
પેરિસ ઓલિમ્પિક 2024માં અત્યારસુધી 3 દિવસની રમત પુરી થઈ ચૂકી છે. ભારતના ખાતામાં માત્ર એક મેડલ અત્યાર સુધી આવ્યો છે, આ મેડલ મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં જીત્યો હતો. આ બ્રોન્ઝ મેડલ છ. હવે ચોથા દિવસે એટલે કે, આજે 30 જુલાઈના રોજ ફરી એક વખત મેડલ ઈવેન્ટમાં રમતી જોવા મળશે.
દેશને તેની પાસે વધુ એક મેડલની આશા છે. આ સિવાય પુરુષ હોકી ટીમ પણ એક્શનમાં જોવા મળશે. બેડમિન્ટન અને આર્ચરીની મેચમાં ભારતીય ખેલાડી મેદાનમાં ઉતરશે. તો ચાલો આજનું 30 જુલાઈનું ભારતનું શેડ્યુલ જોઈએ. તેમજ આ લાઈવ રમત ક્યાં અને ક્યારે જોવા મળશે તે જાણીએ.
ભારત 30 જુલાઈની શરુઆત નિશાનેબાજી સાથે કરશે. ટ્રૈપ પુરુષ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારતીય શૂટર પુથ્વીરાજ તોડઈમન એક્શનમાં જોવા મળશે.તેની આ મેચ ભારતીય સમયઅનુસાર બપોરે 12:30 કલાકે શરુ થશે. આ સિવાય મહિલા ક્વોલિફિકેશનની મેચ પણ રમાશે. જેમાં ભારતની શ્રેયસી સિંહ અને રાજેશ્વરી કુમારી ભાગ લેશે.
આ બંન્ને મહિલા શૂટિંગ ઈવેન્ટમાં બપોરે 12:30 રમતી જોવા મળશે. ત્યારબાદ મનુ ભાકર અને સરબજોત સિંહ 10 મીટરની એર પિસ્તોલ મિક્સટીમમાં બ્રોન્ઝ મેડલ મેચ માટે ઉતરશે. તેનો સામનો કોરિયાની ટીમ સામે થશે. આ મેચ બપોરના 1 કલાકે રમાશે.
તીરંદાજોમાં મહિલા વ્યક્તિગત સ્પર્ધાની એલિમિનેશન રાઉન્ડ જોવા મળશે. મહિલા વ્યક્તિગત ઈવેન્ટમાં અંકિતા ભક્ત પૌલેન્ડની વાયલેટા સામે ટકરાશે. આ મેચ સાંજે 5:14 કલાકે શરુ થશે. આ સિવાય ભજન કૌર પણ આ ઈવેન્ટમાં રમતી જોવા મળશે. ભજન કૌર ઈન્ડોનેશિયાની સાઈફા સામે ટકરાશે આ મેચની શરુઆત સાંજે 5:30 કલાકે રમાશે. પુરુષ વ્યક્તિગત ઈવેન્ટના એલિમિનેશન રાઉન્ડમાં ધીરજ બોમ્માદેવર ઉતરશે. આ મેચ સાંજે 10:45 કલાકે રમાશે.
ભારતીય હોકી પુરુષની ટીમ આયરલેન્ડ સામે સાંજે 4:45 કલાકે રમાશે. ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં હાલમાં ત્રીજા નંબર પર છે. જો ભારતીય હોકી ટીમ આ મેચ જીતી જાય છે તો તે ટોપ-2માં આવશે.
બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં, ભારતની સ્ટાર જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો આગામી મુકાબલો ઈન્ડોનેશિયાના ફજર અલ્ફિયાન અને મુહમ્મદ રિયાન અર્દિયંતો સામે થશે. આ મેચ સાંજે 5.30 કલાકે શરૂ થશે. જો તેઓ આ મેચમાં ઈન્ડોનેશિયાની જોડીને હરાવે છે તો ભારતીય જોડી ગ્રુપ સ્ટેજમાં ટોપ પર પહોંચી જશે.