Diamond League: નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કરી કમાલ, 15 દિવસમાં બીજી વખત તોડ્યો નેશનલ રેકોર્ડ

|

Jul 01, 2022 | 5:06 PM

ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાએ (Neeraj Chopra) વર્ષ 2018માં ડાયમંડ લીગમાં ભાગ લીધો હતો. તે સમયે પણ તે નેશનલ રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યો હતો.

Diamond League: નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કરી કમાલ, 15 દિવસમાં બીજી વખત તોડ્યો નેશનલ રેકોર્ડ
Neeraj Chopra

Follow us on

ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાએ (Neeraj Chopra) ડાયમંડ લીગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. સ્ટોકહોમમાં રમાઈ રહેલી ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ પહેલા જ પ્રયાસમાં 89.94 મીટરનો થ્રો કર્યો અને પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડ્યો હતો. આ પહેલા 14 જૂને નીરજ ચોપરાએ તુર્કુમાં પાવો નુરમી ખેલમાં (Paavo Nurmi Games) 89.30નો થ્રો કરીને નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યાં તે સિલ્વર મેડલ જીતવામાં સફળ થયો હતો. જ્યારે કુઓર્તોએ ખેલમાં 86.60 મીટર સાથે ટોપનું સ્થાન મેળવ્યું હતું.

નીરજે પહેલા જ પ્રયાસમાં નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ તે પછી તેનો આગળનો થ્રો માત્ર 84.37 મીટર હતો. ત્રીજા પ્રયાસમાં નીરજે ફરી એકવાર સુધારો કર્યો અને 87.46 મીટરનો થ્રો કર્યો હતો. ચોથા પ્રયાસમાં નીરજે 86.77 મીટરનો થ્રો કર્યો અને અંત 86.84 મીટરના થ્રો સાથે કર્યો. વિશ્વ ચેમ્પિયન એન્ડરસન પીટર્સે 90.31 મીટરનો થ્રો કરીને આ ટુર્નામેન્ટનો મીટિંગ રેકોર્ડ બનાવ્યો હતો.

આ પણ વાંચો

ડાયમંડ લીગમાં નથી આપવામાં આવતા મેડલ

આ વર્ષે ચાર ડાયમંડ લીગ રમવાની હતી જેમાંથી પહેલી લીગ દોહામાં રમાઈ હતી. ફિટ ન હોવાના કારણે નીરજે ભાગ લીધો ન હતો. હવે પછીની ડાયમંડ લીગ 10 ઓગસ્ટે મોનાકોમાં રમાશે અને વર્ષની છેલ્લી ડાયમંડ લીગ 26 ઓગસ્ટે લૌઝાનમાં રમાવાની છે. આ પછી 8 સપ્ટેમ્બરે જ્યુરિખમાં ડાયમંડ લીગની ફાઈનલ રમાશે.

ડાયમંડ લીગમાં ખેલાડીઓને મેડલ આપવામાં આવતા નથી પરંતુ તેમને સ્પોર્ટ (પોઝિશન) મુજબ પોઈન્ટ આપવામાં આવે છે. પહેલું સ્થાન મેળવનાર ખેલાડીને 8 પોઈન્ટ, બીજા સ્થાનના ખેલાડી માટે 7 પોઈન્ટ. તમામ લીગ પૂર્ણ થયા બાદ જે ખેલાડીઓ પોઈન્ટની દ્રષ્ટિએ ટોપ ચારનો ભાગ હોય છે તેઓ ફાઈનલ રમે છે. પહેલી લીગમાં ભાગ ન લેવાના કારણે નીરજ હાલમાં ચોથા સ્થાને છે.

2018 પછી પહેલી વખત ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ ભાગ લીધો

આ પહેલા નીરજ ચોપરાએ જ્યુરિખમાં ઓગસ્ટ 2018માં ડાયમંડ લીગમાં ભાગ લીધો હતો. તે 85.73 મીટરના થ્રો સાથે ચોથા ક્રમે છે. પરંતુ તે સમયે પણ તેણે નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. નીરજ આજ પહેલાં સાત ડાયમંડ લીગ રમી ચૂક્યો છે જેમાં ત્રણ 2017માં અને ચાર 2018માં રમી હતી પરંતુ તેમાં મેડલ જીતી શક્યો ન હતો. બે વખત ચોથા સ્થાને રહ્યો છે.

વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા ખૂબ જ મહત્વપૂર્ણ આ ટુર્નામેન્ટ

અમેરિકામાં આવતા મહિને યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા નીરજ ચોપરા માટે આ સૌથી મોટી ટૂર્નામેન્ટ છે. તેમાં ટોક્યો ઓલિમ્પિકના ત્રણેય મેડલ વિજેતા મેદાનમાં હતા. વર્તમાન યુગના ભાલા ફેંકનારા ખેલાડીઓમાં મોટાભાગે 90 મીટરની અડચણો પાર કરનાર જર્મનીના જોહાન્સ વેટર ઈજાના કારણે બહાર છે.

Next Article