પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની ભલે હજુ શરુ થઈ નથી પરંતુ રમતોની શરુઆત થઈ ચૂકી છે. ફુટબોલ , રગ્બી જેવી રમત 24 જુલાઈથી થઈ રહી છે. આ સિવાય તીરંદાજીની ઈવેન્ટ પણ જોવા મળશે. જેમાં ભારતની પુરુષ અને મહિલા ટીમ પાસે ખુશ આશા છે.
ભારતીય પુરુષ તીરંદાજી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને રેન્કિંગ રાઉન્ડમાં ત્રીજું સ્થાન મેળવ્યું. આ સાથે ટીમે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. હવે ક્વાર્ટર ફાઈનલમાં તુર્કી અને કોલંબિયા સામે લડાઈ થશે.
મહિલા તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડ દરમિયાન, ભારતીય મહિલા તીરંદાજી ટીમ ચોથા ક્રમે રહી અને ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થઈ. હવે ભારતીય પુરુષ તીરંદાજી ટીમ પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતની પુરુષ ટીમ ત્રીજા સ્થાને રહી હતી.
પુરુષોની તીરંદાજી સ્પર્ધામાં છઠ્ઠો રાઉન્ડ સમાપ્ત થઈ ગયો છે. આ રાઉન્ડ પછી ધીરજ બૌમદેવરા 24મા, તરુણદીપ રાય 14મા અને પ્રવીણ જાધવ 37મા ક્રમે છે. જ્યારે પુરુષોની ટીમ છઠ્ઠા સ્થાને અને મિશ્રિત ટીમ સાતમા સ્થાને છે.
ભારતીય પુરૂષ તીરંદાજોને રેન્કિંગ રાઉન્ડના ચોથા અને પાંચમા રાઉન્ડમાં પણ નિરાશાનો સામનો કરવો પડ્યો છે. ચોથા રાઉન્ડ બાદ કોઈ પણ તીરંદાજ ટોપ-20માં જગ્યા બનાવી શક્યો નહોતો. પાંચમા રાઉન્ડના અંતે માત્ર તરુણદીપ રાય જ ટોપ-20માં જગ્યા બનાવી શક્યો. તે 15મા સ્થાને છે. જ્યારે ધીરજ બુમદેવરા 25મા અને પ્રવીણ જાધવ 43મા ક્રમે છે. જ્યારે પુરુષ ટીમ છઠ્ઠા સ્થાને યથાવત છે. જ્યારે મિશ્ર ટીમ 8મા નંબરે છે.
બીજા રાઉન્ડ બાદ પણ ભારતીય પુરૂષ તીરંદાજોની સ્થિતિમાં સુધારો થયો નથી. જો કે આ રાઉન્ડમાં તરુણદીપ રાયે મોટી છલાંગ લગાવી છે અને તે 33મા સ્થાનેથી 16મા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે ધીરજ બૂમદેવરાને હારનો સામનો કરવો પડ્યો હતો અને તે 11માં સ્થાનેથી 36માં સ્થાને પહોંચી ગયો હતો. જ્યારે પ્રવીણ જાધવ 30માં સ્થાનેથી 37માં સ્થાને પહોંચી ગયા છે. બીજા રાઉન્ડ બાદ ભારતીય તીરંદાજી મિશ્રિત ટીમ 8મા સ્થાનેથી 9મા સ્થાને સરકી ગઈ છે. મેન્સ ટીમ પણ બે સ્થાનનું નુકસાન થયું છે અને ટીમ ચોથાથી છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.
ભારતીય મહિલા તીરંદાજો બાદ પુરૂષ તીરંદાજોની પણ શરૂઆત સારી રહી નથી. ટોપ-10માં કોઈ પોતાનું સ્થાન બનાવી શક્યું નથી. જોકે, ધીરજ બૌમદેવરાએ સારી શરૂઆત કરી છે અને પ્રથમ રાઉન્ડ બાદ તેનું રેન્કિંગ 11 છે. જ્યારે પ્રવીણ જાધવ 30માં અને તરુણદીપ રાય 33માં સ્થાને છે.
ભારતીય ત્રિપુટી (અંકિતા, ભજન અને દીપિકા) 28મીએ ટીમ ઈવેન્ટમાં ભાગ લેશે. તેનો સામનો ફ્રાન્સ અને નેધરલેન્ડ વચ્ચેની રાઉન્ડ ઓફ 16 મેચના વિજેતા સાથે થશે. ભારતીય તીરંદાજોની રાઉન્ડ ઓફ 64 મેચો નીચે મુજબ છે.
અંકિતા ભક્ત વિ વાયોલેટા મેસેજર
ભજન કૌર વિ સૈફા નૂરફીફા કમાલ
દીપિકા કુમારી વિ રીના પર્નાત
ભારતની અંકિતા ભકત તીરંદાજીની મહિલા વ્યક્તિગત ઈવેન્ટમાં 11મા સ્થાને રહી. તેને 666 પોઈન્ટ મળ્યા છે. ભજન કૌર 22મા સ્થાને છે. તેને 659 પોઈન્ટ મળ્યા છે. જ્યારે દીપિકા કુમારી 23મા સ્થાને છે. તેને 658 પોઈન્ટ મળ્યા છે.
અંકિતા ભક્તા, ભજન કૌર અને દીપિકા કુમારીએ ભારતને ક્વાર્ટર ફાઈનલની ટિકિટ અપાવી છે.ભારતની મહિલા ટીમ તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડમાં ચોથા સ્થાને છે. ભારતે 1983 પોઈન્ટ બનાવ્યા. સાઉથ કોરિયા ટોચ પર રહ્યું. તેણે ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો છે. સાઉથ કોરિયાને 2046 પોઈન્ટ મળ્યા છે. ચીન બીજા સ્થાને અને મેક્સિકો ત્રીજા સ્થાને છે.
1. અંકિતા ભક્ત – 54 પોઈન્ટ્સ (10, 9, 9, 9, 9, 8) – 11મું સ્થાન (કુલ: 666)
2. ભજન કૌર – 53 પોઈન્ટ્સ (9, 9, 9, 9, 9, 8) – 22મું સ્થાન (કુલ: 659)
3. દીપિકા કુમારી – 57 પોઈન્ટ્સ (10, 10, 10, 10, 9, 8) – 23મું સ્થાન (કુલ: 658)
આ 10મો સેટ છે
1. અંકિતા ભક્ત – 54 પોઈન્ટ્સ (10, 10, 9, 9, 8, 8) – 12મું સ્થાન (AGG: 554)
2. ભજન કૌર – 58 (X, 10, 10, 10, 9, 9) – 21મું સ્થાન (AGG: 550)
3. દીપિકા કુમારી – 55 પોઈન્ટ્સ (10, 10, 9, 9, 9, 8) – 28મું સ્થાન (AGG: 545)
ટીમ સ્ટેન્ડિંગમાં ટોચની ચાર ટીમો સીધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે. હાલમાં ભારત ચોથા સ્થાને છે. 5માથી 12મા ક્રમે રહેલી ટીમો રાઉન્ડ ઓફ 16 મેચમાં રમશે.
9મો સેટ
1. અંકિતા ભક્ત – 55 પોઈન્ટ્સ (X, 10, 10, 9, 9, 7) – 11મું સ્થાન (કુલ: 500)
2. ભજન કૌર – 55 (X, 10, 9, 9, 9, 8) – 25મું સ્થાન (કુલ: 492)
3. દીપિકા કુમારી – 51 પોઈન્ટ્સ (X, 10, 9, 9, 8, 5) – 30મું સ્થાન (કુલ: 490)
1. સાઉથ કોરિયા – 1362
2. ચીન – 1332
3. મેક્સિકો – 1324
4. ભારત – 1321
1. અંકિતા ભક્ત – 56 પોઈન્ટ્સ (X, X, 10, 9, 9, 8) – 11મું સ્થાન (કુલ: 445)
2. દીપિકા કુમારી – 55 પોઈન્ટ્સ (10, 10, 9, 9, 9, 8) – 24મું સ્થાન (કુલ: 439)
3. ભજન કૌર – 54 પોઈન્ટ્સ (10, 10, 9, 9, 8, 8) – 30મું સ્થાન (કુલ: 437)
ભારતની મહિલા ટીમ સતત સારું પ્રદર્શન કરી રહી છે. તે હવે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને આવી ગઈ છે. ભારતના હાલમાં 1482 પોઈન્ટ છે, ત્રીજા સ્થાને મેક્સિકો છે. સાઉથ કોરિયા 1538 પોઈન્ટ સાથે ટોપ પર છે અને ચીન બીજા ક્રમે છે.
ભારતીય મહિલા ટીમે તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડમાં સારી વાપસી કરી છે. તે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. ભારતના 1156 પોઈન્ટ છે. સાઉથ કોરિયા 1191 પોઈન્ટ સાથે ટોચ પર છે. બીજા નંબર પર ચીન છે.
છઠ્ઠો સેટ
અંકિતા ભક્ત – 55 પોઈન્ટ્સ (X, 9, 9, 9, 9, 9) – 12મું સ્થાન (કુલ: 335)
ભજન કૌર – 54 પોઈન્ટ્સ (10, 10, 9, 9, 8, 8) – 23મું સ્થાન (કુલ: 330)
દીપિકા કુમારી – 55 પોઈન્ટ્સ (10, 9, 9, 9, 9, 9) – 37મું સ્થાન (કુલ: 327)
ભારતીય ટીમ પાછળ રહી ગઈ છે. હવે તે છઠ્ઠા નંબર પર છે. ટીમ ઈન્ડિયાને 992 પોઈન્ટ મળ્યા છે. સાઉથ કોરિયા હજુ પણ ટોચ પર છે. તેના 1024 પોઈન્ટ છે. ચીન બીજા સ્થાને છે. ચીનના 1008 પોઈન્ટ છે. મેક્સિકો ત્રીજા નંબર પર છે. તેના 996 પોઈન્ટ છે.
મંગલ સિંઘ ચંપિયા (પુરુષો) – દ્વિતીય સ્થાન, 2008 બેઇજિંગ
દીપિકા કુમારી (મહિલા) – 8મું સ્થાન, 2012 લંડન
અંકિતા ભક્ત – 55 પોઈન્ટ્સ (10, 9, 9, 9, 9, 9) – 8મું સ્થાન (કુલ: 225)
ભજન કૌર – 57 પોઈન્ટ્સ (X, 10, 10, 9, 9, 9) – 31મું સ્થાન (કુલ: 218)
દીપિકા કુમારી – 56 પોઈન્ટ્સ (X, 10, 9, 9, 9, 9) – 38મું સ્થાન (કુલ: 217)
ત્રીજો સેટ
અંકિતા ભક્ત – 59 પોઈન્ટ્સ (X, X, 10, 10, 10, 9) – 7મું સ્થાન (કુલ: 170)
દીપિકા કુમારી – 54 પોઈન્ટ્સ (X, 10, 9, 9, 8, 8) – 39મું સ્થાન (કુલ: 161)
ભજન કૌર – 56 પોઈન્ટ્સ (X, X, X, 9, 9, 8) – 41મું સ્થાન (કુલ: 161)
અંકિત ભકત – 57 પોઈન્ટ્સ (X, 10, 10, 9, 9, 9) – 12મું સ્થાન
દીપિકા કુમારી – 56 પોઈન્ટ્સ (10, 10, 10, 9, 9, 8) – 36મું સ્થાન
ભજન કૌર – 54 પોઈન્ટ્સ (10, 9, 9, 9, 9, 8) – 50મું સ્થાન
ત્રણ વખતની ગ્લેન્ડ સ્લેમ ચેમ્પિયન અને રિયો 2016ની સિલ્વર મેડલ વિજેતા ટેનિસ સ્ટાર એન્જેલિક કર્બર (GER) એ જાહેરાત કરી છે કે પેરિસ 2024 આ તેની છેલ્લી ટુર્નામેન્ટ હશે
કુલ 128 તીરંદાજો વચ્ચે સ્પર્ધા થશે
53 દેશોના કુલ 128 તીરંદાજો તીરંદાજી સ્પર્ધામાં ભાગ લેશે,
જેમાં 6 ભારતીયોનો સમાવેશ થાય છે.
ઓલિમ્પિક્સ 2024ની ઓપનિંગ સેરેમની આવતીકાલે એટલે કે 26મી જુલાઈ, શુક્રવારના રોજ યોજાશે, પરંતુ ભારત તેનું અભિયાન એક દિવસ પહેલા એટલે કે 25મી જુલાઈ, ગુરુવારે શરૂ કરશે. સૌ પ્રથમ ખેલાડીઓ તીરંદાજી માટે મેદાનમાં ઉતરશે.
તીરંદાજી સ્પર્ધાને બે તબક્કામાં વહેંચવામાં આવી છે
ક્વોલિફાઇંગ અને ઓલિમ્પિક રાઉન્ડ (હેડ ટુ હેડ મેચ)
સ્પર્ધાના મેચપ્લે તબક્કામાં તમામ 64 વ્યક્તિઓ ભાગ લે છે.
વ્યક્તિગત સ્પર્ધાઓમાં છ રાઉન્ડ છે: પ્રથમ રાઉન્ડ (1/32), બીજો રાઉન્ડ (1/16), ત્રીજો રાઉન્ડ (1/8), ક્વાર્ટર ફાઈનલ, સેમિફાઈનલ અને ફાઈનલ (બ્રોન્ઝ અને ગોલ્ડ મેડલ મેચ).
અંકિતા ભક્ત – 54 પોઈન્ટ્સ (X, 10, 9, 9, 8, 8) – 22મું સ્થાન
દીપિકા કુમારી – 51 પોઈન્ટ્સ (10, 9, 9, 9, 8, 6) – 51મું સ્થાન
ભજન કૌર – 51 પોઈન્ટ્સ (9, 9, 9, 9, 8, 7) – 52મું સ્થાન
1988માં ઓલિમ્પિકમાં તીરંદાજીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ રમતમાં ભારત તરફથી કોઈ મેડલ જીતી શક્યું નથી. પરંતુ આ વખતે દેશને ઓલિમ્પિકમાં મેડલની આશા છે.
10A-દીપિકા કુમારી
11A-અંકિતા ભક્ત
12A-ભજન કૌર
વર્લ્ડ રેકોર્ડ: 692 – ચેઓંગ કાંગ
ઓલિમ્પિક રેકોર્ડ: 680 – સાન એન
ફ્રાન્સના કેવિન પીટે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. તે ઓલિમ્પિક મશાલ રિલેમાં ભાગ લેનાર પ્રથમ વિકલાંગ ખેલાડી બન્યો છે. ફ્રાન્સના કેવિન પીટ માટે, જેમણે 10 વર્ષ પહેલાં માર્ગ અકસ્માતમાં ચાલવાની શક્તિ ગુમાવી દીધી હતી, તે રોબોટિક એક્સોસ્કેલેટન દ્વારા શક્ય બન્યું.
Kevin Piette, paraplegic since an accident, made history today by carrying the Olympic flame with his exoskeleton!
— Kevin W. (@Brink_Thinker) July 23, 2024
તીરંદાજીમાં ભારતની વધુ બે સ્પર્ધાઓ છે. ભારતની મિશ્ર અને પુરૂષ ટીમો સાંજે 5.45 કલાકે અલગ-અલગ સ્પર્ધા છે.
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાના સાથી ખેલાડી કિશોર જેના પેરિસ ઓલિમ્પિક માટે ઘણો પરસેવો પાડી રહ્યો છે. તે પોતાની ફિટનેસ જાળવવામાં વ્યસ્ત છે. પણ સવાલ એ છે કે ક્યાં? કિશોર જેના જેવલિન ઈવેન્ટમાં ભારતનો બીજો એથ્લેટ હશે, તે હાલમાં પોલેન્ડમાં સખત તાલીમ લઈ રહ્યો છે.
Phenomenal visuals from Spala, Poland as our ace Javelin athlete #KishoreKumarJena practices ahead of #ParisOlympics2024!
Proud of his incredible contribution to Bharat’s historic double podium finish in Javelin at Asian Games.
Wish you all the best for #Olympics #Cheer4Bharat pic.twitter.com/8GzHUcZCDZ— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 24, 2024
તીરંદાજીની રેન્કિંગ રાઉન્ડની ઈવેન્ટ્સ શરૂ થવાની છે. બપોરે 1 કલાકે મહિલાઓની સ્પર્ધા થશે, જેમાં દીપિકા ઉપરાંત અંકિતા અને ભજનની સ્પર્ધા થશે. જ્યારે પુરૂષ વર્ગમાં પ્રવીણ, તરુણદીપ અને ધીરજ લક્ષ્યાંક રાખશે. દીપિકા અને તરુણદીપ બંને માટે આ ચોથી ઓલિમ્પિક છે.
પેરિસ ઓલિમ્પિક્સ 2024 શરૂ થવા જઈ રહી છે. ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિકમાં ભાગ લેવા પેરિસ પહોંચી ગયા છે. આ વખતે ભારતમાંથી 117 ખેલાડીઓની ટીમ પેરિસ ગઈ છે. આ ટીમમાં લગભગ 40 મહિલા ખેલાડીઓ સામેલ છે. જેમાં મીરાબાઈ ચાનુથી લઈને પીવી સિંધુ જેવા ટોચના એથ્લેટ્સ છે, જ્યારે ધીનિધ દેશિંગુ જેવો સૌથી યુવા ખેલાડી પણ છે જે ફક્ત 14 વર્ષની છે.
ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024 26 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે મેગા સ્ટાર ચિરંજીવી ઓલિમ્પિક્સ 2024ના પ્રતિષ્ઠિત ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. આ પહેલા તેણે ફેન્સ સાથે એક સુંદર ફેમિલી ફોટો શેર કર્યો છે, જેમાં તે પત્ની સુરેખા, પુત્ર રામ ચરણ, વહુ ઉપાસના કામીનેની અને પૌત્રી ક્લિન કારા સાથે જોવા મળી રહ્યો છે.
Relishing a serene moment with family and the grand little one Klin Kaara at Hyde Park London, en route our journey to Paris tomorrow!
Summer Olympics 24 Inaugural Event Beckons 🙂 pic.twitter.com/bFa31zBh3a
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 24, 2024
, & ! Follow @sportwalkmedia for extensive coverage of the Paris Olympics, as we document the journey of our Indian athletes.
Here’s wishing all our athletes a successful campaign ahead at #Paris2024… pic.twitter.com/FXlNDp9FjC
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 24, 2024
ભારતમાં ઓલિમ્પિકની લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ પર જોઈ શકાશે. ચાહકો જિયો સિનેમા પર ચાહકો ફ્રીમાં જોઈ શકશે.ભારતમાં પેરિસ ઓલિમ્પિકની રમતનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટસ 18 ચેનલ પર જોઈ શકાશે. તેમજ દુરદર્શન પર ફ્રીમાં જોઈ શકાશે.
પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતમાંથી ત્રણ ટેનિસ ખેલાડીઓ ક્વોલિફાય થયા છે. સુમિત નાગલ સિંગલ્સમાં ભાગ લેશે, જ્યારે રોહન બોપન્ના અને એન શ્રીરામ બાલાજી ડબલ્સમાં ભાગ લેશે.
33મી ઓલિમ્પિક 26મી જુલાઈથી પેરિસમાં શરૂ થશે. 19 દિવસ સુધી ચાલનારા આ ખેલ મહાકુંભમાં 10 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે, જેમાં 118 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ઓસ્ટ્રેલિયાની ઓલિમ્પિક સમિતિએ કહ્યું કે 2 ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે પરંતુ ટીમના કોઈ અન્ય ખેલાડી કોવિડ પોઝિટિવ આવ્યા નથી.
અભિનવ બિન્દ્રોને બે દિવસ પહેલા ‘ઓલિમ્પિક ઓર્ડર’ આપવામાં આવ્યો હતો. હવે દેશના વડાપ્રધાને તેમને અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે સમગ્ર દેશને આ સફળતા પર ગર્વ છે. પ્રથમ સ્પોર્ટપર્સન તરીકે, પછી રમતવીર તરીકે, તેણે રમતગમત અને ઓલિમ્પિક અભિયાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
It makes every Indian proud that @Abhinav_Bindra has been awarded the Olympic Order. Congratulations to him. Be it as an athlete or a mentor to upcoming sportspersons, he has made noteworthy contributions to sports and the Olympic Movement.
— Narendra Modi (@narendramodi) July 24, 2024
આર્જેન્ટિના અને મોરોક્કો વચ્ચે રમાયેલી ફૂટબોલ મેચમાં ચાહકો દ્વારા જબરદસ્ત હિંસા જોવા મળી હતી. મોરોક્કોના ચાહકોએ આર્જેન્ટિનાના ખેલાડીઓને નિશાન બનાવ્યા અને તેમના પર બોટલ અને ફટાકડા ફેંક્યા. આ બધું તે ગોલને કારણે થયું જેના કારણે આર્જેન્ટિનાએ મેચમાં વાપસી કરી. જો કે, તે ગોલ પાછળથી ગેરલાયક ઠેરવવામાં આવ્યો અને આર્જેન્ટિના 1-2થી હારી ગયું.
5મી ઓલિમ્પિક્સ- શરત કમલ
ચોથી ઓલિમ્પિક- દીપિકા કુમારી, શ્રીજેશ, તરુણદીપ અને મનપ્રીત
થર્ડ ઓલિમ્પિક-પીવી સિંધુ, મીરાબાઈ ચાનુ, રોહન બોપન્ના, અદિતિ અશોક, મોહમ્મદ અનસ, મણિકા બત્રા, હરમનપ્રીત, વિનેશ ફોગાટ, અશ્વિની પોનપ્પા,
તીરંદાજી સ્પર્ધાઓ બપોરે 1 વાગ્યે શરૂ થશે. પુરૂષો પહેલા, મહિલા સિંગલ્સ ઇવેન્ટ થશે, જેમાં ભારતની સ્ટાર તીરંદાજ દીપિકા જોવા મળશે.
મોરોક્કોએ આર્જેન્ટિનાને 2-1થી હરાવ્યું. સ્પેને ઉઝબેકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. ન્યુઝીલેન્ડે જીનીવાને 2-1થી હરાવ્યું. ફ્રાન્સે યુએસએને 3-0થી હરાવ્યું. ઇજિપ્ત અને ડોમિનિકન રિપબ્લિક વચ્ચેની મેચ ડ્રો રહી હતી. ઇરાકે યુક્રેનને 2-1થી હરાવ્યું હતું. જાપાને પેરાગ્વેને 5-0થી હરાવ્યું. માલી અને ઈઝરાયેલ વચ્ચેની મેચ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી.
પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની ભલે હજુ શરુ થઈ નથી પરંતુ રમતોની શરુઆત થઈ ચૂકી છે.
Published On - 9:59 am, Thu, 25 July 24