પાર્ટનરમાં કેવી ખૂબી હોવી જોઇએ ? જવાબ થયો વાયરલ

Next Article