Paris Olympics 2024 : વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે? આ સમયે આવશે નિર્ણય

ભારતીય રેસલર વિનેશ ફોગાટ પર મોટો નિર્ણય આવવાનો છે. પેરિસમાં CASએ આ કેસની સુનાવણી પૂરી કરી લીધી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેમના કેસનો નિર્ણય શનિવારે આવશે. વિનેશ ફોગાટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) પાસે માંગ કરી છે કે તેને સિલ્વર મેડલ આપવામાં આવે.

Paris Olympics 2024 : વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે? આ સમયે આવશે નિર્ણય
Vinesh Phogat
| Updated on: Aug 10, 2024 | 8:33 PM

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને ઓલિમ્પિક ફાઈનલમાંથી અયોગ્ય ઠેરવવા સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) શનિવાર રાત સુધીમાં પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે. પેરિસથી આવી રહેલા અહેવાલો અનુસાર CASએ માહિતી આપી છે કે આ કેસની સુનાવણી ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 થી 10 વાગ્યાની વચ્ચે થશે.

નિર્ણય શનિવારે રાત્રે જ આવશે

CASનો આ નિર્ણય નક્કી કરશે કે વિનેશ ફોગાટને ઓલિમ્પિક મેડલ મળશે કે નહીં. વિનેશ ફોગાટે માંગ કરી છે કે તેણીને સિલ્વર મેડલ આપવામાં આવે કારણ કે સેમીફાઈનલ મુકાબલો સુધી તેનું વજન નિયમો મુજબ હતું. વિનેશ ફોગાટને ફાઈનલની સવારે ગોલ્ડ મેડલ વિજેતા સારાહ એન હિલ્ડેબ્રાન્ડ સામે 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી, જેની સામે ભારતીય કુસ્તીબાજે અપીલ કરી છે.

 

શું છે વિનેશ ફોગાટની દલીલ?

વિનેશ ફોગાટે CASમાં દલીલ કરી હતી કે સેમીફાઈનલમાં તેની જીત સુધી તેનું વજન નિર્ધારિત મર્યાદામાં હતું, તેથી તેને સિલ્વર મેડલ મળવો જોઈએ. ભારતીય ઓલિમ્પિક સંઘે આશા વ્યક્ત કરી છે કે આ કેસમાં નિર્ણય વિનેશના પક્ષમાં આવશે. જો નિર્ણય વિનેશની તરફેણમાં આવે છે તો તે સિલ્વર મેડલ જીતી શકે છે.

અમન સેહરાવત વિનેશની જેમ મુશ્કેલીમાં હતો

વિનેશ ફોગાટની જેમ 57 કિગ્રા કુસ્તી કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતનાર અમન સેહરાવતનું વજન પણ ઘણું વધી ગયું હતું. અહેવાલો અનુસાર, બ્રોન્ઝ મેડલ મેચ પહેલા અમનનું વજન 61.5 કિલો સુધી પહોંચી ગયું હતું. પરંતુ આ ખેલાડીએ આખી રાત મહેનત કરીને 4 કિલોથી વધુ વજન ઘટાડ્યું. તેણે આખી રાત તાલીમ લીધી અને કાર્ડિયો અને સોના બાથના ઘણા સેશન પણ લીધા, જેના પછી તે વજન ઘટાડવામાં સફળ રહ્યો. સૌથી મોટી વાત એ છે કે અમને માત્ર 10 કલાકમાં આ વજન ઘટાડ્યું, જે પોતાનામાં જ કમાલ છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં રવિ શાસ્ત્રી રોજ લડતા હતા! ટીમ ઈન્ડિયાના ખેલાડીનો ચોંકાવનારો ખુલાસો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો