Chess Olympiad: પાકિસ્તાને ફરીથી ચાલી રાજકીય ચાલ, ‘કાશ્મીર’ ના બહાને ટૂર્નામેન્ટમાંથી ખસી ગયુ

|

Jul 28, 2022 | 11:39 PM

ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE) એ પાકિસ્તાનને 28 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી મમલ્લાપુરમમાં શરૂ થયેલા ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.

Chess Olympiad: પાકિસ્તાને ફરીથી ચાલી રાજકીય ચાલ, કાશ્મીર ના બહાને ટૂર્નામેન્ટમાંથી ખસી ગયુ
Chess Olympiad: ભારત કર રહ્યુ છે યજમાની

Follow us on

ચેસ ઓલિમ્પિયાડ (Chess Olympiad) શરૂ થયા પહેલા જ તેના પર રાજકારણ શરૂ થઈ ગયું હતું. ભારતમાં પહેલીવાર યોજાઈ રહેલા ચેસ ઓલિમ્પિયાડમાંથી પાકિસ્તાન (Pakistan) ખસી ગયું છે. ભારત આવ્યા બાદ આ ટીમે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે અને તે ગુરુવારે જ પરત ફરશે. 44મા ચેસ ઓલિમ્પિયાડમાં પાકિસ્તાનની ટીમનું અભિયાન શરૂ થતા પહેલા જ સમાપ્ત થઈ ગયું હતું અને ટીમો રાતે રવાના થશે.

પાકિસ્તાનની ટીમ પરત ફરશે

ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE) એ 28 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી મમલ્લાપુરમમાં શરૂ થયેલા ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેવા માટે પાકિસ્તાનને આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનની ટીમ પણ ભાગ લેવા માટે ભારત પહોંચી હતી, પરંતુ મેચ શરૂ થાય તે પહેલા જ તેણે પરત ફરવાનો પ્લાન બનાવી લીધો હતો. તેમણે કહ્યું કે ઓલિમ્પિયાડની મશાલ રિલે જમ્મુ-કાશ્મીરમાંથી પસાર થઈ હતી, જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આ કારણોસર તે ઓલિમ્પિયાડમાંથી ખસી ગયો હતો.

ઓલિમ્પિયાડના ડાયરેક્ટર અને ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF) ના જનરલ સેક્રેટરી ભરત સિંહ ચૌહાણે પીટીઆઈને જણાવ્યું કે પાકિસ્તાનના ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી ખસી ગયા બાદ આજે રાત્રે ભારત છોડી દેશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત તમિલનાડુના ગવર્નર આરએન રવિ, મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર હતા. તે જ સમયે સાઉથ સિનેમાના થલાઈવા રજનીકાંત પણ હાજર હતા. ઓલિમ્પિયાડ રશિયામાં યોજાવાની હતી. પરંતુ યુક્રેન પર રશિયાના સૈન્ય હુમલા બાદ તેની હોસ્ટિંગ છીનવાઈ ગઈ હતી. આ સંજોમાં ભારતને તેનું યજમાન મળ્યું હતુ.

PM Modi એ ટીમો માટે શરૂઆતની મહોર પસંદ કરી

ભારતની મહિલા A ટીમને ચેસ ઓલિમ્પિયાડમાં ટોચની ક્રમાંકિત કરવામાં આવી છે અને ટીમ શુક્રવારે શરૂઆતના રાઉન્ડમાં બ્લેક પીસ રમશે. ટોચની ક્રમાંકિત ટીમો માટે પ્રારંભિક રાઉન્ડના પ્યાદાઓનો રંગ પસંદ કરવા માટેનો ડ્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. વડા પ્રધાને ગુરુવારે અહીં આયોજિત એક ભવ્ય સમારોહમાં આ રમતોની શરૂઆતની જાહેરાત કરી હતી. ટોચની ક્રમાંકિત યુએસ પુરૂષ ટીમ પણ તેમના અભિયાનની શરૂઆત કાળા ટૂકડાથી કરશે. વડા પ્રધાને તેમના માટે પણ કાળું પ્યાદુ પસંદ કર્યું હતુ.

FIDE ના પ્રમુખ આર્કાડી ડ્વોર્કોવિક, જે ઉદ્ઘાટન સમયે હાજર હતા, તેમણે ટુંક સમયમાં આ મેગા ઈવેન્ટનું આયોજન કરવા માટેના પ્રયત્નો બદલ તમિલનાડુ સરકારનો આભાર માન્યો હતો. ટુર્નામેન્ટમાં ભારતની ત્રણ ટીમો ઓપન અને વિમેન્સ કેટેગરીમાં ઉતરશે. મહાન ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ રમી રહ્યો નથી પરંતુ તે ખેલાડીઓના માર્ગદર્શકની ભૂમિકામાં હશે.

Published On - 11:27 pm, Thu, 28 July 22

Next Article