Boxing: મેચ બાદ હરીફ બોક્સરનુ મોત, સમાચાર જાણતા આઘાત પામેલા ખેલાડીએ બોક્સિંગની દુનિયાને અલવીદા કહી દીધી

|

Aug 10, 2022 | 8:44 PM

મેચ દરમિયાન ખેલાડી એટલી ખરાબ રીતે ઘાયલ થયો હતો કે તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. વિપક્ષી ખેલાડીના મોત બાદ સ્ટાર ખેલાડીએ પણ રમત છોડી દીધી હતી.

Boxing: મેચ બાદ હરીફ બોક્સરનુ મોત, સમાચાર જાણતા આઘાત પામેલા ખેલાડીએ બોક્સિંગની દુનિયાને અલવીદા કહી દીધી
Anthony Durand એ સમાચાર સાંભળી આઘાતમાં નિર્ણય જાહેર કર્યો

Follow us on

મેચ દરમિયાન એક બીજાને ભલે દુશ્મન થી કમ ના સમજતા હોય, પરંતુ મેદાન હોય કે મેદાનની બહાર હરીફ ખેલાડી માટે એકબીજાને ખૂબ જ માન હોય છે. માન અને સન્માન જ નહી પરંતુ લાગણીઓ પણ એટલી જ જોડાઈ ગયેલી હોય છે. એટલે જ રમત ની ભાવનાની રમતની દુનિયાની શરુઆતથી સન્માન આપવામાં આવતુ હોય છે. ઘણી વખત મેચ દરમિયાન બનેલી ઘટના ખેલાડીનું જીવન સંપૂર્ણપણે બદલી નાખે છે. આવી જ એક ઘટનાથી બોક્સિંગના સ્ટાર ખેલાડી એન્થોની દુરાન્ડો (Anthony Durand) નું જીવન પણ બદલાઈ ગયું. તેણે મ્યૂ થાઈ બોક્સિંગ છોડી દીધી છે.

સ્ટાર બોક્સરે તેના વિપક્ષી ખેલાડી ફનફટના મૃત્યુ પછી તેની કારકિર્દીને લઈ આટલો મોટો નિર્ણય લીધો. એન્થોની દુરાન્ડો ફાનફેટ ના મૃત્યુથી આઘાતમાં છે. ગયા મહિને જુલાઈમાં સેન્ટ્રલ થાઈલેન્ડના એરફોર્સ બોક્સિંગ સ્ટેડિયમમાં ફાનફેટ અને એન્થોની વચ્ચે મેચ રમાઈ હતી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

માથું કેનવાસ સાથે અથડાયું હતુ

મેચના 5મા અને છેલ્લા રાઉન્ડમાં તેની કોણી વડે જડબામાં થયેલી ઈજાને કારણે મેચ સમાપ્ત થઈ ગઈ હતી. ફાનફેટ દુરાન્ડોના ફટકાથી પડી ગયો હતો અને તેનું માથું કેનવાસ સાથે જબરદસ્ત રીતે અથડાયું હતું. થાઈલેન્ડમાં જન્મેલા ફાનફેટને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ઈજાના કારણે ફેનફેટનું મૃત્યુ થયું હતું અને દુરાન્ડોના આ સમાચાર મળ્યા બાદ રમત છોડી દીધી હતી.

 

ફાનફેટના માતા, પત્નિ અને પુત્રીની જવાબદારી ઉઠાવશે

ફનફેટે દુનિયાને અલવિદા કરતાં પહેલાં 9 દિવસ સુધી જીવનની લડાઈ લડી હતી. ફેસબુક પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરતા એન્થોની દુરાન્ડોએ કહ્યું કે હું જાણું છું કે જે કંઈ પણ થયું તેના માટે હું જવાબદાર નથી, પરંતુ હું માની શકતો નથી કે આ ખતરો છે અને કોઈ સમયે તમે તેને સ્વીકારશો. મેં તેનો 5 રાઉન્ડ સુધી સામનો કર્યો અને તે મારા છેલ્લા શોટમાંથી એક હતો. તેથી દેખીતી રીતે હું પોતાને જવાબદાર અનુભવું છું અને કોઈ તેને મારા મગજમાંથી કાઢી શકશે નહીં. હું આ સમયે ઊંડા આઘાતમાં છું. તેણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી તેનો પરિવાર ના પાડે ત્યાં સુધી હું તેની માતા, પત્ની અને પુત્રીને આર્થિક મદદ કરતો રહીશ.

 

 

Published On - 8:38 pm, Wed, 10 August 22

Next Article