પ્રાઇમ વોલીબોલ લીગની 5 ફેબ્રુઆરીથી શરૂઆત, અમદાવાદ સહિત કુલ 7 ટીમો ભાગ લેશે

અમદાવાદ ટીમમાં હર્ષ ચૌધરી અને ચેન્નઈ ટીમમાં અમિત સિંહ એમ લીગમાં 2 ગુજરાતી ખેલાડીઓ પોતાનો દમ દેખાડશે, 27 ફેબ્રુઆરી સુધી પ્રાઇમ વોલીબોલ લીગ રમાશે, સમગ્ર લીગ હૈદરાબાદમાં રમાશે.

પ્રાઇમ વોલીબોલ લીગની 5 ફેબ્રુઆરીથી શરૂઆત, અમદાવાદ સહિત કુલ 7 ટીમો ભાગ લેશે
Prime Volleyball League
| Edited By: | Updated on: Feb 04, 2022 | 2:11 PM

હૈદરાબાદના ગાચીબોવલી ઇંડોર સ્ટેડિયમમાં 5 ફેબ્રુઆરીથી પ્રાઇમ વોલીબોલ લીગની (Prime Volleyball League) પહેલી સિઝનની શરૂઆત થઇ રહી છે. આમ ભારતમાં ક્રિકેટ, કબડ્ડી, બેડમિન્ટન, ટેનિસ, ટેબલ ટેનિસ બાદ નવી એક લીગની શરૂઆત થઇ રહી છે. પ્રાઇમ વોલીબોલ લીગમાં અમદાવાદ (Ahmedabad) સહિત કુલ 7 ટીમો છે અને સંપુર્ણ લીગ કોરોનાના કહેરના કારણે એક જ સ્થળ હૈદરાબાદમાં રમાશે. તમને જણાવી દઇએ કે આ વોલીબોલ લીગમાં ગુજરાતના બે ખેલાડીઓને ખરીદવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ ટીમમાં હર્ષ ચૌધરી અને ચેન્નઈ ટીમમાં અમતિ સિંહની પસંદગી થઇ છે.

પ્રાઇમ વોલીબોલ લીગમાં (Prime Volleyball League) ટીમ આ પ્રમાણે છે. કાલીકટ હીરોજ, કોચ્ચિ બ્લુ સ્પાઇકર્સ, અમદાવાદ ડિફેન્ડર્સ, હૈદરાબાદ બ્લેક હૉક્સ, ચેન્નઈ બ્લિટ્જ, બેંગલુરુ ટોરપીડો અને કોલકાતા થંડરબોલ્ટ્સ છે. 27 ફેબ્રુઆરી સુધી આ લીગ રમાશે. કોરોના કહેરના કારણે સુરક્ષાને ધ્યાને રાખતા સમગ્ર લીગ એક મજબુત બાયો બબલમાં રમાશે. આ લીગમાં કુલ 24 મેચ રમાશે. પહેલી મેચ હૈદરાબાદ બ્લેક હોક્સ અને કોચ્ચિ બ્લુ સ્પાઇકર્સ વચ્ચે રમશે. ટોચની ચાર ટીમો સેમિ ફાઇનલમાં પહોંચશે. બધી ટીમો એક-એક વાર સામ સામે ટકરાશે. નોકઆઉટ મેચ 24 અને 25 ફેબ્રુઆરીએ રમાશે.

અમદાવાદની ટીમના ખેલાડીઓ

મહત્વની વાત એ છે કે આ લીગમાં ગુજરાતની અમદાવાદની ટીમ છે. જેનું નામ અમદાવાદ ડિફેન્ડર્સ છે. અમદાવાદ ટીમના સુકાની મુથુસામી અપ્પાયુ છે. તેની સાથે ટીમમાં મિડલ બ્લોકર મનોજ, અમેરિકાના ખેલાડી રયાન મેહાન અને આર્જેન્ટિનાના રોડ્રિગો વિલાલબોઆ જેવા સ્ટાર ખેલાડીઓ છે. તો અન્ય ખેલાડીઓમાં હરદીપ સિંહ, શોન ટી જોન, એસ સંતોષ, પ્રભાકરણ પી. સાજુ પ્રકાશ મયાલ, પ્રસન્ના રાજા, હર્ષ ચૌધરી અને અંગમુથુ જેવા ખેલાડીઓ છે.

બેંગલુરુ ટીમના ખેલાડીઓ

બેંગલુરુ ટીમમાં અનુભવી રંજીત સિંહ સુકાની તરીકેની જવાબદારી નિભાવશે. જ્યારે અન્ય ખેલાડીઓમાં પંકજ શર્મા, અમેરિકાના નુહ ટૈટાનો, કાઇલ ફ્રેંડ, રોહિત, વરૂણ જીએસ, મિથુન કુમાર, સારંગ સંથિલાલ, લવમીત કટારિયા, સરાજન યુ શેટ્ટી, રંજીત સિંહ, વિનાયક રોખડે અને ગણેશનો સમાવેશ થાય છે.

હૈદરાબાદ ટીમના ખેલાડીઓ

હૈદરાબાદ બ્લેક હોક્સ ટીમમાં અનુભવી અટેકર અમિત ગુલિયા મુખ્ય ખેલાડી રહેશે. તો તેની સાથે હરિહરન વી, વિપુલ કુમાર, લુઇસ એંટોનિયો એરિયસ ગુજમેન, હેનરી બેલ, રોહિત કુમાર, જોર્જ એન્ટની, આનંદ, સુધીર શેટ્ટી, જોન જોસેફ ઈજે, જિણ્ણુ પીવી, પ્રફુલ એસ અને એસવી ગુરુ પ્રશાંતનો સમાવેશ થાય છે.

કાલીકટ ટીમના ખેલાડીઓ

કાલીકટ હીરોઝ ટીમમાં જેરોમ વિનિથ અને અજિતલાલ જેવા સ્ટાર ખેલાડીઓ જોવા મળશે. તો તેમની સાથે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ડેવિડ લી અને આરોન કૌબી જેવા અમેરિકાના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું જબરદસ્ત સમર્થન મળશે. તો અબીલ કૃષ્ણન સાંસદ, વિશાલ કૃષ્ણા, વિગ્નેશ રાજ ડી, આર રામનાથન, અર્જુન નાથ એલએસ, મુજીબ એમસી, જિતિન, લાલ સુજાન એમવી, અરુણ જકારિયાસ સિબી અને અંસાબ જેવા ખેલાડીઓ દમ દેખાડશે.

ચેન્નઈ ટીમના ખેલાડીઓ

ચેન્નઈ બ્લિટ્જ ટીમમાં અનુભવિ ખેલાડીઓમાં ઉકરપાંડિયન મોહન ટીમની કમાન સંભાળશે. જ્યારે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓમાં વેનેજુએલાના અટેકર ફર્નાંડો ડેવિડ ગોંજાલેજ રોડ્રિગ્જ અને અમેરિકાના અટેકર બ્રુનો ડા સિલ્વા હરીફ ખેલાડીઓને ટક્કર આપશે. જ્યારે અન્ય ખેલાડીઓમાં અખિન જીએસ, નવીન રાજા જૈકબ, અમિતસિંહ, અજમથ ઉલ્લા, કનગરાજ, જીઆર વૈષ્ણવ, અભિલાષ ચૌધરી, મોહિત ભીમ સેહરાવત, પિનમ્મા પ્રશાંત, અમિતસિંહ કપ્તાનસિંહ તંવર અને જોબિન વર્ગીસનો સમાવેશ થાય છે.

કોચી ટીમના ખેલાડીઓ

ભારતની રાષ્ટ્રીય વોલીબોલ ટીમના સુકાની રહી ચુકેલ કાર્તિ મધુ કોચ્ચી બ્લુ સ્પાઇકર્સ ટીમની કમાન સંભાળશે. તેમને અનુભવી મિડલ બ્લોકર દીપેશ કુમાર સિન્હાનો સાથ મળશે. તો આંતરરાષ્ટ્રીય ખેલાડીઓમાં કોલ્ટન કોવેલ અને અમેરિકાના કોડી કેલ્ડવેલ જોવા મળશે. ટીમમાં અન્ય રાયસન બેનેટ રેબેલો, સેતુ ટીઆર, એરિન વર્ગીસ, દર્શન એસ ગૌડા, સી વેણુ, અભિનવ બીએસ, દુષ્યંત જીએન, પ્રશાંત કુમાર સરોહા, આશા એ અને અબ્દુલ રહીમ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

કોલકાતા ટીમના ખેલાડીઓ

કોલકાતા થંડરબોલ્ટ્સ ટીમમાં સ્ટાર ખેલાડી અશ્વલ રાય સુકાની પદ સંભાળશે. જ્યારે તેનો સુંદર સાથ વિનીત કુમારનો મળશે. તો વિદેશી ખેલાડીઓમાં અમેરિકાના મૈથ્યુ અગસ્ત અને ઇયાન સેટરફીલ્ડ જેવા ખેલાડીઓ રમશે. ટીમમાં અનુ જેમ્સ, શારુન ગૌડા, મોહમ્મદ રિયાજુદીન, રાહુલ, હરિ પ્રસાદ બીએસ, મોહમ્મદ શફીક, અરવિંદન એસ અને જનશાદ યુનો સમાવેશ થાય છે.

ભારતમાં વોલીબોલ લીગની શરૂઆત પહેલા બેસલાઇન વેંચર્સના સહ-સંસ્થાપક તુહિન મિશ્રાએ કહ્યું, ‘અમે ઘણા પ્રતિભાશાળી વોલીબોલ ખેલાડીઓને એક મંચ આપવા માટે લાંબા સમય સુધી રાહ જોઇ છે. આ એક એવું સ્ટેજ છે જ્યા ખેલાડીઓ પોતાની તાકાત બતાવી શકે છે. એટલા માટે અમે આ ટુર્નામેન્ટ શરૂ કરવા માટે ઉત્સુક છીએ. આ ટુર્નામેન્ટ સફળ થાય તેના માટે અમે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ અને આશા છે કે તમામ ખેલાડી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.’

પ્રાઇમ વોલીબોલ લીગ ક્યા જોવા મળશે
પ્રાઇમ વોલીબોલ લીગ 5 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે. જે તમને સોની ટેન-1, સોની ટેન-2 અને સોની ટેન-3 અને સોની ટેન-4માં અંગ્રેજી, હિંદી, મલયાલમ, તમિલ અને તેલુગુ ભાષામાં જોવા અને સાંભળવા મળશે.

આ પણ વાંચો : U19 World Cup: ડેવાલ્ડ બ્રેવિસની તોફાની સ્ટાઈલ, 6 મેચમાં બનાવ્યા 506 રન, ધવનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

આ પણ વાંચો : Hardik Pandya ના વિશ્વકપને લઇને કરાયેલા નિવેદન પર વિરાટ કોહલીના નાનપણના કોચ રાજકુમાર ભડક્યા, કહ્યુ આ તો ‘છોકરમત’ છે