પોલીસ સ્ટેશનમાં વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીએ પતિને માર માર્યો, જુઓ વીડિયો

|

Mar 25, 2025 | 1:41 PM

હરિયાણાના હિસારમાં પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બૂરા અને તેના પતિ દિપક હુડ્ડા વચ્ચે મહિલા પોલીસ સ્ટેશનમાં મારામારીની ઘટના સામે આવી છે. બંનેએ એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ ઘટનાના વીડિયોના આધારે પોલીસે કેસ નોંધ્યો છે.

પોલીસ સ્ટેશનમાં વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીએ પતિને માર માર્યો, જુઓ વીડિયો

Follow us on

હરિયાણાના હિસારમાં એક ચોંકવનારી ઘટના સામે આવી છે. પૂ્ર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બૂરા અને તેના પતિ દિપક હુડ્ડા વચ્ચે મારપીટનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના મહિલા પોલીસ સ્ટેશનમાં બની હતી. વીડિયોમાં સ્વીટી, દીપકનું ગળું દબાવતી જોવા મળી હતી. પોલીસે સ્વીટી વિરુદ્ધ મારપીડનો કેસ નોંધ્યો છે. સ્વીટીએ પોલીસ સ્ટેશનમાં માર મારવાનો ઇનકાર કર્યો છે અને પોલીસ પર દીપક સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો છે.

લાંબા સમયથી ચાલી રહ્યો છે વિવાદ

સ્વીટી અને દીપક વચ્ચે દહેજ અને સંપત્તિને લઈ વિવાદ ચાલી રહ્યો છે. બંન્ને ભાજપના નેતા છે.આ ઘટનાનો વીડિયો હાલ સામે આવ્યો છે. વીડિયોમાં સ્વીટી ગુસ્સામાં જોવા મળી રહી છે. લોકો દીપકને છોડાવવાનો પ્રયાસ પણ કરી રહ્યાછે. ત્યારે સ્વીટી દીપક સાથે ગુસ્સામાં વાત કરતી જોવા મળી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, ગુસ્સામાં દીપક સ્વીટીને કાંઈ કહે છે ત્યારે સ્વીટી ગુસ્સામાં આવી જાય છે.

શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો
ભારતના 100 રૂપિયા બેંગકોકમાં જઈ કેટલા થઈ જાય ?
Cheapest Mobile : 15 હજારથી ઓછી કિંમતમાં કયા સ્માર્ટફોન આવે?
યામી ગૌતમ બોલિવૂડમાં કેમ આવી? ખુદ જણાવ્યું કારણ
વિરાટ-ધોની ભાઈ-ભાઈ... જુઓ દોસ્તીના આ ખાસ ફોટા
Jioનો સૌથી સસ્તો પ્લાન, મળશે 336 દિવસની વેલિડિટીમાં ઘણું બધુ

પ્રેસ કોન્ફરન્સ કરી ચૂકી છે સ્વીટી

23 માર્ચના રોજ સ્વીટી બુરાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં પોલીસ સ્ટેશનમાં કોઈ મારપીટ થઈ નથી, તેમ કહ્યું હતુ. તેમણે પોલીસ પર દીપક સાથે મળ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.સ્વીટી અને દીપકના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. સ્વીટીનું કહેવું છે કે, લગ્ન બાદ દીપક તેને દહેજને લઈ પરેશાન કરતો હતો. તેમણે આરોપ લગાવ્યા કે, લગ્નમાં એક કરોડ રુપિયા અને ફોર્ચ્યુનર આપ્યા છતાં તેની પાસે વધારે દહેજની માંગ કરવામાં આવતી હતી.

 

 

સ્વીટી અને તેના પિતા અને મામા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સ્વીટી બુરા,તેના પિતા અને મામાને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.જામીન મળ્યા પછી જ આ આખી પ્રક્રિયાથી સ્વીટી બોરા વધુ ગુસ્સે થઈ ગઈ.

દીપક હુડ્ડા જીતી ચૂક્યો છે વર્લ્ડકપ

દીપક હુડ્ડા ખુદ ભારત માટે રમી ચૂક્યો છે.  કબડ્ડીની દુનિયામાં તેનું મોટું નામ છે. તે ભારતની વર્લ્ડ વિજેતા ટીમનો ભાગ હતો.

દિલ્હી કેપિટલ્સ (અગાઉ દિલ્હી ડેરડેવિલ્સ) એક ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટીમ છે. જે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમે છે. દિલ્હી કેપિટલ્સના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો