ખેલાડી સાથે ગેરવર્તણૂક કરતા ફૂટબોલ કોચને યુરોપના તાલીમ શિબિરમાંથી પાછા બોલાવ્યા, SAI વધુ તપાસ કરશે

ભારતની અંડર-17 મહિલા ટીમ(U-17 Women Football Team)ના આસિસ્ટન્ટ કોચ પર ગંભીર આરોપો લાગ્યા બાદ તેને યુરોપમાં ટ્રેનિંગ કેમ્પમાંથી પરત બોલાવવામાં આવ્યો છે.

ખેલાડી સાથે ગેરવર્તણૂક કરતા ફૂટબોલ કોચને યુરોપના તાલીમ શિબિરમાંથી પાછા બોલાવ્યા, SAI વધુ તપાસ કરશે
ફૂટબોલ કોચે ખેલાડી સાથે ગેરવર્તણૂક કર્યુંImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 5:11 PM

U-17 Women Football Team : સાઇકલિંગ અને સેઇલિંગ બાદ હવે ફૂટબોલ કોચ પણ મહિલા ખેલાડીઓ સાથે ગેરવર્તણૂકના કારણે સાઇ (SAI) ના રડારમાં આવી ગયા છે. ભારતીય અંડર-17 મહિલા ફૂટબોલ ટીમ (U-17 Women Football Team) સાથે સંકળાયેલા કોચને યુરોપના ચાલુ પ્રશિક્ષણ પ્રવાસ દરમિયાન એક સગીર સાથે ગેરવર્તન કરવા બદલ નોર્વેથી સસ્પેન્ડ કરીને પાછા બોલાવવામાં આવ્યા છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ચલાવતી પ્રશાસકોની સમિતિ (COA) એ ઘટના અંગે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ને જાણ કરી છે. COAના નિવેદન અનુસાર, અંડર-17 મહિલા ટીમમાં ગેરવર્તણૂકનો મામલો સામે આવ્યો છે, ટીમ હાલમાં યુરોપના પ્રવાસ પર છે.

AIFF સસ્પેન્ડ કર્યો

AIFF અનુશાસનહીન બાબતમાં ઝીરો ટોલરન્સ પોલિસી ધરાવે છે. પ્રાથમિક કાર્યવાહી તરીકે, ફેડરેશને સંબંધિત વ્યક્તિને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી છે, વધુ તપાસ બાકી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, AIFFએ સંબંધિત વ્યક્તિને ટીમ સાથે તમામ સંપર્ક બંધ કરવા અને તરત જ ભારત પરત ફરવા જણાવ્યું છે. ઘરે પરત ફરતી વખતે વધુ તપાસ માટે તેમને રૂબરૂ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

અંડર-17 ટીમ યુરોપમાં વર્લ્ડ કપની તૈયારી માટે

ટીમ હાલમાં FIFA U-17 મહિલા વર્લ્ડ કપની તૈયારી માટે યુરોપના પ્રવાસે છે. ભારતમાં 11 થી 30 ઓક્ટોબર દરમિયાન વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. CoAએ આ કેસમાં સામેલ વ્યક્તિનું નામ જાહેર કર્યું નથી પરંતુ સૂત્રોએ દાવો કર્યો છે કે, તે ટીમના સહાયક કોચ એલેક્સ એમ્બ્રોસે ખેલાડીને અયોગ્ય વ્યવહારમાં સામેલ કરવા દબાણ કર્યું હતું.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

મુખ્ય કોચ થોમસ ડેનરબીએ પોતે AIFFને જાણ કરી હતી

સૂત્રના જણાવ્યા અનુસાર, મુખ્ય કોચ થોમસ ડેનરબી પોતે આ ઘટનાના સાક્ષી હતા અને તેમણે તરત જ AIFFને જાણ કરી હતી. “ડેનરબીએ યુરોપથી રિપોર્ટ મોકલ્યા પછી, COAએ તાત્કાલિક પગલાં લીધા અને SAIને જાણ કરી,” સૂત્રએ જણાવ્યું હતું. કોઈ પણ સમય બગાડ્યા વિના દોષિતને પાછો બોલાવવામાં આવ્યો. એમ્બ્રોઝને પણ ફોજદારી આરોપોનો સામનો કરવો પડશે કારણ કે, છોકરી સગીર છે. તાજેતરના ભૂતકાળમાં ભારતીય રમતોમાં જાતીય સતામણીના કિસ્સાઓ સામે આવ્યા છે. તાજેતરમાં, સ્લોવેનિયાના તાલીમ પ્રવાસ દરમિયાન એક મહિલા સાઇકલિસ્ટે રાષ્ટ્રીય કોચ પર અયોગ્ય વર્તનનો આરોપ મૂક્યો હતો. કોચને બરતરફ કરવામાં આવ્યો છે અને તે વિગતવાર તપાસનો સામનો કરી રહ્યો છે. મહિલા નાવિક (સેલિંગ પ્લેયર)એ પણ વિદેશ પ્રવાસ દરમિયાન તેની સાથે આવેલા કોચ પર તેને અસ્વસ્થતા અનુભવવાનો આરોપ લગાવ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">