અરુણાચલના ખેલાડીઓના અપમાન પર ભારતે ચીનને આપ્યો જડબાતોડ જવાબ, ખેલ મંત્રીએ રદ્દ કર્યો પ્રવાસ

ચીને અરુણાચલ પ્રદેશના ખેલાડીઓને એન્ટ્રી આપી ન હતી, જેના પછી ભારત સરકારે તેને જડબાતોડ જવાબ આપ્યો છે. ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે તેમનો ચીન પ્રવાસ રદ્દ કર્યો છે.વિદેશ મંત્રાલયે આ મામલે એક લેખિત નિવેદન આપી આ અંગે જાણકારી આપી છે.

અરુણાચલના ખેલાડીઓના અપમાન પર ભારતે ચીનને આપ્યો જડબાતોડ જવાબ, ખેલ મંત્રીએ રદ્દ કર્યો પ્રવાસ
Anurag Thakur
| Edited By: | Updated on: Sep 23, 2023 | 11:54 PM

ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) તેમનો ચીન પ્રવાસ રદ્દ કરી દીધો છે. વાસ્તવમાં, અરુણાચલ પ્રદેશના ખેલાડીઓને હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં એન્ટ્રી આપવામાં આવી ન હતી, જે બાદ ભારત સરકારે ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે આ મામલે એક લેખિત નિવેદનમાં કહ્યું છે કે ચીને અરુણાચલના લોકો સાથે ભેદભાવ કર્યો છે. તેને એશિયન ગેમ્સ (Asian Games 2023) માં એન્ટ્રી આપવામાં આવી નથી, ત્યારબાદ હવે ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર તે દેશમાં પગ નહીં મૂકે. ચીન (China) ના આ પગલાનો ભારત સરકારે જોરદાર વિરોધ કર્યો છે. સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે દેશના કોઈપણ રાજ્ય સાથે આ પ્રકારનું વર્તન સહન કરવામાં આવશે નહીં.

બંને દેશો વચ્ચેની ખટાશ વધી ગઈ

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે ચીને એશિયન ગેમ્સની ભાવના અને નિયમો બંનેનું ઉલ્લંઘન કર્યું છે. તમને જણાવી દઈએ કે અનુરાગ ઠાકુર એશિયન ગેમ્સના અવસર પર ચીન જવાના હતા, પરંતુ ચીન સરકારના આ પગલાથી હવે બંને દેશો વચ્ચેની ખટાશ વધી ગઈ છે.

અરુણાચલના ખેલાડીઓ ચીનના નિશાના પર

એશિયન ગેમ્સમાં ભારતીય માર્શલ આર્ટ ટીમના ત્રણ ખેલાડીઓ અરુણાચલના હતા. મહિલા વુશુ ટીમની ત્રણ ખેલાડીઓ એશિયન ગેમ્સ માટે જરૂરી દસ્તાવેજો ન મળવાને કારણે ચીન જઈ શકી નથી. અગાઉ ત્રણેય ખેલાડીઓને એશિયન ગેમ્સ કમિટી તરફથી મંજૂરી મળી હતી પરંતુ ત્યાર બાદ તેમને માન્યતા કાર્ડ આપવામાં આવ્યા ન હતા. માર્શલ આર્ટ ટીમ 10 સભ્યોની હતી પરંતુ તેના માત્ર 7 સભ્યો જ ચીન ગયા છે.

આ પણ વાંચો : IND vs AUS : ઈન્દોરમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 બદલાશે, રાહુલ સહિત 3 ખેલાડી બહાર થશે !

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં પણ ચીનની કરતૂત

ચીને જુલાઈમાં આયોજિત વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં પણ આવું કામ કર્યું હતું. ભારતીય વુશુ ટીમ આ ગેમ્સમાં ભાગ લઈ શકી નથી. અહેવાલો અનુસાર ચીને અરુણાચલના ત્રણ ખેલાડીઓને સ્ટેપલ વિઝા આપ્યા હતા. આ એ જ ખેલાડીઓ છે જે આ વખતે એશિયન ગેમ્સમાં ભાગ લઈ શક્યા નથી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો