Florida : આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સીના (Messi) જીવનનો નવો અધ્યાય શરુ થયો છે. તે યુરોપિયન ફૂટબોલમાં કહેર મચાવ્યા બાદ મેસ્સી અમેરિકન ફૂટબોલમાં મેજિક કરવા પહોંચ્યો છે. ઈટર મિયામી માટે ડેબ્યૂ મેચમાં જ તેણે ગોલ કરીને સ્ટેડિયમને ઝૂમવા માટે મજબૂર કરી દીધુ હતુ. તેના પ્રથન ગોલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Inter miami vs Cruz azul વચ્ચેની આ મેચમાં સ્કોર 1-1ની બરાબરી પર હતો. ત્યારે મેસ્સીએ ફ્રી કિકની મદદથી ઈટર મિયામી ફૂટબોલ ક્લબની જીત નિશ્ચિત કરી હતી. તેનો આ ગોલ ઈટર મિયામી માટેનો ડેબ્યૂ ગોલ હતો. તેના ઓ ગોલથી સ્ટેડિયમના તમામ દર્શકો ઝૂમી ઉઠયા હતા. મેસ્સીએ પોતાના પરિવાર સાથે પણ આ ગોલની ઊજવણી કરી હતી.
આ પણ વાંચો : IND vs WI 2nd Test Day 1: કોહલી-જાડેજાએ ભારતીય ટીમને કરાવી વાપસી, વેસ્ટ ઈન્ડિઝે બતાવ્યો દમ, જુઓ Video
LIONEL ANDRÉS MESSI IS NOT HUMAN. pic.twitter.com/2mBDI41mLy
— Major League Soccer (@MLS) July 22, 2023
⭐ inMESSIonante ⭐ pic.twitter.com/dswAgBEWVw
— Inter Miami CF (@InterMiamiCF) July 22, 2023
મેસ્સીએ આ જીત બાદ જણાવ્યુ કે, અમે વિજય મેળવીને આ રીતે શરૂઆત કરવા માંગતા હતા. અમે જાણતા હતા કે અમારા માટે આ ચેમ્પિયનશિપ જીતવાની શરૂઆત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સદભાગ્યે અમે અંતે તે કરી શક્યા, અને હું ખૂબ ખુશ છું. મેસ્સીના આ ગોલનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
Messi went straight to his family after scoring the winner in his Inter Miami debut ❤️ pic.twitter.com/WgVHKjYQ88
— ESPN FC (@ESPNFC) July 22, 2023
Noche soñada 🤩🤩🤩 pic.twitter.com/60blZbZSSX
— Inter Miami CF (@InterMiamiCF) July 22, 2023
Vamos Muchachos 👏👏👏 pic.twitter.com/2cxyX9qGWp
— Inter Miami CF (@InterMiamiCF) July 22, 2023
ટીમ | મેચ | ગોલ |
---|---|---|
બાર્સેલોના |
778 |
672 |
પેરિસ સેન્ટ જર્મેન |
75 |
32 |
આર્જેન્ટિના |
175 |
103 |
કુલ |
1028 |
807 |