Asian Gamesમાં ભારતે લખી સફળતાની નવી ગાથા, PM મોદીએ કહ્યું ‘ગર્વની ક્ષણ’

|

Oct 04, 2023 | 3:45 PM

એશિયન ગેમ્સ (Asian Games)ના ઈતિહાસમાં ભારતે પોતાની સફળતાનો નવો અધ્યાય લખ્યો છે. ભારતે અત્યાર સુધીમાં 74 મેડલ જીત્યા છે. જેમાં 16 ગોલ્ડ, 27 સિલ્વર અને 31 બ્રોન્ઝ સામેલ છે. પીએમ મોદીએ કહ્યું કે દરેક મેડલ સખત મહેનત દર્શાવે છે. આ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે.

Asian Gamesમાં ભારતે લખી સફળતાની નવી ગાથા, PM મોદીએ કહ્યું ગર્વની ક્ષણ

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એશિયન ગેમ્સમાં ભારતના શાનદાર પ્રદર્શન પર ગર્વ વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, એશિયન ગેમ્સમાં ભારતનું આ અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન છે. દેશ માટે આ એક ગર્વની ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દરેક મેડલ પાછળ મહેનત છે. આ આખા દેશ માટે ગર્વની ક્ષણ છે.અમે તમામ એથ્લેટિક્સને અભિનંદન પાઠવીએ છીએ.

આ પણ વાંચો : વિરાટ કોહલીથી લઈને રોહિત શર્મા સુધી, જાણો તમારા ફેવરિટ ક્રિકેટરો કયા શૂઝ પહેરી World Cup રમશે

ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ
શિયાળામાં રોજ ગોળની ચા પીવાથી જાણો શું ફાયદા થાય છે?

જકાર્તામાં 16 ગોલ્ડ મેડલની સાથે 70 મેડલ જીત્યા

તમને જણાવી દઈએ કે, ભારતે એશિયાઈ રમતના ઈતિહાસમાં પોતાની સફળતાની નવી શરુઆત કરી છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 16 ગોલ્ડ મેડલ, 27 સિલ્વર મેડલ અને 31 બ્રોન્ઝ મેડલ સામેલ છે. 2018એશિયન ગેમ્સ જકાર્તામાં 16 ગોલ્ડ મેડલની સાથે 70 મેડલ જીત્યા હતા. ભારતે તીરંદાજીની કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં 16મો ગોલ્ડ મેડલ જીત્યો. આ ઈવેન્ટમાં તેણે દક્ષિણ કોરિયાને હરાવ્યું હતું.

 

 

એશિયન ગેમ્સમાં ભારતનું ઐતિહાસિક પ્રદર્શન

 

 

જો રેન્કિંગની વાત કરવામાં આવે તો ભારત મેડલ ટેલીમાં ચોથા નંબર પર છે. મેડલ ટેલીમાં પહેલા સ્થાને પર યજમાન દેશ ચીન છે. ચીને કુલ 304 મેડલ જીત્યા છે. જેમાં 166 ગોલ્ડ મેડલ, 91 સિલ્વર મેડલ, 47 બ્રોન્ઝ મેડલ સામેલ છે. જાપાન 135 મેડલ (34 ગોલ્ડ, 49 સિલ્વર અને 52 બ્રોન્ઝ) સાથે બીજા સ્થાને છે. રિપબ્લિક ઓફ કોરિયા 142 મેડલ સાથે ત્રીજા સ્થાને છે. તેણે 32 ગોલ્ડ, 44 સિલ્વર અને 66 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article