પેરિસ ઓલિમ્પિક 2024 શરુ થવાને હવે થોડા દિવસો જ બાકી છે. ભારતીય ખેલાડીઓ પણ આ દુનિયાની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં રમવા માટે તૈયાર છે. ભારત 26મી વખત ઓલિમ્પિકની રમતમાં ભાગ લેશે. ભારતીય ટીમમાં કુલ 117 ખેલાડીઓ સામેલ છે. પેરિસ ઓલિમ્પિક 26 જૂલાઈથી 11 ઓગસ્ટ સુધી આયોજન કરવામાં આવ્યું છે. ફ્રાન્સમાં થનારી આ મેગા ઈવેન્ટમાં ભારતના અનેક ખેલાડીઓ ભાગ લેશે. જેની પાસે દમદાર પ્રદર્શન કરી ભારત માટે મેડલ જીતવાની આશા છે.
ભારતનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન
ભારતે અત્યારસુધી ઓલિમ્પિકમાં કુલ 35 મેડલ જીત્યા છે. જેમાં 10 ગોલ્ડ મેડલ અને 9 સિલ્વર મેડલ અને 16 બ્રોન્ઝ મેડલ સામેલ છે. 2020 ટોક્યો ઓલિમ્પિક ભારતનું અત્યારસુધીનું શાનદાર અને હિટ ઓલિમ્પિક રહ્યું છે. જેમાં ભારતે કુલ 7 મેડલ જીત્યા હતા. આ વખતે ભારતીય ખેલાડીઓ આ આંકડાને વધારવા માટેનો પ્રયત્ન કરશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા ગુજરાતના 3 પ્રતિભા સંપન્ન ખેલાડીઓ હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને ઇલા વેનીલ વાલારિવાન સહિત સૌ ભારતીય ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભેચ્છાઓ પાઠવી છે.
તો આજે આપણે જોઈએ કે, પેરિસ ઓલિમ્પિકમાં ક્યાં રાજ્યના કેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે તેના વિશે જાણીએ. તો તમને જણાવી દઈએ કે, હરિયાણાના સૌથી વધારે 24 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધત્વ કરશે. ત્યારબાદ બીજા નંબર પર પંજાબ બીજા સ્થાને છે. જેના કુલ 19 ખેલાડીઓ છે. ત્રીજા નંબર પર તમિલનાડુના 13 ખેલાડીઓ ભાગ લેશે.
પેરિસ ઓલિમ્પિકમાં ક્યાં રાજ્યના કેટલા ખેલાડીઓ ભાગ લેશે, જુઓ લિસ્ટ
પ્રથમવાર ગુજરાતના બે ટેબલ ટેનિસ ખેલાડી ઓલિમ્પિકમાં ભાગ લેશે. હરમીત દેસાઈ અને માનવ ઠક્કરની ભારતની ટેબલ ટેનિસ ટીમમાં પસંદગી થઈ છે.પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે પુરૂષ ટીમની જાહેરાત થઈ ચુકી છે.ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સિલેક્શન કમિટી દ્વારા પસંદગી થઈ છે. તમને જણાવી દઈએ કે, હરમીત દેસાઈ સુરતનો રહેવાસી છે, તો માનવ ઠક્કર રાજકોટનો રહેવાસી છે.ઇલા વેનીલ વાલારિવાન પણ ઓલિમ્પિકમાં ભાગ લેશે.
ગુજરાતના 2 ખેલાડીઓ