Pro Kabaddi League: સિઝન 2ની ચેમ્પિયન યુ મુમ્બા સામે પ્લેઓફની ટીકિટ મેળવવા માટે મેટ પર ઉતરશે ગુજરાતની ટીમ

PKL-8: ગુજરાત જાયન્ટ્સ અને યુ મુમ્બા ટીમ વચ્ચે અત્યાર સુધી 9 મેચ રમાય છે. જેમાં યુ મુમ્બાની ટીમ 3 મેચ જીતી છે તો ગુજરાતની ટીમ પાંચવાર મેચમાં જીત મેળવી છે.

Pro Kabaddi League: સિઝન 2ની ચેમ્પિયન યુ મુમ્બા સામે પ્લેઓફની ટીકિટ મેળવવા માટે મેટ પર ઉતરશે ગુજરાતની ટીમ
Gujarat Giants and U Mumbai (PC: Pro Kabaddi)
| Edited By: | Updated on: Feb 19, 2022 | 8:25 PM

શનિવારે બેંગ્લોરના શેરટોન ગ્રાન્ડ વ્હાઇટપીલ્ડમાં પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi League) સિઝન 8 માં 131 મી મેચમાં ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants) નો સામનો યુ મુમ્બા (U Mumba) સામે થશે. યુ મુમ્બા ટીમની પ્લે ઓફમાં પહોંચવાની અપેક્ષાઓ ઘણી ઓછી છે. પણ ગુજરાત ટીમની આશા હજુ જળવાયેલી છે. મનપ્રીત સિંહની ગુજરાતની ટીમે 21માંથી 9 મેચમાં જીત મેળવી છે અને 62 પોઇન્ટની સાથે પોઇન્ટ ટેબલમાં સાતમાં સ્થાને છે. ગુજરાત જાયન્ટ્સ ટીમને જો ફાઇનલમાં પહોંચવું હોય તો ટીમને કોઇ પણ હિસાબે મેચ જીતવી જરૂરી છે. ગુજરાત ટીમ જો ટાઈ પણ કરે છે તો પોઇન્ટ ટેબલમાં ટોપ 6માં પહોંચી જશે પણ પ્લેઓફની રેસમાં અન્ય ટીમના પરિણામની પણ અસર પહોંચશે. આ મેચ આજે રાત્રે 8:30 કલાકે શરૂ થશે.

જીતથી મળશે પ્લેઓફમાં ટીકિટ

આજે સાંજે પ્રો કબડ્ડીની ત્રણ ટીમો પ્લેઓફની રેસ માટે મેટ પર ઉતરશે. જેમાં ગુજરાત જાયન્ટ્સની ટીમ મજબુત દાવેદાર છે. ગુજરાતની ટીમ છેલ્લી 4 મેચથી અજેય છે અને ખેલાડી પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે. પરવેશ ભેંસવાલની સાથે સુનિલ કુમારની પકડને ટીમને પ્લેઓફની રેસમાં બનાવી રાખી છે. તો મહેન્દર રાજપુતનું ફોર્મ ગુજરાતની ટીમને વધુ મજબુત કર્યું છે. ગુજરાત ટીમના બે યુવા રેડર્સે પરદીપ કુમાર અને અજય કુમાર પણ જો આ મેચમાં સારૂ રમે છે તો ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે કોઇ તકલીફ નહીં પડે.

જોકે આ મેચ ગુજરાત માટે એટલી સહેલી નહીં હોય. ગુજરાતની સામે સિઝન 2ની ચેમ્પિયન યુ મુમ્બા ટીમ હશે. રિંકુ અને રાહુલ સેઠપાલની જોડી જે રીતે છેલ્લી કેટલીક મેચમાં પ્રદર્શન કર્યું છે તે જોતા ગુજરાત ટીમ આ મેચ સહેલાઇથી નહીં લે. રેડરમાં અજીત કુમાર ફોર્મમાં પરત આવી ચુક્યો છે અને હરીફ ટીમ માટે તકલીફ બની શકે છે. અજીત સાથે અભિષેક સિંહનું ફોર્મ પણ શાનદાર ચાલી રહ્યું છે.

આંકડા શું કહે છે

પ્રો કબડ્ડી લીગના ઇતિહાસમાં ગુજરાત જાયન્ટ્સ અને યુ મુમ્બા વચ્ચે અત્યાર સુધી 9 મેચ રમાય છે. જેમાં યુ મુમ્બાએ 3 જીત મેળવી છે. તો પાંચવાર ગુજરાતની ટીમે જીત મેળવી છે. તો બંને વચ્ચે એક મેચ ટાઇ રહી છે.

આ પણ વાંચો : INDvSL: રોહિત શર્મા ભારતીય ટેસ્ટ ટીમનો સુકાની બન્યો, રહાણે-પુજારાને પડતા મુકાયા, શ્રીલંકા સામેની T20 અને ટેસ્ટ ટીમની જાહેરાત

આ પણ વાંચો : લો બોલો ! Telanganaમાં કોંગ્રેસના નેતા પર ગધેડાની ચોરીનો આરોપ, પોલીસે ધરપકડ કરી કેસ નોંધ્યો