Skie: દેશની નજરમાં કાશ્મીરના યુવાનોની છબી બદલવા માંગે છે સ્કીઅર આરિફ ખાન, કહ્યું- અમે માત્ર પથ્થરબાજો નથી

|

Jan 22, 2022 | 11:44 PM

જમ્મુ અને કાશ્મીર આરિફ ખાન (Arif Khan) બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક (Beijing Winter Olympics) માં બે ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Skie: દેશની નજરમાં કાશ્મીરના યુવાનોની છબી બદલવા માંગે છે સ્કીઅર આરિફ ખાન, કહ્યું- અમે માત્ર પથ્થરબાજો નથી
Skier Arif Khan 2018 માં પૈસાના અભાવે વિન્ટર ઓલિમ્પિકમાં ક્વોલિફાઇ થવા છતાં હિસ્સો નહોતો લઇ શક્યો

Follow us on

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના આલ્પાઈન સ્કીઅર આરીફ ખાને (Arif Khan) અન્ય ઈવેન્ટમાં વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે. આવતા વર્ષે બેઇજિંગમાં યોજાનારી વિન્ટર ઓલિમ્પિક (Beijing Winter Olympics) ની બે અલગ-અલગ ઈવેન્ટ્સ માટે ક્વોલિફાય થનાર તે પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો છે. આરિફ માને છે કે કાશ્મીરના લોકોને પ્રેરણા આપવાનું તેમનું સપનું હતું. તેવી જ રીતે, શાહ ફૈઝલની સફળતાએ વાદીના યુવાનોને પ્રેરણા આપી.

આરીફ બારામુલ્લાનો રહેવાસી છે. તેણે પોતાનામાં કહ્યું હતું કે ‘કાશ્મીરના યુવાનોની છબી બદલવાનું મારું લક્ષ્ય હતું. હું બધાને બતાવી દઉં કે કાશ્મીરી યુવાનો માત્ર પથ્થરબાજો નથી. કાશ્મીરમાં આપણને એવા યુવા આદર્શની જરૂર છે જે ઘાટીના યુવાનોને પ્રેરણા આપી શકે. મને હજુ પણ યાદ છે કે વર્ષ 2010માં શાહ ફેઝલે યુપીએસસીની પરીક્ષામાં ટોપ કર્યું હતું. ઘણા લોકો તેનાથી પ્રેરિત થયા અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધ્યા. ક્રિકેટમાં પણ જ્યારે કેટલાક ખેલાડીઓને IPLનો કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારે તેની અસર વાદીના બાકીના યુવાનો પર પણ જોવા મળી હતી.

આરીફની સફળતાએ યુવાનોને પ્રેરણા આપી

આરિફે સ્વીકાર્યું કે ઓલિમ્પિકના મામલામાં બાબતો થોડી અલગ છે. અંગ્રેજી મીડિયા રિપોર્ટ મુજબ તેણે એક વાતચીતમાં કહ્યું, જ્યારે તમે ઓલિમ્પિક વિશે વાત કરો છો, ત્યારે વસ્તુઓ થોડી અલગ હોય છે. આજની વાત કરીએ તો મારી સફળતામાં કાશ્મીરનો મહત્વનો ભાગ છે. તે સ્પષ્ટ છે કે કાશ્મીરમાં ખાસ કરીને રમતના સંદર્ભમાં ઘણી પ્રતિભા છે. મારા ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાથી લોકોને વિશ્વાસ મળ્યો છે કે તેઓ પણ કંઈક સારું કરી શકે છે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

પૈસાના અભાવે 2018 ઓલિમ્પિકમાં ભાગ લઈ શક્યો ન હતો

વર્ષ 2018 માં પણ, આરિફને 2018 પ્યોંગ ચાંગ વિન્ટર ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાની તક મળી હતી પરંતુ પૈસાના અભાવે તે તેમ કરી શક્યો ન હતો. તેને સ્વિટ્ઝર્લેન્ડ જવાનું હતું પરંતુ દોઢ લાખ રૂપિયાના અભાવે તેમ કરી શક્યા નહીં. તેમના પરિવારની આવકનો મોટો હિસ્સો ગુલમર્ગના પર્યટનમાંથી આવે છે. પરિવાર આરીફની ટ્રેનિંગ અને ટ્રાવેલ માટે વધારે પૈસા ઉમેરી શક્યો ન હતો, એટલે જ છેલ્લી વખત પૈસાના અભાવે તે આમ કરી શક્યો નહોતો. કોરોનાને કારણે આરિફની યાત્રા પણ મુશ્કેલ બની ગઈ છે. તેણે કહ્યું કે તેણે અત્યાર સુધી વિવિધ દેશોમાં 183 વખત કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જોકે, આ વખતે તે સંપૂર્ણ રીતે તૈયાર છે.

 

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરની કામધેનુ યુનિવર્સીટી કચ્છ-ભુજ ખસેડવાની હિલચાલથી સ્થાનિકોમાં રોષ, શરુ થયુ આંદોલન

 

આ પણ વાંચોઃ IPL 2022 પર જય શાહની મોટી જાહેરાત, BCCI સેક્રેટરીએ બતાવ્યુ ઇન્ડિયન પ્રિમીયર લીગની 15મી સિઝન ક્યારે શરૂ થશે?

 

Published On - 11:44 pm, Sat, 22 January 22

Next Article