
પેરિસ ઓલિમ્પિકમાં ભારતે રવિવારે મેડલમાં ખાતું ખોલ્યું છે. શૂટિંગમાં સ્ટાર નિશાનેબાજ મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતી ભારતને પહેલો બ્રોન્ઝ મેડલ અપાવી ખાતું ખોલ્યું હતુ. તેમજ તીરંદાજીમાં મહિલા ટીમ ક્વાર્ટર ફાઈનલમાં નેધરલેન્ડ વિરુદ્ધ 0-6થી હારી ગઈ હતી.પરંતુ આજે એટલે કે, 29 જુલાઈના રોજ ભારતને શૂટિંગમાં વધુ મેડલ મળવાની આશા છે.
આજે 10 મીટર એર રાઈફલ મહિલા ફાઈનલમાં રમિતા જિંદલ અને 10 મીટર એર રાઈફલ પુરુષ ફાઈનલમાં અર્જુન બૂબતા પોતાની તાકાત દેખાડશે. તો ચાલો આજે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું શેડ્યૂલ જોઈએ.
ભારતીય શૂટર્સ રમીતા જિંદાલ, અર્જુન બબુતા અને પુરુષોની તીરંદાજી ટીમ સોમવાર, જુલાઈ 29ના રોજ પેરિસ 2024 ઓલિમ્પિકમાં દેશના મેડલ ટેલીમાં ઉમેરવા માટે પ્રયત્ન કરશે.શૂટિંગ અને તીરંદાજી સિવાય ભારતીય એથલીટ, હોકી, બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં મેદાનમાં ઉતરશે.
Check out the Day 3⃣ schedule for #TeamIndia at the #ParisOlympics2024!
Check all the exciting events especially the medal events scheduled for tomorrow
Tune in to @JioCinema & DD Sports to #Cheer4Bharat virtually pic.twitter.com/HV280TnUmP
— SAI Media (@Media_SAI) July 28, 2024