પીટી ઉષા બનશે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની અધ્યક્ષ, રેસ ટ્રેકની બહાર રચશે ઈતિહાસ

|

Nov 27, 2022 | 8:49 PM

પીટી ઉષા એ શનિવારે 26 નવેમ્બરે ભારતીય ઓલિંપિક એસોસિએશનના અધ્યક્ષની ચૂંટણી લડવાનું એલાન કર્યુ હતુ. આ ચૂંટણીમાં તેમનો નિરવિરોધ ચયન નક્કી જ છે. આગામી 10 ડિસેમ્બરના રોજ તેનું એલાન કરવામાં આવશે.

પીટી ઉષા બનશે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની અધ્યક્ષ, રેસ ટ્રેકની બહાર રચશે ઈતિહાસ
PT Usha
Image Credit source: File photo

Follow us on

રેસ ટ્રેક પર ભારત માટે નવા કિર્તીમાન બનાવનાર મહાન એથલિટ પીટી ઉષાના શાનદાર કરિયરમાં હવે નવી ઉપલબ્ધિ જોડાવા જઈ રહી છે. એશિયમ ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર અને ઓલિમ્પિકમાં ભારતની ઓળખ બનનાર પીટી ઉષા ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની અધ્યક્ષ બનવા જઈ રહી છે. પીટી ઉષા એ શનિવારે 26 નવેમ્બરે ભારતીય ઓલિંપિક એસોસિએશનના અધ્યક્ષની ચૂંટણી લડવાનું એલાન કર્યુ હતુ. આ ચૂંટણીમાં તેમનો નિર્વિરોધ પસંદગી નક્કી જ છે. આગામી 10 ડિસેમ્બરના રોજ તેનું એલાન કરવામાં આવશે.

એશિયન રમતોમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર 58 વર્ષીય ઉષા વર્ષ 1984ના ઓલિમ્પિકમાં 400 મીટરની દોડની ફાઈનલમાં ચોથા સ્થાને રહી હતી. પીટી ઉષા ભારતીય ઓલિંપિક એસોસિએશનના પહેલા મહિલા અધ્યક્ષ બની શકે છે. 10 ડિસેમ્બરે થનારી આ ચૂંટણીમાં હમણા સુધી પીટી ઉષા એક માત્ર ઉમેદવાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાની સમયમર્યાદા આજે 27 નવેમ્બરે ખત્મ થઈ ગઈ છે. જેથી પીટી ઉષાનું અધ્યક્ષ બનવુ નક્કી જ છે. આ સાથે જ રમત સંઘોમાં સૌથી ઉંચા પદ પર બેસનારા પૂર્વ ખેલાડીમાં પીટી ઉષાનું નામ પણ જોડાઈ જશે. હાલમાં ભારતના હોકી, ફૂટબોલ અને ક્રિકેટ સંઘોમાં પણ આવા ફેરફાર થયા છે.

વિભિન્ન પદ માટે ચૂંટણી

દિગ્ગજ ભારતીય રેસર પીટી ઉષા એ અધ્યક્ષ પદ માટે જ્યારે અન્ય 14 લોકો એ વિભિન્ન પદ માટે ઉમેદવારી નોંધાવી છે. આ ઉમેદવારોમાં ઓલિમ્પિક મેડલિસ્ટ નિશાનેબાજ ગગન નારંગ, પહેલવાન યોગેશ્વર દત્ત જેવા મોટા નામો પણ સામેલ છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના ચૂંટણી અધિકારી ઉમેશ સિન્હા એ જણાવ્યુ કે હાલમાં શુક્રવાર અને શનિવારે અધ્યક્ષ પદ માટે પીટી ઉષા સિવાય કોઈપણ ઉમેદવારના ઉમેદવારી પત્ર મળ્યા નથી. જોકે, અન્ય વિભિન્ન પદો માટે 24 ઉમેદવારો એ ઉમેદવારી પત્ર ભર્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOC) એ ઓલિમ્પિક ગેમ્સ, એશિયન ગેમ્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય એથ્લેટિક મીટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને આ ઈવેન્ટ્સમાં ભારતીય ટીમોના સંચાલન માટે રમતવીરોની પસંદગી માટે જવાબદાર સંસ્થા છે. તે ટીમ ઈન્ડિયાના નામ સાથે રમે છે. તે ભારતીય કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન તરીકે પણ કામ કરે છે, જે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે રમતવીરોની પસંદગી માટે જવાબદાર છે. આ એસોસિએશનની શરુઆત વર્ષ 1920થી થઈ હતી.

Next Article