National Games 2022 : બેડમિન્ટનમાં મિક્સડ ટીમ ઇવેન્ટમાં સેમિફાઇનલમાં ગુજરાતની કેરળ સામે હાર, બ્રોન્ઝ મેડલ સાથે કરવો પડશે સંતોષ

|

Oct 02, 2022 | 3:28 PM

બેડમિન્ટનમાં સેમિફાઇનલમાં મિક્સડ ટીમ ઇવેન્ટમાં કેરળની ટીમે ગુજરાતને 3-1 થી માત આપી હતી. પ્રથમ બે મેચમાં કેરળની જીત થઇ હતી જ્યારે ગુજરાતે ત્રીજી મેચ જીતી હતી. પણ કેરળે ચોથી મેચ જીતી ગુજરાતની ગોલ્ડ માટેની આશા સમાપ્ત કરી દીધી હતી. ગુજરાતે સેમિફાઇનલની હાર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

National Games 2022 : બેડમિન્ટનમાં મિક્સડ ટીમ ઇવેન્ટમાં સેમિફાઇનલમાં ગુજરાતની કેરળ સામે હાર, બ્રોન્ઝ મેડલ સાથે કરવો પડશે સંતોષ
Gujarat won bronze medal in badminton mixed team event with a 3-1 defeat against Kerala in the semifinals

Follow us on

નેશનલ ગેમ્સ 2022 માં (National Games 2022) બેડમિન્ટનના મુકાબલાઓ સુરત ખાતે રમાઇ રહ્યા છે. સુરતના (Surat) પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં બેડમિન્ટનના (Badminton) મુકાબલાઓ રમાઇ રહ્યા છે. બેડમિન્ટનની મેચો 1 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર દરમિયાન રમાશે. હાલમાં બેડમિન્ટનની મિક્સડ ટીમ ઇવેન્ટના મુકાબલા રમાઇ રહ્યા છે. આજે આ વર્ગમાં મેડલ મુકાબલા રમાઇ રહ્યા છે. મિક્સડ ટીમ ઇવેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં કેરળે ગુજરાતને 3-1 થી માત આપી હતી. બીજી સેમિફાઇનલમાં તેલંગાણા અને મહારાષ્ટ્ર વચ્ચે મુકાબલો રમાયો હતો. કરેળ અને તેલંગાણા વચ્ચે આજે ફાઇનલ મુકાબલો રમાશે.

સેમિફાઇનલમાં ગજરાતની કેરળ સામે હાર

બેડમિન્ટનના મિક્સડ ટીમ ઇવેન્ટમાં સેમિફાઇનલમાં કરેળ અને ગુજરાત વચ્ચે મેચ રમાઇ હતી. કેરળની ટીમમાં થોમસ કપ વિજેતા એચ એસ પ્રણોય અને એમ આર અર્જુન એ ગુજરાતની ટીમને 3-1 થી માત આપી હતી. કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ટ્રીસા જોલીએ અર્જુન સાથે મિક્સડ ડબલ્સ મેચમાં કેરળને 1-0 થી ગુજરાત સામે લીડ અપાવી હતી. અર્જુન અને ટ્રીસાની જોડીએ ધ્રુવકુમાર રાવલ અને એશા ગાંધીની ગુજરાતની જોડીને 21-13 , 21-12 થી માત આપી હતી.

બીજી મેચમાં એચ એસ પ્રણોયે ગુજરાતના આર્યમાન ટંડનને સીધા સેટોમાં 21-15, 21-14 થી હરાવ્યો હતો અને કરળને 2-0 ની લીડ અપાવી હતી. ગુજરાતે ત્રીજી મેચમાં વાપસી કરી હતી અને મહિલા એકલ વર્ગ મેચમાં અદિતા રાવે એન્ડ્રીયા સારા કુરિયનને 21-12, 21-18 થી હરાવી ગુજરાતનું ખાતું ખોલ્યું હતું. પરંતુ ચોથી મેચમાં હાર સાથે ગુજરાત એકંદરે 3-1 થી મુકાબલો હારી ગઇ હતી. ચોથી મેચમાં પુરૂષોની ડબલ્સ મેચમાં કેરળની એમ આર અર્જુન અને શંકર પ્રસાદ ઉદયાકુમારની જોડીએ ગુજરાતની પુરૂષોત્તમ અવાતે અને ભાવિન જાધવની જોડીને 21-12 , 21-15 થી માત આપી હતી.

બીજી સેમિફાઇનલમાં મહારાષ્ટ્ર અને તેલંગાણાનો મુકાબલો

બેડમિન્ટનની મિક્સડ ટીમ ઇવેન્ટની બીજી સેમિફાઇનલમાં તેલંગાણા અને મહારાષ્ટ્ર વચ્ચે મુકાબલો રમાયો હતો. તેલંગાણાએ મહારાષ્ટ્રને 3-2 થી માત આપી હતી. મહારાષ્ટ્રએ જીત સાથે શરૂઆત કરી હતી પણ ચોથા મુકાબલા પછી મેચ સ્કોર 2-2 ની બરાબરી પર હતો. અંતે તેલંગાણાએ મહારાષ્ટ્રને 3-2 થી માત આપી હતી.

Next Article