2036 Olympics પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક માતા-પિતાને ખાસ અપીલ કરી, જાણો શું કહ્યુ

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, સરકારે રમતગમતમાં અનેક તકો ખોલી છે. પસંદગી હવે કૌશલ્ય અને પ્રતિભા પર આધારિત છે, જેનાથી ગરીબ પરિવારોના બાળકો પણ આગળ વધી શકે છે. ભારત 2036 માં ઓલિમ્પિકનું આયોજન થવાનું છે.

2036 Olympics પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક માતા-પિતાને ખાસ અપીલ કરી, જાણો શું કહ્યુ
| Updated on: Dec 25, 2025 | 4:22 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે, કેન્દ્ર સરકારે ખેલાડીઓની પંસદગી માટે કૌશલ્ય અને પ્રતિભાને પ્રથમિક્તા આપવાનો એક માહૌલ બનાવ્યો છે. જેનાથી ગરીબ પરિવારના બાળકો પણ નાની ઉંમરે રમતગમતના ઉંચા શિખર પર પહોંચી શકે છે. તેમણે કહ્યું કે સરકારે ખેલાડીઓ માટે અમર્યાદિત તકો ખોલી છે. સંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા વડા પ્રધાન મોદીએ કહ્યું, “આજે રમતગમતમાં તકો મર્યાદિત નથી, તે અમર્યાદિત છે.

આજે દેશમાં એવું વાતાવરણ બનાવવામાં આવ્યું છે જ્યાં પસંદગી પરિચય કે અધિકાર પર આધારિત નથી, પરંતુ કૌશલ્ય અને પ્રતિભા પર આધારિત છે. આજે, ગરીબ પરિવારનો બાળક પણ નાની ઉંમરે ટોચ પર પહોંચી શકે છે.તેમણે 2036 ઓલિમ્પિકનું આયોજન કરવાના દેશના પ્રયાસો પર ભાર મૂક્યો અને યુવાનોને દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રોત્સાહિત કર્યા.

યુવા ખેલાડીઓ માટે આ એક શ્રેષ્ઠ તક

તેમણે કહ્યું કે સંસદ ખેલ મહોત્સવ દરેક મતવિસ્તારમાંથી એવી પ્રતિભાઓને ઓળખી શકે છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી શકે છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ભારત આગામી વર્ષોમાં ઘણી મોટી રમતગમતની ઘટનાઓનું આયોજન કરવા જઈ રહ્યું છે. 2030માં ભારત અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે. તમારા જેવા યુવા ખેલાડીઓ માટે આ એક શ્રેષ્ઠ તક હશે. એટલું જ નહીં, ભારત 2036માં સૌથી મોટી રમતગમતની ઇવેન્ટ, ઓલિમ્પિક્સનું આયોજન કરવા માટે પણ પ્રયત્નશીલ છે. આજે 10 કે 12 વર્ષના યુવાનો 2036 ના ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

આ એક મોટી જવાબદારી છે

તેમણે કહ્યું આપણે તેને શોધીશું, તેમને પ્રત્સાહિત કરીશું અને તેમને રાષ્ટ્રીય મંચ પર લાવવા જોઈએ. સંસદ ખેલ મહોત્સવ આમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેથી હું આજે બધા સાંસદોને કહેવા માંગુ છું કે,આ એક મોટી જવાબદારી છે. તમારા મતવિસ્તારમાં એવી પ્રતિભાઓને ઓળખો જે ઓલિમ્પિક સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ગૌરવ અપાવી શકે. તેમને શક્ય તેટલો બધો ટેકો આપો. તેમને માર્ગદર્શન આપો.

તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને તિંરંગાનો આદર અને સન્માન કરવાની વાત કહી છે. તેમજ માતા-પિતાને આગ્રહ કર્યો છે કે, બાળકોને રમત અને દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રોત્સાહિત કરે. આજે હું દરેક ખેલાડીને કહેવા માંગીશ કે, તમે માત્ર જીત માટે રમતા નથી પરંતુ તમે દેશ માટે તિરંગાના સન્માન અને ગૌરવ માટે રમી રહ્યા છો.

વિશ્વના સર્વશ્રેષ્ઠ એથ્લેટ ઓલિમ્પિક ગેમ્સમાં પોતપોતાના દેશોનું પ્રતિનિધિત્વ કરે છે અને પોડિયમમાં સ્થાન મેળવનાર એથ્લેટ્સને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. અહી ક્લિક કરો