Pro Kabaddi League: જયપુર અને પુનેરી પલ્ટન આજે ટકરાશે સામ-સામે, જીતનારી ટીમને મળશે પ્લેઓફની ટીકિટ

PKL-8: જયપુર પિંક પેંથર્સ અને પુનેરી પલ્ટન વચ્ચે અત્યાર સુધી 17 મેચ રમાય છે. જેમાં જયપુરની ટીમે 10 મેચ જીતી છે તો પાંચવાર પુનેરી પલ્ટની ટીમે જીત મેળવી છે.

Pro Kabaddi League: જયપુર અને પુનેરી પલ્ટન આજે ટકરાશે સામ-સામે, જીતનારી ટીમને મળશે પ્લેઓફની ટીકિટ
Jaipur Pink Panthers and Puneri Paltan (PC: Pro Kabaddi)
| Edited By: | Updated on: Feb 19, 2022 | 7:07 PM

શનિવારે બેંગ્લોરમાં શેરટોન ગ્રાન્ડ વ્હાઇટફીલ્ડમાં પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League) સિઝન 8ની 130 મી મેચ જયપુર પિંક પેન્થર્સ (Jaipur Pink Panthers) નો સામનો પુનેરી પલટન (Puneri Paltan) સામે થશે. મહત્વનું છે કે જે પણ ટીમ આ મેચ જીતશે તે નિચ્છિત રીતે પ્લેઓફમાં પોતાની જગ્યા પાક્કી કરશે. જોકે જયપુર પિંક પેન્થર્સ પાસે થોડો એડવાન્ટેજ છે, કારણ કે 21 માંથી 10 મેચ જીતીને 62 પોઇન્ટની સાથે પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. તે આ મેચને ટાઈ પણ કરી લે છે તો પણ પ્લેઓફની રેસમાં બન્યું રહેશે. પુનેરી પલટન ટીમે અત્યાર સુધી 11 મેચમાં જીત મેળવી છે અને 61 પોઇન્ટની સાથે 8માં સ્થાને છે. ટીમ આ મેચને જીતીને પાંચમાં સ્થાન પર પહોંચી શકે છે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે.

પ્લેઓફમાં પહોંચવા માટે અંતિમ તક

જયપુર ટીમ છેલ્લી પાંચ મેચમાંથી 2 મેચ હારી ચુક્યું છે અને ત્રણમાં જીત મેળવી છે. અર્જુન દેશવાલ સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે અને અત્યાર સુધી સિઝનમાં 200તી વધુ રેડ કરી ચુક્યો છે. સુપર 10માં આજે તે પવન સહરાવત અને મનિંદર સિંહની બરોબરી કરી શકે છે. દીપક નિવાસ હુડ્ડા આ મેચમાં મેટ પર ઉતરી શકે છે. સાહુલ કુમાર અને સંદીપ ધુલની પકડ સામે હરીફ રેડર્સ નિષ્ફળ નિવડ્યા છે. તો બૃજેંદ્ર ચૌધરી અને નીતિન રાવલે છેલ્લી કેટલીક મેચમાં પોતાના પ્રદર્શનથી બતાવી દીધુ છે કે તે કોઇનાથી ઓછો નથી.

બીજી તરફ પુનેરી પલટન ટીમે બીજા હાફમાં પોતાની કિસ્મત બદલી નાખી છે અને સતત સારૂ પ્રદર્શન કરીને પોતાને પ્લેઓફની રેસમાં આગળ રાખ્યું. તેનો સૌથી વધારે શ્રેય અસલમ ઇનામદાર અને મોહિત ગોયતને જાય છે. બંને યુવા રેડર્સે સારા-સારા ડિફેન્ડર્સની ટેકલને તોડી દીધી છે અને ટીમને જીત અપાવી છે. મોહિત ગોયત આ સિઝન ડુ ઓર ડાય રેડ કરવાના કેસમાં આગળ નિકળી ગયા. તેણે અત્યાર સુધી 46 ડુ ઓર ડાય રેડ કરી છે.

આંકડા શું કહે છે

પ્રો કબડ્ડી લીગના ઇતિહાસમાં જયપુર પિંક પેન્થર્સ અને પુનેરી પલટન ટીમ વચ્ચે અત્યાર સુધી 17 મેચ રમાય છે. જેમાં જયપુરની ટીમે 10 મેચ જીતી છે, તો પાંચવાર પુનેરી પલટને બાજી મારી છે. બંને વચ્ચે કુલ 2 મેચ બરોબરી પર રહ્યા હતા.

આ પણ વાંચો : INDvSL: રોહિત શર્મા ભારતીય ટેસ્ટ ટીમનો સુકાની બન્યો, રહાણે-પુજારાને પડતા મુકાયા, શ્રીલંકા સામેની T20 અને ટેસ્ટ ટીમની જાહેરાત

આ પણ વાંચો : IND vs WI: ઋષભ પંત ને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝની અંતિમ T20 માં આરામ અપાયો, શ્રીલંકા સામે પણ નહી રમે