Nadal vs Djokovic, French Open 2022: રાફેલ નડાલે નંબર-1 જોકોવિચને પછાડીને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યુ

|

Jun 01, 2022 | 7:43 AM

French Open 2022: સર્બિયાનો નોવાક જોકોવિચ વિશ્વનો નંબર વન તેમજ ફ્રેન્ચ ઓપનનો ડિફેન્ડિંગ ચેમ્પિયન હતો. પરંતુ, રાફેલ નડાલે તેની રમતથી કહ્યું કે તે ક્લે કોર્ટનો અસલી રાજા છે.

Nadal vs Djokovic, French Open 2022: રાફેલ નડાલે નંબર-1 જોકોવિચને પછાડીને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યુ
Rafael Nadal હવે સેમિફાઇનલમાં ઝવેરેવ સામે ટકરાશે

Follow us on

ફ્રેન્ચ ઓપન 2022 (French Open 2022) ની સૌથી મુશ્કેલ અને હાઈપ્રોફાઈલ મેચનું પરિણામ બધાની સામે છે. ક્વાર્ટર ફાઈનલ મેચમાં 13 વખતની ફ્રેન્ચ ઓપન વિજેતા રાફેલ નડાલ (Rafael Nadal) વિશ્વના નંબર વન નોવાક જોકોવિચ (Novak Djokovic) પર પલડુ ભારે ધરાવે છે. આ સાથે નડાલ 15મી વખત ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનલ રમતો જોવા મળશે. એટલે કે હવે નડાલ તેનું 14મું ફ્રેન્ચ ઓપન ટાઈટલ અને રેકોર્ડ 22મું ગ્રાન્ડ સ્લેમ જીતવાથી માત્ર 2 પગલાં દૂર છે. ક્વાર્ટર-ફાઇનલ મેચમાં, નડાલે જોકોવિચને 6-2, 4-6, 6-2, 7-6 (4) થી હરાવ્યો અને સેમિફાઇનલની ટિકિટ બુક કરી.

સર્બિયાનો નોવાક જોકોવિચ વિશ્વનો નંબર વન હોવાની સાથે ફ્રેન્ચ ઓપનનો ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ હતો. પરંતુ, નડાલે તેની રમત જણાવી હતી કે તે ક્લે કોર્ટનો અસલી રાજા છે. ફ્રેન્ચ ઓપનમાં આ 8મી વખત બે દિગ્ગજ ખેલાડીઓની મુલાકાત થઈ હતી, જેમાં સ્પેનિશ ટેનિસ સ્ટાર હવે જોકોવિચ પર 6-2 થી આગળ લીડ કરી લીધી હતી. તે જ સમયે, ગ્રાન્ડ સ્લેમના કોર્ટ પર આ બંનેની 18મી મુલાકાત હતી અને અહીં પણ નડાલે જોકોવિચ પર 11-7 ની સરસાઈ મેળવી લીધી હતી.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

નડાલે જોકોવિચને હરાવ્યો, સેમિફાઇનલમાં જગ્યા બનાવી

નડાલ સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં નોવાક જોકોવિચે ઘણી ભૂલો કરી, જેનો સ્પેનિશ ટેનિસ સ્ટારે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. ચાર સેટની ક્વાર્ટર ફાઈનલનો નિર્ણય ટાઈ-બ્રેકરમાં લેવામાં આવ્યો હતો, જેમાં નડાલે મેચ જીતી હતી અને તેની 15મી ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ગયા વર્ષે જોકોવિચે હરાવ્યો હતો, આ વર્ષે નડાલે લીધો બદલો!

નોવાક જોકોવિચ 14મી વખત ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીતવાના નડાલના માર્ગમાં સૌથી મોટો અવરોધ હતો. ગયા વર્ષે તેણે નડાલને ફ્રેન્ચ ઓપનની કોર્ટમાં હરાવ્યો હતો. આ વર્ષે નડાલે જોકોવિચને ગ્રાન્ડ સ્લેમમાંથી પછાડીને તે હારનો બદલો લીધો છે. ક્વાર્ટર ફાઈનલ મેચ જીત્યા બાદ નડાલે કહ્યું, જોકોવિચ જેવા મોટા ખેલાડીને હરાવવા માટે તમારે પહેલા પોઈન્ટથી લઈને છેલ્લા પોઈન્ટ સુધી લડવું પડશે.

 

 

સેમિફાઇનલમાં ઝવેરેવ સાથે ટકરાશે

નડાલે જોકોવિચને હરાવીને ક્વાર્ટર ફાઈનલનો અવરોધ તોડી નાખ્યો હતો. હવે તે તેની 15મી ફ્રેન્ચ ઓપન સેમિફાઇનલ રમશે, જ્યાં તેનો મુકાબલો ગ્રાન્ડ સ્લેમની પ્રથમ સેમિફાઇનલમાં એલેક્ઝાન્ડર ઝવેરેવ સામે થશે.

Published On - 7:39 am, Wed, 1 June 22

Next Article