
Sunil Chhetri Birthday : જેમ આર્જેન્ટિનામાં મેસ્સી ફૂટબોલ સ્ટાર છે, જેમ પોર્ટુગલ માટે રોનાલ્ડો ફૂટબોલ સ્ટાર છે તે જ રીતે ભારતીય ફૂટબોલ માટે સુનિલ છેત્રી ફૂટબોલનો કોહીનૂર છે. મેસ્સી અને રોનાલ્ડો જેવા દિગ્ગજ ફૂટબોલની હરોળમાં આવતા ભારતીય ફૂટબોલ સ્ટાર સુનિલ છેત્રીનો (Sunil Chhetri) આજે 39મો જન્મ દિવસ છે. ચાલો જાણીએ સુનિલ છેત્રીના સંઘર્ષની કહાણી.
3 ઓગસ્ટ, 1984માં તેલંગણામાં જન્મેલા સુનિલ છેત્રી ભારતીય ફૂટબોલનો સૌથી સફળ ખેલાડી છે. તેણે પોતાના આંતરાષ્ટ્રીય કરિયરની શરુઆત વર્ષ 2007માં પાકિસ્તાન સામે કરી હતી. કરિયરમાં અનેક મુશ્કેલીનો સામનો કરીને સુનિલ છેત્રી ભારત માટે સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી બની ગયો છે.
આ પણ વાંચો : World Cup 2023: અરુણ જેટલી સ્ટેડિયમની તસવીર સુધારવામાં આવશે, વર્લ્ડ કપમાં જોવા મળશે ચાર મોટા ફેરફાર
Happy Birthday Sir @chetrisunil11
. You are the best!!! #SunilChhetri #Indianfootball pic.twitter.com/hDN5lUSMrR— DEB! (@stfudeb) August 2, 2023
આ પણ વાંચો : Asia Cup 2023: ઈશાન કિશન માટે શુભમન ગિલ ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન છોડશે
Captain Leader Legend♥️.
Happy Birthday Sunil Chhetri ♥️
Thank you for existing @chetrisunil11 #HappyBirthdaySunilChhetri #SunilChhetri pic.twitter.com/UMpV7ogcuQ— Biscotti – (@biscotti269) August 2, 2023
વર્ષ 2012માં સુનિલ છેત્રી પોર્ટુગલના કલ્બ સ્પોટિંગ લિસ્બન સાથે જોડાયો હતો. આ દરમિયાન ટીમના હેડ કોચે તેના પ્રદર્શનને જોતા કહ્યુ હતુ કે તું ટોપ ટીમમાં રમવાને લાયક નથી. એટલે તારે આ ટીમ છોડી દેવી જોઈએ.
સુનિલ છેત્રીને આ વાતથી ધક્કો લાગ્યો અને તેણે 3 વર્ષનો કોન્ટ્રેક્ટ હોવા છતા 9 મહિનામાં ટીમ છોડી દીધી હતી. તેની મહેનતને કારણે તે આજે વિશ્વનો ટોપ ક્લાસ ખેલાડી છે. સુનિલ છેત્રીએ ભારતીય ફૂટબોલ ટીમે 142 મેચમાં 92 ગોલ કર્યા છે.
આ પણ વાંચો : IND vs WI: પાણીપુરી વેચનાર કહે છે ત્યારે યશસ્વીને ગુસ્સો આવે છે, જાણો શું છે કારણ
‘Now you’re just showing off’ ft. Sunil Chhetri. #WeAreBFC #ಸಂತೋಷಕ್ಕೆ #Santhoshakke pic.twitter.com/AKO0UyivDa
— Bengaluru FC (@bengalurufc) August 1, 2023
Indian Football Team Captain Sunil Chhetri Weds Long-time Girlfriend Sonam Bhattacharya. Wish You A Very Happy Married Life. Stay Blessed! 🤗🙏🇮🇳 #SunilChhetri #SonamBhattacharya pic.twitter.com/FBF9nbcmzz
— Sir Jadeja fan (@SirJadeja) December 4, 2017
સુનિલ છેત્રીના પિતા કેબી છેત્રી ભારતીય સેનાની ટીમમાં રમતા હતા. તેની માતા સુશીલા છેત્રી પોતાની જુડવા બહેન સાથે નેપાળની રાષ્ટ્રીય ટીમ માટે રમતી હતી. સુનિલ છેત્રીના લગ્ન તેમના કોચની દીકરી સોનમ ભટ્ટાચાર્ય સાથે થયા હતા. 15 વર્ષની ઉંમરથી સોનમ ભટ્ટાચાર્ય, સુનિલ છેત્રીને પસંદ કરતી હતી. ટૂંક સમયમાં બંને માતા-પિતા બનવા જઈ રહ્યા છે.
પિતા આર્મીમાં હોવાથી તે દેશના ઘણા રાજ્યોમાં રહ્યા છે. 12ના અભ્યાસ બાદ તેમણે ફૂટબોલના કરિયર બનાવવાનું નક્કી કર્યુ હતુ. તે ફૂટબોલર બનવા માંગતા નહોતા, પણ કોલેજમાં સ્પોર્ટસ કોટાથી એડમિશન મેળવવા માટે તેમણે ફૂટબોલર બનવુ પડ્યુ હતુ.
Published On - 7:39 am, Thu, 3 August 23