Indian Super League: કોરોનાનો માર ISL પર જારી, વધુ એક મેચ ટળી, જમશેદપુર અને મુંબઇ સિટી વચ્ચેની મેચ મોકુફ

|

Jan 20, 2022 | 9:36 PM

ISL 2021-22 ગોવામાં આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં ટુર્નામેન્ટની તમામ મેચો બાયો-સિક્યોર બબલમાં રમાઈ રહી છે, પરંતુ બબલની અંદર ઈન્ફેક્શનના ઘણા કેસો સામે આવ્યા બાદ કેટલીક મેચો મુલતવી રાખવી પડી છે.

Indian Super League: કોરોનાનો માર ISL પર જારી, વધુ એક મેચ ટળી, જમશેદપુર અને મુંબઇ સિટી વચ્ચેની મેચ મોકુફ
ISLમાં આ ત્રીજી મેચ કોરોના સંક્રમણને લઇને ટાળવી પડી છે.

Follow us on

ભારતમાં કોરોના વાયરસના ચેપના કેસો સતત વધી રહ્યા છે અને તેની અસર ગોવામાં આયોજિત ઈન્ડિયન સુપર લીગ (ISL 2021-22) પર પણ વધી રહી છે. છેલ્લા બે સપ્તાહમાં લીગની કેટલીક મેચો કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવી છે. આ યાદીમાં બીજી હરીફાઈનો ઉમેરો થયો છે. શુક્રવારે 21 જાન્યુઆરીએ બામ્બોલિમમાં જમશેદપુર FC અને મુંબઈ સિટી FC (Jamshedpur vs Mumbai City) વચ્ચેની મેચ પણ મુલતવી રાખવામાં આવી છે. ગુરુવાર, 20 જાન્યુઆરીએ ISL દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને ટીમોના ઘણા ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત હોવાને કારણે મેચ સ્થગિત કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો. દેશમાં કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને ISLની આખી સિઝન ગોવાના ત્રણ મેદાનમાં બાયો-સિક્યોર વાતાવરણમાં આયોજિત કરવામાં આવી રહી છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

લીગની છેલ્લી સિઝન પણ આ જ રીતે ગોવામાં રમાઈ હતી અને ત્યારબાદ ટૂર્નામેન્ટમાં ચેપનો એક પણ કેસ નોંધાયો ન હતો. આ જ સફળતા જોઈને ફરી ગોવામાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. પરંતુ આ વખતે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસોએ ISLના સુરક્ષિત બબલમાં ઘૂસી અસર પહોંચાડી છે.

જમશેદપુર પાસે મેદાનમાં ઉતારવા પુરતા ખેલાડી નથી

ISL દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે જમશેદપુર FCની મેડિકલ ટીમ પાસે ટીમને મેદાનમાં ઉતારવા માટે પૂરતા ખેલાડીઓ નથી, જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જે નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારતીય સુપર લીગની 67મી મેચ જમશેદપુર FC અને મુંબઈ સિટી FC વચ્ચે શુક્રવાર 21 જાન્યુઆરી 2022 ના રોજ બામ્બોલિમના એથ્લેટિક સ્ટેડિયમમાં રમાનારી છે તે મુલતવી રાખવામાં આવી છે. જમશેદપુર FC ટીમને સુરક્ષિત રીતે ઉતારવાની અને મેચ માટે પોતાને તૈયાર કરવાની સ્થિતિમાં ન હતી. જેના પગલે લીગની મેડિકલ ટીમની સલાહને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

આ પહેલા પણ ઘણી મેચો સ્થગિત કરવામાં આવી હતી

આ પહેલી મેચ નથી, જે કોરોનાને કારણે સ્થગિત કરવી પડી હોય. આ સિઝનની શરૂઆતમાં પણ કેટલીક મેચો સ્થગિત કરવી પડી છે. આ પહેલા 17 જાન્યુઆરીએ હૈદરાબાદ એફસી અને જમશેદપુર એફસીની મેચ પણ સ્થગિત કરવામાં આવી હતી. તે જ સમયે, 20 જાન્યુઆરીએ કેરળ બ્લાસ્ટર્સ એફસી અને એટીકે મોહન બાગાનની મેચ પણ કોવિડ -19 કેસોને કારણે સ્થગિત કરવી પડી હતી. કેરળની ટીમ પાસે આ મેચ માટે પૂરતા ખેલાડીઓ ઉપલબ્ધ નહોતા. આ પહેલા પણ આવા જ સંજોગોને કારણે 4 અન્ય મેચ સ્થગિત કરવી પડી હતી.

 

આ પણ વાંચોઃ IND vs SA: ઓલરાઉન્ડર તરીકે સામેલ થવા છતાં છઠ્ઠા બોલર તરીકે વેંકટેશ અય્યરનો ઉપયોગ નહી કર્યાનો થયો ખુલાસો, ગબ્બરે કહી અજીબ નિર્ણયની વાત

આ પણ વાંચોઃ Corona: કોરોનાની ત્રીજી લહેરમાં મંડપ, ડેકોરેશન અને કેટરીંગના વ્યવસાયની હાલત કફોડી, બે વર્ષથી મરવા વાંકે જીવવાની પરિસ્થિતી

 

Published On - 9:15 pm, Thu, 20 January 22

Next Article