Prime Volleyball League: રોમાંચક મેચમાં કોલકાતા થંડરબોલ્ડસને હરાવીને સેમી ફાઇનલમાં પહોંચ્યું અમદાવાદ ડિફેન્ડર્સ

પ્રાઇમ વોલીબોલ લીગ 2022ઃ અમદાવાદ ડિફેન્ડર્સ ટીમ આ લીગમાં સેમિ ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઇ છે. અમદાવાદ ટીમે અત્યાર સુધી પાંચ મેચમાંથી ચાર મેચમાં જીત મેળવી છે.

Prime Volleyball League: રોમાંચક મેચમાં કોલકાતા થંડરબોલ્ડસને હરાવીને સેમી ફાઇનલમાં પહોંચ્યું અમદાવાદ ડિફેન્ડર્સ
Prime Volleyball League
| Edited By: | Updated on: Feb 20, 2022 | 12:37 AM

અમદાવાદ ડિફેન્ડર્સે (Ahmedabad Defenders) શાનદાર પ્રદર્શન કરતા શનિવારે પ્રાઇમ વોલિબોલ લીગમાં (Prime Volleyball League) ની પહેલી સિઝનમાં 17મી મેચમાં કોલકાતા થંડરબોલ્ટ્સ (Kolkata Thunderbolts) ટીમને 3-2 (7-15, 15-10, 15-13, 15-14, 10-15) થી માત આપીને સેમિ ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે. અમદાવાદ ટીમના શોન ટી જોને તેના શાનદાર પ્રદર્શનને પગલે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અમદાવાદની પાંચ મેચમાં આ ચોથી જીત છે અને ટીમ 8 પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં પહોંચનાર પહેલી ટીમ બની ગઇ છે. કોલકાતાની ટીમ અત્યાર સુધી પાંચ મેચમાં આ બીજી મેચ હારી છે.

કોલકાતા થંડરબોલ્ટ્સ ટીમે ટોસ જીતીને સર્વ કરવાનું નક્કી કર્યું હતું. ટીમે શાનદાર શરૂઆત કરી હતી અને ટેક્નિકલ ટાઇમ આઉટ સુધી 8-4 ની લીડ મેળવી લીધી હતી. ત્યાર બાદ ટીમે ફરી સતત બે સુપર પોઇન્ટ લેતા 8 પોઇન્ટ લીડ મેળવી લીધી અને સ્કોર 15-7 થી પહોંચાડ્યો હતો. આમ કોલકાતા ટીમે પહેલો સેટ સહેલાઇથી જીતી લીધો હતો. બીજા સેટમાં અમદાવાદે જોરદાર વાપસી કરતા 3 પોઇન્ટની લીડ લઇ લીધી અને ત્યારબાદ અંગામુથુ અને શોન ટી જોને શાનદાર પ્રદર્શન કરતા ટીમનો સ્કોર 15-10 સુધી પહોંચાડ્યો અને બીજો સેટ જીતીને મેચ 1-1ની બરોબરી પર લાવી દીધી હતી.

 


ત્રીજા સેટમાં બંને ટીમો વચ્ચે રસાકરી જોવા મળી હતી અને ઘણીવાર મેચ બરોબરી પર પણ આવી ગઇ હતી. જોકે અશ્વાલ રાયની ભુલ બાદ અમદાવાદની ટીમે સેટ પોઇન્ટ પર પહોંચી ગઇ અને હરદીપ સિંહના દમ પર ટીમે 15-13 થી આ સેટ જીતીને 2-1ની લીડ મેળવી લીધી હતી. ચોથા સેટમાં  બંને ટીમો એક સમયે 11-11 પોઇન્ટની બરોબરી પર આવ્યા હતા અને ત્યાર બાદ ફરીથી 14-14 પોઇન્ટ પર પણ પહોંચી ગયા હતા. અહીં રોમાંચક મેચમાં અમદાવાદે 1 પોઇન્ટ લઇને 15-14 થી સેટ જીતીને મેચ પોતાના નામે કરી લીધી હતી અને સેમિ ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઇ હતી.

પાંચમાં અને અંતિમ સેટમાં કોલકાતાએ ટાઇમ આઉટ સુધી 2 પોઇન્ટની લીડ લઇને પોતાની તાકાત બતાવી હતી. ટીમે ફરીથી પાંચ પોઇન્ટની લીડ મેળવી લીધી હતી અને સ્કોર 14-9 પહોંચાડ્યો હતો. કોલકાતા થંડરબોલ્ટ્સે 15-10થી અંતિમ સેટ જીતી લીધી હતો પણ મેચ પોતાના નામે કરી શકી ન હતી.

આ પણ વાંચો : ISL: એટીકે મોહન બગાને અંતિમ ક્ષણે કેરાલા બ્લાસ્ટર્સની જીત છીનવી લીધી અને નંબર 1 ના સ્થાને પહોંચ્યું

આ પણ વાંચો : IND vs SL: ટીમ ઇન્ડિયામાં પસંદગીકારોએ કરી દીધા મોટા ફેરફાર, કોણ આવ્યુ કોણ ગયુ જાણો મોટી વાતો