Shocking Video : સળગતી કારમાંથી બહાર આવ્યો ડ્રાઈવર, Bahrain Grand Prix માં બની હતી આ મોટી દુઘર્ટના

|

Jun 21, 2023 | 5:15 PM

Formula 1 રેસિંગ પણ એવી જ રમત છે જેમાં ભૂતકાળમાં ઘણા અકસ્માતો થયા છે. આવા જ એક અકસ્માત વિશે સાંભળીને ઘણા Formula 1 રેસિંગ ફેન્સના રુંવાટા ઊભા થઈ જાય છે. ચાલો જાણીએ આ  ભયંકર  અકસ્માત વિશે. 

Shocking Video : સળગતી કારમાંથી બહાર આવ્યો ડ્રાઈવર, Bahrain Grand Prix માં બની હતી આ મોટી દુઘર્ટના
2020 Bahrain Grand Prix - Romain Grosjean

Follow us on

Formula 1 : દુનિયામાં અલગ અલગ પ્રકારના સ્પોર્ટ્સ રમાતા રહે છે. લોકો પોતાના જીવનમાં ઉત્સાહ અને જોશ જાળવી રાખવા માટે સ્પોર્ટ્સ જોવા જતા હોય છે અને પોતાના મિત્રો સાથે પણ અલગ અલગ પ્રકારના સ્પોર્ટ્સ રમતા રહે છે. સ્પોર્ટ્સ લોકોને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પણ કેટલીક રમતોમાં લોકો પોતાનો જીવ પર ગુમાવતા હોય છે.

ભૂતકાળમાં ક્રિકેટ સહિતની અલગ અલગ રમતોના મેદાન પર ખેલાડીઓના મોત થવાની ઘટના આપણે ઘણી સાંભળી છે. Formula 1 રેસિંગ પણ એવી જ રમત છે જેમાં ભૂતકાળમાં ઘણા અકસ્માતો થયા છે. આવા જ એક અકસ્માત વિશે સાંભળીને ઘણા Formula 1 રેસિંગ ફેન્સના રુંવાટા ઊભા થઈ જાય છે. ચાલો જાણીએ આ  ભયંકર  અકસ્માત વિશે.

આ પણ વાંચો : Breaking News : Bhavani Devi એ રચ્યો ઈતિહાસ, Asian Championshipsમાં મેડલ જીતનાર પહેલી ભારતીય તલવારબાજ બની

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

આ રહ્યો એ ભયંકર અકસ્માતનો વીડિયો

આ દુર્ઘટના વર્ષ 2020માં બની હતી. ફોર્મૂલા વન ડ્રાઈવર રોમૈન ગ્રોસજેનની કાર બહરીન ગ્રૈન્ડ પ્રિક્સ રેસની શરુઆતમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. જેના કારણે તેની કારમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનાને કારણે સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને રેસ અટકી ગઈ હતી. લગભગ 5 મિનિટ સુધી કારનો ડ્રાઈવર રોમૈન ગ્રોસજેન કાટમાળમાંથી બહાર નીકળ્યો ના હતો. સ્ટેડિયમમાં હાજર સૌ કોઈ ફોર્મૂલા વન ડ્રાઈવર રોમૈન ગ્રોસજેનની સલામતીની પ્રાર્થના કરી રહ્યા હતા.

આ પણ વાંચો : Breaking News : Indonesia Open 2023માં ભારતીય જોડી એ રચ્યો ઈતિહાસ, સાત્વિક અને ચિરાગ બન્યા Super 1000 title ચેમ્પિયન, જુઓ Video

34 વર્ષીય ફ્રાંસીસી ડ્રાઈવર રોમૈન ગ્રોસજેનની કાર રેસ દરમિયાન ટ્રેક પરથી ઉતરી ગઈ હતી. રોમૈન ગ્રોસજેને કાર પરથી પકડ ગુમાવી દીધી હતી જેને કારણે કારનો બેરિયર સાથે અથડાતા અકસ્માત થયો અને કારમાં આગ લાગી હતી. રાહત અને બચાવ ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચીને આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન લગભગ 4-5 મિનિટ બાદ ડ્રાઈવર રોમૈન ગ્રોસજેન સળગતી આગમાંથી બહાર આવ્યો હતો.

આ પણ વાંચો :  Rahul-Athiya Love Story: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની લવ સ્ટોરી ખૂબ જ ક્યૂટ છે, આ રીતે બંને પહેલીવાર મળ્યા હતા

તે સમયે તેના શરીરના કેટલાક ભાગો બળી ગયા હતા. આ ઘટના બાદ તેની સારવાર થઈ હતી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રેસિંગ ટ્રેકના મેડિકલ કારના ચાલકે તે સમયે જણાવ્યું હતું કે, મેં છેલ્લા 12 વર્ષોમાં ક્યારે આવી ઘટના જોઈ નથી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article